
IPL 2023 ની 40મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને સનાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ રહી છે. બંને ટીમોને પોઈન્ટ્સ ટેબલમાં સુધારો કરવા માટે આજે જીત જરુરી છે. બંને ટીમનો પ્રદર્શન નબળુ જોવા મળી રહ્યુ છે. જોકે હવે બંને ટીમો દિલ્હીમાં પૂરો દમ જીત મેળવવા માટે લગાવશે. બંને ટીમોએ 7-7 મેચ સિઝનમાં રમી છે અને માત્ર 2-2 મેચમાં જ દિલ્હી અને હૈદરાબાદને જીત મળી છે. આમ બંને ટીમોએ 5-5 હારનો સામનો કર્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ: એડન માર્કરમ (કેપ્ટન), હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અભિષેક શર્મા, અબ્દુલ સમદ, અકીલ હુસૈન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ઉમરાન મલિક.
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, કુલદીપ યાદવ, એનરિચ નોરખિયા, ઈશાંત શર્મા, મુકેશ કુમાર
અંતિમ ઓવરમાં હવે લક્ષ્ય દૂર થઈ ચૂક્યુ છે એવા સમયે અક્ષર પટેલે છગ્ગો જમાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ માટે આ બીજો છગ્ગો અક્ષર પટેલે જમાવ્યો છે. અક્ષર સાથે રમતમાં રિપલ પટેલ છે.
ભૂવનેશ્વર કુમાર 18મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર અક્ષર પટેલે છગ્ગો પુલ કરીને ડીપ મિડ વિકેટ પર મેળવ્યો હતો. દિલ્હીને હવે મોટા શોટની જરુર છે અને એજ કામ અક્ષરે સંભાળવાનો પ્રયાસ કર્યો છે.
17મી ઓવર લઈને નટરાજન આવ્યો હતો. સરફરાઝ ખાન સામે શાનદાર યોર્કર બોલ કર્યો હતો. જેને સ્લોગ કરવાના પ્રયાસમાં તે ચૂકી જતા ક્લીન બોલ્ડ થઈને પરત ફર્યો હતો. હવે દિલ્હીની મુશ્કેલીઓ વધી ચુકી છે.
મયંક માર્કડેય 16મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર તેણે પ્રિયમ ગર્ગને શિકાર બનાવ્યો હતો. પ્રિયમ આગળ આવીને શોટ જમાવવાના પ્રયાસમાં બોલ બેટની અંદરની કિનારીને અડકીને સીધો જ વિકેટમાં જઈને અથડાયો હતો. આમ 12 રન નોંધાવી પરત ફર્યો હતો.
15મી ઓવર લઈને અભિષેક શર્મા આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ પ્રિયમ ગર્ગે ચોગ્ગો ફટકાર્યો હતો. ગર્ગ આગળ નિકળીને લોંગ ઓફની બાજુમાં ચોગ્ગો ફટકાર્યો હતો.
અકીલ હુસેને પોતાની પ્રથમ વિકેટ આઈપીએલમાં ઝડપી લીધી છે. અકીલે આગળના બોલ પર છગ્ગો સહ્યા બાદ તુરત જ મિચેલ માર્શને પોતાના ટર્ન બોલમાં શિકાર કર્યો હતો. 63 રન નોંધાવી તે પરત ફર્યો હતો.
14મી ઓવર લઈને અકીલ હુસેન આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર મિચેલ માર્શે છગ્ગો ફટકાર્યો હતો. ફુલર બોલને રુમ બનાવીને વિશાળ છગ્ગા માટે માર્શે મોકલ્યો હતો.
વધુ એક ઝટકો દિલ્હીને લાગ્યો. અભિષેક શર્માના બોલ પર મનિષ પાંડે આગલ ઝઈને ફ્લિક કરવાનુ ચુકી ગયો હતો અને વિકેટકીપર ક્લાસેને સ્ટંપિંગ કરી દેતા વિકેટ ગુમાવી હતી. માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો હતો.
મયંક માર્કડેય ઓવર લઈને આવ્યો હતો. ઈનીંગની આ 12મી ઓવર હતી. ઓવરના બીજા બોલ પર તેણે મોટી વિકેટ મેળવી હતી. દિલ્હીના ઓપનર ફિલ સોલ્ટને પોતાનો શિકાર બનાવ્યો હતો. સોલ્ટ 59 રન નોંધાવીને પરત ફર્યો હતો.
11 મી ઓવરના બીજા બોલ પર મિશેલ માર્શે ડીપ કવર તરફ બોલને પંચ કર્યો હતો. આ સાથે જ સિંગલ રન લઈને માર્શે પોતાની અડધી સદી પુરી કરી હતી. આ પહેલા સોલ્ટે અડધી સદી પુરી કરી હતી.
10મી ઓવરના બીજા બોલ પર ફિલ સોલ્ટે ચોગ્ગો ફટકારવા સાથે જ અડધી સદી પુરી કરી હતી. બેકફુટ પર જઈને સોલ્ટે પંચ કરીને પોઈન્ટ પાસે ચોગ્ગો ફટકારીને અડધી સદી પુરી કરી હતી.
9મી ઓવર લઈને અભિષેક શર્મા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો હતો. આગળના બોલ પર માર્શે છગ્ગો ફટકાર્યો હતો. તેણે સ્ક્વેર લેગ તરફ છગ્ગો ફટકાર્યો હતો.
7મી ઓવર લઈને ઉમરાન મલિક આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને સોલ્ટે જમ્મુ એક્સપ્રેસનુ સ્વાગત કર્યુ હતુ. ઓવરના ત્રીજા બોલ પર મિચેલ માર્શે બેકવર્ડ સ્ક્વેર લેગ પર 77 મીટર લાંબો અને આગળના બોલ પર માર્શે 78 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. અંતિમ બોલ પર સોલ્ટે ફરી ચોગ્ગો જમાવ્યો હતો. આમ 22 રન ઓવરમાં આવ્યા હતા.
પાવર પ્લેની અંતિમ ઓવર લઈને અકીલ હુસેન આવ્યો હતો. ઓવરના પ્રથમ બંને બોલ પર સોલ્ટે બે ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ચોગ્ગો લોંગ ઓન રપર અને બીજો ફાઈન લેગ પર મેળવ્યો હતો.
પાંચમી ઓવર લઈને ટી નટરાજન લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર મિચેલ માર્શે છગ્ગો જમાવ્યો હતો. માર્શે ડીપ બેકવર્ડ પોઈન્ટ પર છ રન મેળવ્યા હતા.
ચોથી ઓવરના બીજા બોલે છગ્ગો ફટકાર્યો હતો. ચોથી ઓવર લઈને હુસેન લઈે આવ્યો હતો. મિચેલ માર્શે પુલ કરીને સ્ક્વેર લેગ પરથી છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના પાંચમા બોલે ફિલ સોલ્ટે ચોગ્ગો ફટકાર્યો હતો.
ત્રીજી ઓવર લઈને ભૂવનેશ્વર કુમાર આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ફિલ સોલ્ટે ચોગ્ગો સહ્યો હતો. સોલ્ટે કવર પરથી હવામાં શોટ લગાવ્યો હતો. આમ ઓવરના 8 રન આવ્યા હતા.
અકીલ હુસેન બીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર ફિલ સોલ્ટે ચોગ્ગો ફટકાર્યો હતો. બેક ફુટ પર જઈને તેણે પંચ કરી દઈને ચાર રન કવર પોઈન્ટ્સ તરફ મેળવ્યા હતા.
ભૂવેશ્વરકુમારે પ્રથમ ઓવરમાં જ મોટી સફળતા હૈદરાબાદને અપાવી છે. દિલ્હીનો સુકાની ડેવિડ વોર્નર શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી પરત ફર્યો છે. ભૂવીએ તેને બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો.
ડેવિડ વોર્નર અને ફિન સોલ્ટની જોડી ઓપનર તરીકે ઉતરી હતી. અનુભવી બોલર ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. દિલ્હી સામે 198 રનનુ વિશાળ ટાર્ગેટ છે
19મી ઓવર લઈને મિચેલ માર્શ આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર અકિલ હુસેને છગ્ગો ફટકાર્યો હતો. શાનદાર છગ્ગાને લઈ ટીમ 200 રનના સ્કોરની નજીક પહોંચવાની આશા બંધાઈ છે. દિલ્હી સામે મોટુ લક્ષ્ય તૈયાર થઈ ચુક્યુ છે.
18મી ઓવર લઈને એનરીક નોર્ખિયા આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર ક્લાસેન છગ્ગો ફટકાર્યો હતો. લોઅર ફુલ ટોસ બોલને લોંગ ઓન તરફ છગ્ગો જમાવ્યો હતો.
મિચેલ માર્શે અબ્દુલ સમદની વિકેટ ઝડપી છે. સમદ 2 શાનદાર છગ્ગા જમાવ્યા બાદ 17મી ઓવરના અંતિમ બોલ પર વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. તેણે 21 બોલમાં 28 રન નોંધાવ્યા હતા.
અક્ષર પટેલ 16 ઓવર લઈને આવ્યો હતો. ઓવરના અંતિમ બંને બોલ પર ક્લાસેને સળંગ બે છગ્ગા ફટકાર્યા હતા. ઓવરના પાંચમાં બોલ પર પુલ કરીને લોંગ ઓન તરફ અને અંતિમ બોલ પર ડીપ મિડ વિકેટ પર છગ્ગો ફટકાર્યો હતો.
એનિરીક નોર્ખિયા 15મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ અબ્દુલ સમદે ફુટવર્ક વડે શાનદાર બાઉન્ડરી ફટકારી હતી. સમદે રુમ બનાવીને મિડ ઓફ પર થી પંચ કરીને ચાર રન મેળવ્યા હતા.
કુલદીપ યાદવ 13મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર તેણે છગ્ગાનો માર સહન કર્યો હતો. અબ્દુલ સમદે કુલદીપના માથા પરથી બોલને છગ્ગા માટે ફટકાર્યો હતો.
અક્ષર પટેલ 12મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર જ અભિષેક શર્માનો શિકાર કર્યો હતો. અભિષેકે અડધી સદી નોંધાવી હતી. પટેલે તેને સ્લોગ સ્વીપના પ્રયાસમાં વોર્નરના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. 36 બોલમાં 67 રન નોંધાવી પરત ફર્યો હતો.
11મી ઓવર લઈને મુકેશકુમાર આવ્યો હતો. ઓવરના પ્રથમ બંને બોલ પર અભિષેકે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરના પાંચમાં બોલ ક્લાસેન ચોગ્ગો અને અંતિમ બોલ પર છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 24 રન હૈદરાબાદના ખાતામાં આવ્યા હતા.
મિચેલ માર્શે કમાલની બોલિંગ કરતા એક જ ઓવરમાં બીજી સફળતા મેળવી છે. પહેલા માર્કરમ બાદ હવે હેરી બ્રૂકનો શિકાર કર્યો છે. આ કેચ પણ અક્ષર પટેલે ઝડપ્યો છે. બ્રુક શૂન્ય રને જ પરત ફર્યો છે.
મિચેલ માર્શે મોટી સફળતા હાંસલ કરી છે. 10મી ઓવરના બીજા બોલ પર એડન માર્કરમને આઉટ કરીને ઝડપથી પરત મોકલ્યો છે. અક્ષર પટેલે માર્કરમને ડીપ મીડ વિકેટ પર કેચ ઝડપ્યો હતો. તે 8 જ રન ગુમાવીને પરત ફર્યો હતો.
7મી ઓવર લઈને કુલદીપ યાદવ આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર અભિષેક શર્માએ છગ્ગો ફટકાર્યો હતો. સ્લોગ સ્વીપ કરીને સ્ક્વેર લેગ પરથી અભિષેકે છગ્ગો ફટકારી અડધી સદી પણ આ સાથે પુરી કરી હતી.
