વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ઐતિહાસિક સદી, આવું કરનારી વિશ્વની પ્રથમ કેપ્ટન બની આ ખેલાડી

મહિલા વર્લ્ડ કપ 2025ની પહેલી સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે શાનદાર સદી ફટકારી હતી. તેણીએ પોતાની ઈનિંગ દરમિયાન મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી અને પોતાની ટીમને ઉચ્ચ સ્કોર સુધી પહોંચાડી હતી.

વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ઐતિહાસિક સદી, આવું કરનારી વિશ્વની પ્રથમ કેપ્ટન બની આ ખેલાડી
Laura Wolvaardt
Image Credit source: X
| Updated on: Oct 29, 2025 | 8:56 PM

2025 મહિલા વર્લ્ડ કપની પહેલી સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક ઈનિંગ રમી હતી અને શાનદાર સદી ફટકારી હતી. જ્યારે અન્ય બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે લૌરાએ આ મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. લૌરા વોલ્વાર્ડે આ સદી સાથે એવી સિદ્ધિ હાંસલ કરી હતી જે દક્ષિણ આફ્રિકાની અન્ય કોઈ મહિલા ખેલાડી અગાઉ હાંસલ કરી શકી નથી.

લૌરા વોલ્વાર્ડની ઐતિહાસિક સદી

આ મેચની શરૂઆતથી જ લૌરા વોલ્વાર્ડ સારા ફોર્મમાં દેખાઈ રહી હતી. તેણીએ લગભગ દરેક બોલર સામે રન બનાવ્યા અને 115 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેણીની ODI કારકિર્દીમાં 10મી વખત 100 રનનો આંકડો પાર કરી . જોકે, ખાસ વાત એ હતી કે લૌરા વોલ્વાર્ડે મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ સદી ફટકારી છે.

વર્લ્ડ કપ નોકઆઉટમાં સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન

એટલું જ નહીં, તે મહિલા વર્લ્ડ કપના નોકઆઉટ મેચમાં સદી ફટકારનારી વિશ્વની પ્રથમ કેપ્ટન પણ બની છે. આ મેચમાં તેણે કુલ 143 બોલનો સામનો કર્યો અને 169 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો.

 

આવું કરનાર પ્રથમ આફ્રિકન બેટ્સમેન

આ મેચ દરમિયાન લૌરા વોલ્વાર્ડે પણ પોતાની ODI કારકિર્દીમાં 5,000 રન પૂરા કર્યા. તે મહિલા ODI ક્રિકેટના ઈતિહાસમાં 5,000 રનનો આંકડો પૂર્ણ કરનારી છઠ્ઠી બેટ્સમેન બની છે. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દક્ષિણ આફ્રિકાની બેટ્સમેન પણ છે. વધુમાં, તે મહિલા ODI વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં 450 રન બનાવનાર પ્રથમ કેપ્ટન પણ બની છે.

સ્મૃતિ મંધાનાના રેકોર્ડની બરાબરી કરી

આ મેચમાં લૌરા વોલ્વાર્ડે 50+ રન બનાવીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. હવે તે સ્મૃતિ મંધાના સાથે ODI માં ઓપનર તરીકે સૌથી વધુ 50+ રન બનાવવાના રેકોર્ડની બરાબરી કરી છે. લૌરા વોલ્વાર્ડે અત્યાર સુધી 48 વખત ODI માં 50+ રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાનાએ પણ 48 વખત આ સિદ્ધિ મેળવી છે.

આ પણ વાંચો: IND W vs AUS W: ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ સેમિફાઈનલ નહીં રમાય? મુંબઈથી આવી રહ્યા છે ખરાબ સમાચાર!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો