
IPL 2023 ની 29 મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડીયમમાં થઈ રહેલી ટક્કરમાં આજે ધોની સેના ઘરમાં જીત મેળવવાના ઈરાદે મેદાને ઉતરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ સિઝનમાં અત્યાર સુધીમાં 5 મેચ રમીને 3 મેચમાં જીત મેળવી છે, જ્યારે 2 મેચમાં હારનો સામનો કર્યો છે. ચેન્નાઈ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 5 મેચ રમીને 2 મેચમાં જીત મેળવી છે, જોકે હૈદરાબાદની સ્થિતી પોઈન્ટ્સ ટેબલમાં ખરાબ છે. હૈદરાબાદ 9માં સ્થાને છે. જોકે તેનો ઈરાદો સ્થિતી સુધારવાનો હશે, પરંતુ ચેન્નાઈને તેના જ હોમગ્રાઉન્ડમાં હરાવવુ ખૂબ જ મુશ્કેલ છે, અશક્ય નથી.
CSK: એમએસ ધોની (કેપ્ટન – વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, મહિષ થીક્ષાના, મતિષા પથીરાના અને આકાશ સિંહ
SRH: એડન માર્કરામ (કેપ્ટન), મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને ઉમરાન મલિક
18મી ઓવર લઈને ઉમરાન મલિક આવ્યો હતો. જમ્મુ એક્સપ્રેસના બોલ પર ડેવોન કોનવેએ ઓવરના અંતિમ બંને બોલ પર બાઉન્ડરી જમાવી હતી.
મંયક માર્કડેયે મોટી વિકેટ ઝડપી છે. તેણે ક્લીન બોલ્ડ કરીને અંબાતી રાયડૂને પરત મોકલ્યો છે. 17મી ઓવરના અંતિમ બોલ પર ક્લીન બોલ્ડ કરતા 9 રન નોંધાવી રાયડૂ આઉટ થયો છે. મયંકની આ બીજી વિકેટ છે. આ પહેલા રહાણેને આઉટ કર્યો હતો.
16મી ઓવરના અંતિમ બોલ પર ચેન્નાઈના ખાતામાં ચાર રન જમા થયા હતા. 8 રન આપનારી આ ઓવરના અંતિમ બોલ પર અંબાતી રાયડૂએ ચોગ્ગો શોર્ટ થર્ડ મેનની બાજુમાં ચોગ્ગો ફટકાર્યો હતો.
આકાશ સિંહના સ્થાને અંબાતી રાયડૂ મેદાનમાં આવ્યો છે. ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં રાયડૂને બેટિંગ કરવા માટે ધોનીએ મેદાનમાં મોકલ્યો છે. રાયડૂ માટે પહેલાથી જ એમ માનવામાં આવતુ હતુ કે, તે ઇમ્પેક્ટ પ્લેયર હશે.
15મી ઓવરના ચોથા બોલ પર જે જરુરી હતી હૈદરાબાદને એ રાહત મળી હતી. માર્કન્ડેયે અજિંક્ય રહાણેનો શિકાર ઝડપ્યો છે. રહાણેએ ધીમા બોલને ફટકારતા સ્લિપમાં માર્કરમે તેનો કેચ ઝડપ્યો હતો. પહેલા માર્કરમે હાથ લગાવતા બોલ હવામાં ઉછળ્યો અને બીજા પ્રયાસે કેચ પોતાના હાથમાં ઝડપ્યો હતો.
મયંક ડાગર 14મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર બેક ફુટ પર જઈને ડેવોન કોનવેએ કટ કરીને ચોગ્ગો મેળવ્યો હતો. લાંબી રાહ જોયા બાદ ચેન્નાઈના ખાતામાં બાઉન્ડરીના ચાર રન જમા થયા હતા.
11 મી ઓરમાં 87 રનની ભાગીદારી સાથે ગાયકવાડ અને કોનવેની જોડી હવે તૂટી છે. સ્ટ્રેટ ડ્રાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બોલર ઉમરાન મલિકના પાસે બોલ પહોંચ્યો હતો અને સામે છેડે રહેલ ગાયકવાડ રન આઉટ થઈ પરત ફર્યો છે. તેણે 35 રન નોંધાવ્યા હતા.
મયંક માર્કડેય 10મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર ડેવોન કોનવેએ ઉઠાવીને શોટ જમાવતા કવર તરફ ચોગ્ગો ફટકાર્યો હતો. ગેપમાંથી બોલ નિકળીને સીધો સીમા રેખા પાર ગયો હતો.
