IPL 2023 નો લીગ તબક્કો રવિવારે ખતમ થઈ જશે.ચાર વાર IPL ચેમ્પિયન ધોની માટે શનિવારનો દિવસ ખૂબ જ મહત્વનો છે.આજે શનિવારે દિલ્હીમાં ધોની સેનાએ પ્લેઓફની ટિકિટ મેળવવા માટે દમ લગાવવાનો છે. દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. ક્વોલીફાયર 1 મેચ ચેપોક સ્ટેડિયમમાં રમાનારી છે અને ચેન્નાઈના ચાહકો ધોની અને CSK ને ફરીથી પોતાના ઘર આંગણે રમતા જોઈ શકશે કે નહીં તે આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.
ચેન્નાઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચાહર, તુષાર દેશપાંડે અને મહિષ તિક્ષાના
દિલ્હી કેપિટલ્સઃ ડેવિડ વોર્નર, યશ ધૂલ, ફિલ સોલ્ટ, રિલે રુસો, અમન ખાન, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, એનરિચ નોર્કિયા
અંતિમ ઓવર મહિષ થિક્ષણા લઈને આવ્યો હતો તેણે ઓવરના ત્રીજા બોલ પર લલિત યાદવનો શિકાર કર્યો હતો. જ્યારે આગળના બોલ પર કુલદીપ યાદવને ગોલ્ડન ડક આઉટ કર્યો હતો.
ડેવિડ વોર્નરે એકલા હાથે લડત ચેન્નાઈને આપી હતી. ઓપનિંગમાં આવીને તેણે સંઘર્ષમય ઈનીંગ રમીને 86 રન નોંધાવ્યા હતા. પથિરાણાએ તેને ગાયકવાડના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.
દીપક ચાહરે વધુ એક શિકાર ઝડપ્યો છે. દીપકે આ વખતે અક્ષર પટેલને આઉટ કરીને પરત મોકલ્યો છે. અક્ષર સિઝનમાં સારુ પ્રદર્શન કરી રહ્યો હતો અને તેની વિકેટ ઝડપીને દિલ્હીને મોટો ઝટકો આપ્યો હતો. 15 રન નોંધાવીને પરત ફર્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ યશ ઢૂલને પોતાનો શિકાર બનાવ્યો છે. દિલ્હીએ ચોથી વિકેટ ગુમાવી છે અને યશ ઢૂલ પેવેલિયન પરત ફર્યો છે. 13 રન નોંધાવીને ઢૂલ પરત ફર્યો છે. દિલ્હી પર મોટી હારનો ખતરો તોળાયો છે.
મહિષ તિક્ષણા પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ડેવિડ વોર્નરે છગ્ગો ફટકાર્યો હતો. આમ પાવર પ્લેમાં દિલ્હી કેપિટલ્સે 34 રન નોંધાવ્યા હતા અને 3 વિકેટ ગુમાવી હતી.
દીપક ચાહરની કમાલની બોલિંગ. સળંગ બીજી વિકેટ ઝડપી છે. ઓવરના પાંચમાં બોલ પર દીપકે રાઈલી રુસોને ગોલ્ડન ડક આઉટ કરીને પરત મોકલ્યો હતો. રુસો બોલ્ડ થયો હતો.
પાંચમી ઓવરની શરુઆત સિક્સર સાથે થઈ હતી. પરંતુ ઓવરના ચોથા બોલ પર ફિલ સોલ્ટની વિકેટ દીપક ચાહરે ઝડપી હતી. સોલ્ટ 3 રન નોંધાવીને પરત ફર્યો હતો.
પૃથ્વી શો સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી બેઠો છે. તુષાર દેશપાંડે એ તેને પોતાનો શિકાર બનાવ્યો છે. માત્ર પાંચ જ રન નોંધાવીને તે અંબાતી રાયડૂના હાથમાં કેચ ઝડપાયો હતો.
પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ઓપનીંગ જોડીના રુપમાં આવ્યા છે. દિલ્હી સામે વિશાળ લક્ષ્ય છે અને જેને ચેઝ કરવા માટે શરુઆત કરી છે. દીપક ચાહર પ્રથમ ઓવર ચેન્નાઈ તરફથી લઈને આવ્યો છે.