પાવર પ્લેની અંતિમ ઓવરમાં અભિષેકે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ઈશાંત શર્મા છઠ્ઠી ઓવર લઈને આવ્યો હતો. જેના પ્રથમ બોલ પર ડ્રાઈવ કરી દીધો, ત્રીજા બોલ પર કાઉ કોર્નર પર અને અંતિમ બંને બોલ પર પણ બાઉન્ડરી જમાવતા પાવર પ્લેમાં હૈદરાબાદનો સ્કોર 62 રન પર પહોંચ્યો હતો.
મિચેલ માર્શ પાંચમી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર માર્શે વિકેટ ઝડપી હતી. પાવર પ્લેમાં હૈદરાબાદે બીજી વિકેટ ગુમાવી હતી. રાહુલ ત્રિપાઠીએ આસાન કેચ મનિષ પાંડેના હાથમાં આપ્યો હતો. 10 રન નોંધાવીને તે પરત ફર્યો હતો.
ચોથી ઓવર લઈને આવેલા મુકેશકુમારને ચોગ્ગા અને છગ્ગાનો માર સહન કરવો પડ્યો હતો. અભિષેકે ઓવરના બીજા બોલ પર કવર તરફ ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે અંતિમ બોલ પર રાહુલ ત્રિપાઠીએ કીપરના ઉપરથી છગ્ગો ફટકાર્યો હતો.
ઈશાંત શર્માએ મહત્વની વિકેટ ઝડપી છે. ઈનીંગની ત્રીજી ઓવર લઈને આવેલા ઈશાંતે બાઉન્સર બોલ વડે આ શિકાર ઝડપ્યો હતો. મયંક હુક કરવાના પ્રયાસમાં વિકેટકીપરના હાથમાં કેચ ઝડપાયો હતો.
એનરિક નોર્ખિયા બીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરની શરુઆતે જ મયંક અગ્રાવેલ ચોગ્ગો ફટકારીને નોર્ખિયાનુ સ્વાગત કર્યુ હતુ. મયંકે બેકવર્ડ સ્કેવર લેગ પર ચોગ્ગો ફટકાર્યો હતો. અભિષેકે ઓવરના અંતિમ બોલ ચોગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં આમ 13 રન મળ્યા હતા.
અભિષેકે પ્રથમ ઓવરમાં જ બેટ ખોલી દેતા બેક ટુ બેક બાઉન્ડરી જમાવી છે. ઈશાંત શર્મા લઈને આવેલ મેચની પ્રથમ ઓવરના બીજા બોલને કવર પોઈન્ટની ઉપરથી ફટકારીને બાઉન્ડરી જમાવી. જ્યારે બીજા બોલ પર પણ કવર પોઈન્ટની ઉપરથી ફટકારતા ચોગ્ગો ફટકાર્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગની શરુઆત કરી છે. મયંક અગ્રવાલ અને અભિષેક શર્માના રુપમાં ઓપનીંગ જોડી ઉતરી છે અને રમત શરુ કરી છે. દિલ્હી તરફથી ઈશાંત શર્મા પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (wk), મિશેલ માર્શ, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, કુલદીપ યાદવ, એનરિચ નોરખિયા, ઈશાંત શર્મા, મુકેશ કુમાર
સનરાઇઝર્સ હૈદરાબાદ: એડન માર્કરમ (કેપ્ટન), હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અભિષેક શર્મા, અબ્દુલ સમદ, અકીલ હુસૈન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ઉમરાન મલિક.
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. આમ દિલ્હી કેપિટલ્સ પોતાના હોમગ્રાઉન્ડ પર ટોસ હારીને રન ચેઝ કરવા માટે મેદાને ઉતરશે.
🚨 Toss Update 🚨@SunRisers win the toss and elect to bat first against @DelhiCapitals.
Follow the match ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/pE57Z4qtXy
— IndianPremierLeague (@IPL) April 29, 2023
Published On - 7:06 pm, Sat, 29 April 23