અંતિમ ત્રણ ઓવરમાં એક પણ બાઉન્ડરી ચેન્નાઈના બેટરોએ નિકાળી નથી. ઓપનિંગ જોડીએ આક્રમક અંદાજ સાથે પાવર પ્લેમાં રમત બતાવી હતી.પરંતુ પાવર પ્લે બાદ બાઉન્ડરી આવી રહી નથી. આમ સિંગલ અને ડબલ્સ વડે રન નિકાળી રહ્યા છે.
પાવર પ્લેની અંતિમ ઓવરમાં ડેવોન કોનવેએ ધમાલ મચાવી દીધી છે. માર્કો યાનસન લઈને આવેલ ઓવરમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલ પર છગ્ગો પુલ કરીને મેળવ્યો હતો. ઓવરમાં 23 રન નિકાળ્યા હતા.
એડન માર્કરમ ત્રીજી ઓવર ઈનીંગની લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બંને બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. કોનવેએ પ્રથમ ચોગ્ગો પોઈન્ટ પાસેથી મેળવ્યો હતો. આગળના બોલે બેકફુટ થી કવર તરફ ફટકારીને ચોગ્ગો મેળવ્યો હતો.
બીજી ઓવર લઈને માર્કો યાન્સેન આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર પહેલા ડેવોન કોનવેએ ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ઓવરના અંતિમ બોલ પર ગાયકવાડે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 11 રન ચેન્નાઈને મળ્યા હતા.
ઈનીંગના પ્રથમ બોલ પર જ ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડે ચોગ્ગો ફટકાર્યો છે. ભુવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યો હતો અને 6 રન ગુમાવ્યા હતા. ગાયકવાડ અને ડેવોન કોનવેની જોડી ઓપનિંગ કરવા માટે આવી હતી.
અંતિમ ઓવરના અંતિમ બોલ પર વોશિંગ્ટન સુંદર રન આઉટ થયો હતો. આમ સાતમી વિકેટ ગુમાવી હતી. સાથે જ 20 ઓવરના અંતે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 134 રનનો સ્કોર ચેપોકમાં નોંધાવ્યો હતો.
તુષાર દેશપાંડેના બોલને વોશિંગ્ટન સુંદરે ડ્રાઈવ કરીને બાઉન્ડરી મેળવી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ એક મોટી રાહત સમાન બાઉન્ડરી મળી છે. 10 ઓવર બાદ ગતિ રનની ધીમી પડ્યા બાદ આ એક રાહત રુપ શોટ છે.
પથીરાણા 18મી ઓવર લઈને આવ્યો હતો. ગતિ પરીવર્તન કરીને તેણે માર્કો ક્લાસેનને પોતાની જાળમાં ફસાવ્યો હતો. માર્કોએ સીધો જ એક્સ્ટ્રા કવર પર ગાયકવાડને કેચ આપ્યો હતો. આમ તે 17 રન નોંધાવીને પરત ફર્યો હતો.
17મી ઓવર લઈને મહીષ થીક્ષના આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર માર્કો ક્લાસેને ચોગ્ગો ફટકાર્યો હતો. બોલને બાઉન્ડરી પર જતો રોકવા માટે ત્રણ ફિલ્ડરો બોલની પાછળ દોડ્યા હતા. પરંતુ 36 બોલ બાદ બાઉન્ડરી જોવા મળી છે.
અંતિમ ચોગ્ગો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને 11 મી ઓવરમાં મળ્યો હતો. 16 ઓવર સમાપ્ત થઈ ચુકી છે. પરંતુ 11 મી ઓવર બાદ હજુ સુધી ચોગ્ગો હૈદરાબાદના ખાતામાં જોવા નથી મળી રહ્યો. આમ રમત હવે વિકેટો ગુમાવવાને લઈ ધીમી થઈ ચુકી છે.
રવિન્દ્ર જાડેજાએ વધુ એક સફળતા ચેન્નાઈને અપાવી છે. જાડેજાએ પોતાનો ત્રીજો શિકાર મેચમાં ઝડપતા મયંક અગ્રવાલને આઉટ કર્યો છે. અગ્રવાલ આગળ આવીને મોટો શોટ લગાવવાનો પ્રયાસ ચૂકી જતા ધોનીએ સ્ટંપીંગ કરી દીધો હતો. આમ માત્ર 2 રન નોંધાવીને જ તે પરત ફર્યો હતો. આ પહેલા ઓવરની શરુઆતે તેનો કેચ ડ્રોપ થયો હતો.
13 મી ઓવર લઈને થીક્ષના આવ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમનો શિકાર તેણે કર્યો હતો. માર્કરમ 12 રન નોંધાવીને પરત ફર્યો હતો. હૈદરાબાદે ચોથી વિકેટ ગુમાવી દીધી છે.
