WPL 2023 માં આજે ગુરુવારે ટૂર્નામેન્ટના પોઈન્ટ ટેબલની બે મજબૂત ટીમો વચ્ચે ટક્કર થઈ રહી. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે નવી મુંબઈમાં આવેલા ડો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ટક્કર થનારી છે. ટૂર્નામેન્ટમાં બંને ટીમો અત્યાર સુધી પોતાની બંને મેચો જીત્યુ છે, એટલે કે એકેય મેચ હારી નથી. મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ટોચનુ સ્થાન ધરાવે છે, જ્યારે દિલ્હી નેટરનરેટ આધારે બીજા સ્થાને છે. બંને ટીમો પોતાના વિજય અભિયાનને જારી રાખવા માટેનો દમ દેખાડશે.
દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, મેરિઝાન કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોન્સન, તાનિયા ભાટિયા, મીનુ મણિ, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યૂઝ, નતાલી સિવર બ્રન્ટ, એમેલિયા કર, પૂજા વસ્ત્રાકર, ઈસી વોંગ, હુમૈરા કાઝી, અમનજોત કૌર, જિંતિમણી કલિતા, સાયકા ઈશાક
WPL 2023 માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમે પોતાનુ વિજય અભિયાન જારી રાખ્યુ છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઈ હતી. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.
13મી ઓવર લઈને શિખા પાંડે આવી હતી. શિખાનુ સ્વાગત સિવર બ્રન્ટે ચોગ્ગા વડે કર્યુ હતુ. પ્રથમ બોલ પર મિડવિકેટ પર ચાર રન મેળવ્યા હતા. આગળના બોલ પર પુલ કરીને સ્ક્વેર લેગ પર ચાર રન મેળવ્યા હતા.
કેપ્સી આખરે મેથ્યૂઝની વિકેટ ઝડપવામાં સફળ રહી છે. જોકે અહીં જેમિમાએ શાનદાર કેચ ઝડપ્યો હતો. મુશ્કેલ કેચ ને તેણે દોડીને આવીને ઝડપી લીધો હતો. આ સાથે જ મેથ્યૂઝની ઈનીંગ 32 રન પર સમાપ્ત થઈ હતી.
યાસ્તીકા ભાટીયા શાનદાર રમત દર્શાવી રહી હતી. આ દરમિયાન તે તારા નોરિસના બોલ પર લેગબિફોર થઈને પરત ફરી હતી. તેણે 8 ચોગ્ગાની મદદ વડે 32 બોલમાં 31 રન નોંધાવ્યા હતા.
રાધા યાદવ 7મી ઓવર લઈને આવી હતી. ઓવરના પ્રથમ બંને બોલ પર યાસ્તિકા ભાટીયાએ બાઉન્ડરી ફટકારી હતી. પ્રથમ બાઉન્ડરી લેગ સાઈડમાં અને બીજો ચોગ્ગો બેકફુટ પર જઈને સ્ક્વેર લેગ પર જમાવ્યો હતો.
પહેલા મેથ્યૂઝે આગળની ઓવરમાં ચોગ્ગાની ધમાલ મચાવી હતી. હવે પાંચમી ઓવરમાં યાસ્તિકા ભાટીયાએ 3 ચોગ્ગા જમાવ્યા છે. મેરિજાનની ઓવરના પ્રથમ બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ પર ચાર મેળવ્યા હતા. ત્રીજા બોલ પર સ્ક્વેર લેગમાં અને ચોથા બોલ પર ફાઈન લેગની દીશામાં ચાર રન મેળવ્યા હતા.
શિખા પાંડેની ઓવરમાં હીલી મેથ્યૂઝે શાનદાર ત્રણ બાઉન્ડરી જમાવી દીધી હતી. શિખા ઈનીંગની 4થી ઓવર લઈને આવી હતી. જેમાં ઓવરના ચોથા બોલ પર બેટની અંદરની કિનારીને અડકીને પ્રથમ બાઉન્ડરી મળી હતી. બીજો ચોગ્ગા પાંચમાં બોલે મીડ વિકેટ ફિલ્ડર પાસેથી બાઉન્ડરીની પાર ગયો હતો. અને અંતિમ બોલ પર સ્લીપ પાસેથી બોલ નિકળીને ચાર રન માટે ગયો હતો.
પ્રથમ ઓવરમાં જ યાસ્તિકા ભાટીયાએ ઉપરા ઉપરી બે ચોગ્ગા જમાવી દીધા હતા. પ્રથમ ઓવર લઈને દિલ્હી તરફથી મેરિજાન કેપ્પ આવી હતી જેની પર ત્રીજા અને ચોથા બોલ પર બાઉન્ડરી ભાટીયાએ મેળવ્યા હતા.