અંતિમ ઓવર લઈને ચેતન સાકરીયા આવ્યો હતોય ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ સળંગ બે ચોગ્ગા ફટકાર્યા હતા. ચેન્નાઈએ 3 વિકેટ ગુમાવીને 223 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
એનરીક નોરખિયાએ ડેવોન કોનવેને પેવેલિયન પરત મોકલ્યો હતો. કોનવે નકલ બોલનો શિકાર થયો હતો અને તે 87 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે 52 બોલની ઈનીંગ રમી હતી.
ખલીલ અહેમદ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. શિવમ દુબે ડીપ લોંગ ઓન પર શોટ લગાવવાના પ્રયાસમાં લલિતે તેનો કેચ ઝડપ્યો હતો. તેણે 22 રન માત્ર 9 બોલ રમીને નોંધાવ્યા હતા.
ચેતન સાકરીયાએ શાનાદર બોલિંગ કરી છે. સાકરીયાએ ઋતુરાજ ગાયકવાડની તોફાની ઈનીંગને શાંત કરી દેવામાં સફળતા મેળવી છે. પુલ કરવાના પ્રયાસમાં તે ડીપ મીડ વિકેટ પર કેચ ઝડપાયો હતો.
12મી ઓવર લઈને આવ્યો હતો અને ઋતુરાજ ગાયકવાડે તેની ધુલાઈ કરી દીધી હતી. ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર સળંગ ત્રણ છગ્ગા જમાવ્યા હતા. ઓવરમાં 20 રન ચેન્નાઈના ખાતામાં આવ્યા હતા.
ઋતુરાજ ગાયકવાડે અડધી સદી પુરી કરી લીધી છે. તેણે શાનદાર શરુઆત કોનવે સાથે મલીને ચેન્નાઈને કરાવી છે. 37 બોલમાં જ ગાયકવાડે અડધી સદી નોંધાવી હતી. 10મી ઓવરમાં અડધી સદી નોંધાવી હતી. ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો. અને બે સળંગ છગ્ગા જમાવ્યા હતા.
પાવર પ્લેની અંતિમ ઓવર લઈને ચેતન સાકરીયા આવ્યો હતો. મેચમાં પોતાની પ્રથમ ઓવર કરતા માત્ર 2 જ રન આપ્યા હતા. પાવર પ્લે દરમિયાન 52 રન નોંધાવ્યા હતા.
End of Powerplay!
FIFTY partnership up for the opening duo as #CSK move to 52/0 after 6 ✅
Follow the match ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/RoMzQ4eVDJ
— IndianPremierLeague (@IPL) May 20, 2023
ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ શરુ કરી છે. દિલ્હી કેપિટલ્સ દ્વારા પ્રથમ ઓવર લઈને ખલીલ અહેમદ આવ્યો છે. પ્રથમ ઓવરમાં પાંચમાં બોલ પર ગાયકવાડે શાનદાર ટાઈમીંગ સાથે શોટ જમાવતા બાઉન્ડરી જમાવી હતી.
દિલ્હી કેપિટલ્સઃ ડેવિડ વોર્નર, યશ ધૂલ, ફિલ સોલ્ટ, રિલે રુસો, અમન ખાન, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, એનરિચ નોર્કિયા
Our tigers for our final #IPL2023 match!
Let go out there and #RoarMacha 🔥@Dream11 pic.twitter.com/6xwompYs5w
— Delhi Capitals (@DelhiCapitals) May 20, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચાહર, તુષાર દેશપાંડે અને મહિષ તિક્ષાના
Duty Calls, Roars incoming! 📞#DCvCSK #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/1l1SrKQaIq
— Chennai Super Kings (@ChennaiIPL) May 20, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. આમ દિલ્હી કેપિટલ્સ પ્રથમ ફિલ્ડીંગ કરશે. ધોનીએ મોટો સ્કોર ખડકીને તેને બચાવવાની યોજના અમલમાં મુકી છે.
🚨 Toss Update 🚨@ChennaiIPL win the toss and elect to bat first against @DelhiCapitals.
Follow the match ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/b13K9cKoyV
— IndianPremierLeague (@IPL) May 20, 2023
Published On - 2:33 pm, Sat, 20 May 23