હૈદરાબાદે ત્રીજી વિકેટ પણ ગુમાવી છે. રાહુલ ત્રિપાઠી (21)નું ખરાબ ફોર્મ ચાલુ છે. રવિન્દ્ર જાડેજાએ પણ તેનો શિકાર કર્યો છે, જે પહેલા જ વિકેટ લઈ ચૂક્યો હતો.
પથીરાણા 11 મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર એડન માર્કરમે પંચ કરી દઈને બેકવર્ડ પોઈન્ટની દીશામાં ગેપમાંથી ચોગ્ગો ફટકારી દીધો હતો. ઓવરમાં 7 રન આવ્યા હતા
લોંગ ઓન પર પુલ કરવાના પ્રયાસમાં અભિષેક શર્માએ વિકેટ ગુમાવી દીધી છે. અભિષેક સારુ રમી રહ્યો હતો, ત્યાં જ તે 34 રન નોંધાવીને રવિન્દ્ર જાડેજાના બોલ પર રહાણેના હાથમાં કેચ આપી દીધો હતો.
મોઈન અલી 7મી ઓવર લઈને આવ્યો હતો. મોઈનનુ સ્વાગત વિશાળ છગ્ગા વડે રાહુલે સ્વાગત કર્યુ હતુ. વાઈડ લોંગ ઓન તરફ આ છગ્ગો ફટકાર્યો હતો અને ઓવરમાં હૈદરાબાદને 10 રન મળ્યા હતા.
પાવર પ્લેની અંતિમ ઓવરના અંતિમ બોલ પર અભિષેકે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ ટીમનો સ્કોર પાવર પ્લેમાં એક વિકેટના નુક્શાન પર 45 રન થયો હતો. આમ
આકાશ સિંહને આખરે પ્રથમ શિકાર મેચમાં ઝડપવામાં સફળતા મળી છે. ઓપનર હેરી બ્રુકે બેકવર્ડ પોઈન્ટ પર રહેલા ઋતુરાજ ગાયકવાડના હાથમાં કેચ આપ્યો હતો. આમ બ્રુક 18 રનનુ યોગદાન આપીને પરત ફર્યો હતો.
તુષાર દેશપાંડે ચોથી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના અંતિમ બંને બોલ પર હેરી બ્રુકે સળંગ બે બાઉન્ડરી ફટકારી હતી. પહેલો ચોગ્ગો રુમ બનાવીને કવર અને પોઈન્ટ વચ્ચેથી મેળવ્યો હતો. જ્યારે અંતિમ બોલ પર બીજો ચોગ્ગો ફાઈન લેગ તરફ ફટકાર્યો હતો.
આકાશ સિંહ ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર અભિષેક શર્માએ શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. આ વિશાળ છગ્ગો સ્કેવર લેગની દીશામાં ફટકાર્યો હતો.
બીજી ઓવર લઈને તુષાર દેશપાંડે આવ્યો હતો. ઓવરના 5 બોલ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતિમ બોલ પર અભિષેક શર્માએ સ્લાઈસ કરી બેકવર્ડ પોઈન્ટ ઉપરથી ચોગ્ગો ફટકારી દીધો હતો. ઓવરમાં 7 રન હૈદરાબાદના ખાતામાં આવ્યા હતા.
અભિષેક શર્મા ઓપનર તરીકે હેરી બ્રૂક સાથે આવ્યો છે. બંનેની જોડીએ રમતની શરુઆત કરી છે. આકાશ સિંહે ચેન્નાઈ તરફથી પ્રથમ ઓવર કરી છે. પ્રથમ ઓવરના અંતિમ બોલ પર બ્રુકે ગેપમાં ચોગ્ગો નિકાળ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદ: એડન માર્કરામ (કેપ્ટન), મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને ઉમરાન મલિક
ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન – વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, મહિષ થીક્ષાના, મતિષા પથીરાના અને આકાશ સિંહ
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનુ પસંદ કર્યુ છે. આમ સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરવા માટે મેદાને ઉતરશે.
🚨 Toss Update 🚨@ChennaiIPL win the toss and elect to field first against @SunRisers.
Follow the match ▶️ https://t.co/0NT6FhLcqA#TATAIPL | #CSKvSRH pic.twitter.com/OA4x0K9mVB
— IndianPremierLeague (@IPL) April 21, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023 માં અત્યાર સુધી પાંચ મેચ રમીને 3 માં જીત અને 2 માં હાર મેળવી છે. પોઈન્ટ્સ ટેબલમાં ધોની સેના ત્રીજા સ્થાને છે. ચેન્નાઈએ અંતિમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 8 રનથી રોમાંચક મેચમાં જીત મેળવી હતી.
Published On - 6:38 pm, Fri, 21 April 23