DC vs RR, IPL 2021: રાજસ્થાન સામે 33 રને શાનદાર વિજય સાથે દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં નિશ્વીત!, સંજૂ સેમસનની કેપ્ટન ઇનીંગ એળે ગઇ

|

Sep 25, 2021 | 7:23 PM

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. પરંતુ તે યોજવામાં તે ઋષભ પંત (Rishabh Pant) સામે રાજસ્થાનની ટીમ ખરી ઉતરી શકી નહોતી

DC vs RR, IPL 2021: રાજસ્થાન સામે 33 રને શાનદાર વિજય સાથે દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં નિશ્વીત!, સંજૂ સેમસનની કેપ્ટન ઇનીંગ એળે ગઇ
Delhi Capitals Team

Follow us on

IPL 2021 ની 36 મી મેચ UAE ના અબુ ધાબીમાં રમાઇ રહી છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે આજે ટક્કર થઇ હતી. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને (Sanju Samson)ને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ઋષભ પંત (Rishabh Pant) ની ટીમ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટીંગ કરતા 154 રન 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને સ્કોર કર્યો હતો. જવાબમાં પડકારનો પિછો કરતા રાજસ્થાનની ટીમની 33 રને હાર થઇ હતી. રાજસ્થાને 6 વિકેટ ગુમાવીને 121 રન કર્યા હતા. આમ દિલ્હીનુ પ્લેઓફમાં સ્થાન હવે નિશ્વિત બની ચુક્યુ છે.

રાજસ્થાન રોયલ્સ બેટીંગ

રન ચેઝ કરીને જીત મેળવવાની રણનિતી સાથે જવાબી બેટીંગ કરવા માટે મેદાને ઉતરેલી રાજસ્થાનની ટીમ શરુઆત થી જ મુશ્કેલ સ્થિતીમાં રહી હતી. સંજૂ સેમસનની આગેવાની ધરાવતી આ ટીમ પડકારને પહોંચવા સંઘર્ષ કરવા લાગી હતી. બંને ઓપનરો એ માત્ર 6 રનના સ્કોર પર જ પોતાની વિકેટો ગુમાવી દીધી હતી. લિયામ લિવીંગસ્ટોન 3 બોલમાં 1 રન કરીને આઉટ થયો હતો. જ્યારે યશસ્વી જયસ્વાલ 4 બોલમાં 5 રન કરીને આઉટ થયો હતો.

કેપ્ટન સંજૂ સેમસને ટીમની બેટીંગની જવાબદારી સંભાળતી રમત રમી હતી. તેણે 53 બોલમાં 70 રન સાથે શાનદાર અર્ધશતક લગાવીને લડત આપી હતી.  ડેવિડ મિલર 7 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. આમ 17 ના સ્કોર પર રાજસ્થાને 3 વિકેટ ગુમાવી દીધી હતી હતી. ચોથી વિકેટ 48 રનના સ્કોર પર ગુમાવી હતી.

ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય

આમ 10 ઓવર પુરી થવા છતા ટીમ પચાસના આંકડાને તો પાર કરી શકી નહોતી, ત્યાં અગીયારમી ઓવરની શરુઆતે ચોથી અને આગળની ઓવરે પાંચમી વિકેટ 55 ના સ્કોરે ગુમાવી હતી. મહિપાલ લોમરોરે 19 અને રિયાન પરાગે 2 રન કર્યા હતા. રાહુલ તેવટીયાએ 15 બોલમાં 9 રન કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સ બોલીંગ

પંતની ટીમના બોલરોએ સામૂહિક પ્રદર્શન કર્યુ હતુ. પાંચ બોલરોને અજમાવાયા હતા અને પાંચેયે 12 ઓવર સુધીમાં એક એક વિકેટ પોતાના ખાતામાં જમા કરી લીધી હતી. અક્ષર પટેલે 4 ઓવર કરીને 1 વિકેટ 27 રન આપીને મેળવી હતી. અશ્વિને 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. 4 ઓવરમાં એનરિક નોર્ત્જેએ 2 વિકેટ મેળવી હતી. કાગીસો રબાડાએ 1 વિકેટ અને આવેશ ખાને 1 વિકેટ મેળવી હતી.

દિલ્હી કેપિટલ્સની બેટીંગ ઇનીંગ

ટોસ હારીને દિલ્હીની ટીમ બેટીંગ માટે મેદાને આવી હતી. દિલ્હીની ટીમની ઓપનીંગ જોડી માત્ર 18 રન પર જ તૂટી ગઇ હતી. શિખર ધવન 8 બોલમાં 8 રન કરીને ક્લિન બોલ્ડ થયો હતો. ઓપનર પૃથ્વી શો પણ ત્યાર બાદ તુરત જ વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 12 બોલમાં 10 રન કર્યા હતા. આમ 21 રનના સ્કોર પર બંને ઓપનરોએ વિકેટ ગુમાવતા, દિલ્હીની શરુઆત ખરાબ રહી હતી.

શ્રેયસ ઐયરે 32 બોલમાં 42 રન કર્યા હતા. તે રાહુલ તેવટિયાના બોલમાં સેમસન દ્વારા સ્ટંમ્પીંગ થયો હતો. ઋષભ પંતે 24 બોલમાં 24 રન કર્યા હતા. શિમરોન હેટમેયરે 16 બોલમાં 28 રન કર્યા હતા. જે દરમ્યાન 5 ચોગ્ગા લગાવ્યા હતા. અક્ષર પટેલે 7 બોલમાં 12 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે એક છગ્ગો લગાવ્યો હતો. લલિત યાદવ 14 રન અને અશ્વિન 6 રન કરીને અણનમ રહ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ બોલીંગ ઇનીંગ

કાર્તિક ત્યાગીએ તેના આજના સ્પેલની શરુઆત કરતા જ પ્રથમ બોલે જ મોટી વિકેટ ઝડપી હતી. કાર્તિકે શિખર ધવનને બોલ્ડ કર્યો હતો. તેને એક વિકેટ 4 ઓવરમાં 40 રન આપીને મેળવી હતી. ચેતન સાકરિયાએ 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. મુસ્તફીઝુર રહેમાને 2 વિકેટ ઝડપી હતી. રાહુલ તેવટીયાએ 1 વિકેટ ઝડપી હતી. તબરેઝ શમ્સી એ ડેબ્યૂ મેચમાં 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. પરંતુ તેને વિકેટ મળી શકી નહોતી.

 

આ પણ વાંચોઃ 2007 T20 world cup : ટીમ ઈન્ડિયાના ટી 20 વર્લ્ડકપ જીત પર ફિલ્મ ટુંક સમયમાં જ આવશે, ટાઇટલ ટ્રેક દર્શકોના દિલ જીતશે

આ પણ વાંચોઃ Former cricketers : ભૂતપૂર્વ ક્રિકેટરોની મદદ માટે BCCI પણ આગળ આવ્યું, બોર્ડની આવી યોજના છે

Published On - 7:13 pm, Sat, 25 September 21

Next Article