નોરીસને મેથ્યૂઝે આઉટ કરતા જ 18મી ઓવર સમાપ્ત થવા સાથે દિલ્હીનો દાવ પણ સમાપ્ત થયો હતો. મુંબઈ સામે હવે 106 રનનુ લક્ષ્ય દિલ્હી રાખ્યુ છે.
રાધા યાદવ 10 રન નોંધાવીને પેવેલિયન પરત ફરી છે. આ પહેલા તેણે એક શાનદાર છગ્ગો ઈનીંગ દરમિયાન નોંધાવ્યો હતો.
17મી ઓવરના બીજા બોલ પર વોંગે તાનિયા ભાટીયાનો શિકાર કર્યો છે. 100ના સ્કોર પર પહોંચે દિલ્હી એ પહેલા વધુ એક વિકેટ ગુમાવી દીધી છે. ભાટીયા માત્ર 4 રન નોંધાવી પરત ફરી હતી.
16મી ઓવર લને એમેલિયા કર આવી હતી. ઓવરના અંતિમ બોલ પર રાધા યાદવે એક્સ્ટ્રા કવર પર છ રન નોંધાવ્યા હતા. લાંબા સમય બાદ દિલ્હી તરફ થી છગ્ગો જોવા મળ્યો હતો.
મીનુ મણી સ્ટંમ્પીંગ વિકેટ ગુમાવીને પરત ફરી છે. ફ્લાઈટ બોલમાં મેથ્યૂઝે મીનુને ફસાવી હતી. મીનુ મોટા શોટ લગાવવાના ચક્કરમાં વધારે બહાર નિકળી ગઈ હતી અને વિકેટ ગુમાવી હતી. તે શૂન્યમાં પરત ફરી હતી.
14મી ઓવર લઈને મેથ્યૂઝ આવી હતી. તેણે આવતા જ ઓવરના પ્રથમ બોલ પર જેસ જોનાસનની વિકેટ ઝડપી હતી. હરમનપ્રીત કૌરે જેસનો કેટ ઝડપ્યો હતો.
કમાલની ઓવર સાઈકા ઈશાકે કરી છે. પહેલા જેમિમા અને બાદમાં કેપ્ટન મેગ લેનિંગની વિકેટ ઝડપી છે. લેનિંગને હરમનપ્રીતના હાથમાં કેચ ઝડપાવી હતી. લેનિંગ ઓપનીંગમાં આવીને 43 રન નોંધાવ્યા હતા.
જેમિમા અને લેનિંગની જોડી જામવા લાગી હતી. સાઈકા ઈશાકે આ જોડીને તોડી દીધી છે. તેણે શોટ બોલ વડે જેમિમા રોડ્રિગ્ઝને ક્લીન બોલ્ડ કરી દીધી હતી. જેમિમા 25 રન નોંધાવીને પરત ફરી હતી.
મેગ લેનિંગે 11મી ઓવરના પ્રથમ ત્રણ બોલ પર સળંગ ત્રણ ચોગ્ગા જમાવી દીધા હતા. ઓવર લઈને એમેલિયા કર આવી હતી. પ્રથમ બોલ પર કવર ડ્રાઈવ. બીજા બોલ પર લેગ સાઈડ ગેપમાં પુલ કરીને અને ત્રીજા બોલ પર વાઈડ લોંગ ઓફમાં ચાર રન માટેનો શોટ જમાવ્યો હતો. ઓવરમાં 14 રન આવ્યા હતા.
8મી ઓવર દિલ્હી માટે સારી નિવડી છે. ઓવરના શરુઆતના બંને બોલ પર જેમિમા રોડ્રિગ્ઝે બેક ટુ બેક બે ચોગ્ગા ફટકાર્યા છે. ઓવરમાં જેમિમાએ 3 બાઉન્ડરી જમાવતા 13 રન દિલ્હીના ખાતમાં આવ્યા હતા.
વોંગ 7મી ઓવર લઈને આવી હતી. ઓવરના ચોથા બોલ પર તેણે મેરિજાન કેપ્પના મિડલ સ્ટંપને ઉખાડી દીધુ હતુ. દિલ્હીની શરુઆત કંગાળ થઈ છે. કેપ્પ 2 રનનુ યોગદાન આપીને પરત ફરી હતી.
પાવર પ્લેના અંતિમ બોલ પર દિલ્હી કેપિટલ્સની ઓપનર લેનિંગે બાઉન્ડરી ફટકારી હતી. શોટ બોલને પુલ કરી દઈને મીડ વિકેટ પર બાઉન્ડરી માટે ફટકારી દીધો હતો. પાવર પ્લેના અંત સુધી દિલ્હીએ 29 રનનો સ્કોર 2 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો.
પૂજા વસ્ત્રાકર પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવી હતી. ઓવરના બીજા બોલ પર પૂજાએ એલિસ કેપ્સીને પેવેલિયન પરત મોકલી છે. કેપ્સીએ કલિતાના હાથમાં કેચ આપ્યો હતો. તે 6 રન નોંધાવીને પરત ફરી હતી.
પાંચમી ઓવર લઈને વોંગ આવી હતી. ઓવરના પ્રથમ બોલ પર જ બાયના રુપમાં દિલ્હીના ખાતામાં ચાર રન જમા થયા હતા. બોલર વોંગ દીશાથી ભટકતા બોલ લેગ સ્ટંપની બહાર થયો હતો અને બેટર લેનિંગના પેડને અડીને બોલ સીધો બાઉન્ડરીને પાર પહોંચ્યો હતો.
ત્રીજી ઓવર લઈને ઈશાક આવી હતી. તેની ઓવરના બીજા બોલ પર કેપ્સીએ ચાર રન મેળવ્યા હતા. કેપ્સીએ ફુલ બોલ પર સ્લોગ સ્વિપ કરીને ડીપ મિડવિકેટ પર બાઉન્ડરી મેળવી હતી.
શેફાલી વર્માના રુપમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ વિકેટ ગુમાવી છે. ઈશાક બીજી ઓવર લઈને આવી હતી. તેણે ઓવર કસીને કરીને હતી અને અંતિમ બોલ પર શેફાલીને પોતાનો શિકાર બનાવી હતી. શેફાલી ક્લીન બોલ્ડ થઈ ને પરત ફરી હતી. શેફાલી 2 રન નોંધાવી વિકેટ ગુમાવી બેઠી હતી.
શેફાલી વર્મા અને મેગ લેનિંગ ઓપનર જોડીના રુપમાં મેદાન પર આવ્યા છે. પ્રથમ ઓવર લઈને મુંબઈ તરફથી નેટ સિવર બ્રન્ટ બોલિંગ કરી રહી છે. મેચના પ્રથમ બોલ પર જ લેનિંગે શાનદાર શોટ વડે ચાર રન મેળવ્યા હતા. પ્રથમ ઓવરમાં દિલ્હીને 5 રન મળ્યા હતા.
નવી મુંબઈમાં આવેલ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં થઈ રહેલી ટક્કર પહેલા પીચ રિપોર્ટમાં અંજુમ ચોપડા જણાવી રહી છે કે, પીચ ખૂબ જ સૂકી છે. ટોસ દિલ્હીએ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે.
દિલ્હીની ટીમમાં એક પરિવર્તન જોવા મળ્યુ છે. અરુંધતી રેડ્ડીના સ્થાને મીનુ મણિને સ્થાન આપવામાં આવ્યુ છે.
દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, મેરિઝાન કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોન્સન, તાનિયા ભાટિયા, મીનુ મણિ, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પ્લેઈંગ ઈલેનમાં કોઈ ફેરફાર કર્યો નથી. અંતિમ વિજયી ઈલેવનને દિલ્હી સામે જાળવી રાખી છે.
મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યૂઝ, નતાલી સિવર બ્રન્ટ, એમેલિયા કર, પૂજા વસ્ત્રાકર, ઈસી વોંગ, હુમૈરા કાઝી, અમનજોત કૌર, જિંતિમણી કલિતા, સાયકા ઈશાક
દિલ્હી કેપિટલ્સ ટીમની સુકાની મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આમ મુંબઈની ટીમ પ્રથમ બોલિંગ કરશે અને મેચ જીતવા લક્ષ્યને પાર પાડવુ પડશે.
Toss Update 🚨@DelhiCapitals have won the toss and elected to bat first against @mipaltan#TATAWPL | #DCvMI pic.twitter.com/ptROQcCBqx
— Women’s Premier League (WPL) (@wplt20) March 9, 2023
મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને છે. બંને ટીમોએ ટૂર્નામેન્ટમાં એક પણ વાર હારનો સ્વાદ ચાખ્યો નથી. આજે પણ બંને ટીમો વિજય અભિયાન જારી રાખવા માટે પ્રયાસ કરશે.
Published On - 6:52 pm, Thu, 9 March 23