દીપક ચહર (Deepak Chahar) હવે એવા ક્રિકેટરોની યાદીમાં સામેલ થઈ ચૂક્યુ છે કે, જે પરિણીત હોય. ભારતીય ક્રિકેટ અને આઇપીએલ માં ચેન્નાઈ સુપર કિંગ્સનો આ સ્ટાર ખેલાડી હવે લગ્નના બંધનથી બંધાઈ ચુક્યો છે. દીપક ચહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ (Jaya Bhardwaj) સાથે લગ્ન કર્યા છે. બુધવાર 1 જૂને બંનેએ આગ્રામાં સાત ફેરા ફર્યા છે. આ સાથે જ બંને એક બીજા માટે સાત જન્મોનો સાથ બાંધી લીધો છે. લગ્નબાદ દીપકના ફેન્સ પણ તેની લગ્નની તસ્વીર જોવા માટે આતુર હતા, દીપક અને જયાની લગ્નની તસ્વીરોની રાહ જોઈ રહેલા ફેન્સ બંનેની પ્રથમ પોસ્ટ માટે પણ એટલો જ ઈંતઝાર કરી રહ્યા હતા. દીપક અને જયા બંને એ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી અને જે ફેન્સને ખૂબ જ પસંદ રહી છે.
આગ્રામાં દીપક ચહર અને જયા ભારદ્વાજે લગ્ન કર્યા. બે દિવસથી આગ્રાની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્નની વિધિઓ ચાલી રહી હતી. બુધવારે સાંજે દીપક અને જયાએ સાત ફેરા લીધા હતા. દીપક ચહરના લગ્નમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ પહોંચ્યા હોવાના અહેવાલ હતા, પરંતુ કોઈ પણ સમારોહનો ભાગ બન્યા ન હતો. દીપક ચહરનો નાનો ભાઈ અને પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર રાહુલ ચહર લગ્નમાં હાજર જોવા મળ્યો હતો.
લગ્નના થોડા કલાકો પછી, દીપક ચહરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી, જેમાં તેણે જયા માટે લખ્યું, “જ્યારે હું તને પહેલીવાર મળ્યો ત્યારે મને લાગ્યું કે તું મારા માટે જ બનેલી છે. અમે દરેક ક્ષણ સાથે જીવ્યા છીએ, હવે સાથે રહીશું. હું તને હંમેશા ખુશ રાખવાનું વચન આપું છું.” તેણે આગળ લખ્યું, “આ ક્ષણ મારા જીવનની સૌથી ખુશીની ક્ષણ છે. કૃપા કરીને અમને આશીર્વાદ આપો.”
દીપક ચહરની પત્ની બન્યા બાદ જયા ભારદ્વાજે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ કરી હતી અને તેણે લખ્યું હતું કે, “તેણે મારું દિલ ચોર્યું, એટલા માટે જ મેં તેનું નામ ચોરી લીધું.” બંનેની સુંદર પોસ્ટ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. ચાહકો પણ બંનેની પોસ્ટ પર કમેન્ટ કરીને શુભેચ્છા પાઠવીને પોસ્ટને પસંદ કરી રહ્યા છે.
દીપક ચહર અને જયા ભારદ્વાજ બંને તેમના લગ્નના ડ્રેસમાં અદ્ભુત દેખાતા હતા, જેને દેશના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ખાસ ડિઝાઇન કર્યો હતો. દીપક ચહર સફેદ શેરવાનીમાં જોવા મળ્યો હતો, જ્યારે દુલ્હન જયા લાલ અને સોનેરી રંગના લહેંગામાં સુંદર લાગી રહી હતી.
Published On - 7:41 am, Thu, 2 June 22