RR vs CSK IPL 2023 Highlights : ચેન્નાઈ સાથે બીજી મેચ જીતી રાજસ્થાનની ટીમ, એડમ ઝામ્પાએ ત્રણ વિકેટ લીધી

Rajasthan Royals vs Chennai Super Kings Ipl 2023 Match Highlights in Gujarati : આ સાથે આ સિઝનમાં ચેન્નાઈની ટીમ રાજસ્થાન સામે બીજી વાર હારી છે. 20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર - 170/6 રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સ 32 રનથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે નંબર 1 બની છે.

RR vs CSK IPL 2023 Highlights : ચેન્નાઈ સાથે બીજી મેચ જીતી રાજસ્થાનની ટીમ, એડમ ઝામ્પાએ ત્રણ વિકેટ લીધી
IPL 2023 CSK vs RR live score
| Edited By: | Updated on: Apr 27, 2023 | 11:25 PM

આઈપીએલ 2023ની 37મી મેચ આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચમાં ટોસ જીતીને રાજસ્થાને પ્રથમ બેંટિગ પસંદ કરી હતી. હોમ ગ્રાઉન્ડ ભલે રાજસ્થાનનું હતું, પણ સ્ટેડિયમમાં ધોનીના સમર્થકો વધારે જોવા મળ્યા હતા. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે રાજસ્થાનને શાનદાર શરુઆત અપાવી હતી. 20 ઓવરના અંતે રાજસ્થાન રોયલ્સનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 202 રન રહ્યો હતો.

203 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ચેન્નાઈની શરુઆત ધીમી રહી હતી. ઓપનર્સ અને મિડલ ઓર્ડર આઉટ થયા બાદ શિવમ દુબે- મોઈન અલીએ આક્રમક ઈનિંગ રમી હતી. પણ ઝામ્પાની શાનદાર બોલિગને કારણે રાજસ્થાન રોયલ્સે શાનદાર જીત મેળવી હતી. આ સાથે આ સિઝનમાં ચેન્નાઈની ટીમ રાજસ્થાન સામે બીજી વાર હારી છે. 20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 170/6 રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સ 32 રનથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે નંબર 1 બની છે.

આજની મેચની મોટી વાતો

  • રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસન રાજસ્થાન તરફથી 200મી મેચ રમવા ઉતર્યો હતો.
  • જયસ્વાલ અને બટલર વચ્ચે પ્રથમ 5 ઓવરમાં 50 રનની પાટર્નરશિપ થઈ હતી.
  • યશસ્વી જયસ્વાલે 26 બોલમાં 50 રન બનાવીને આઈપીએલ કરિયરની 18મી ફિફટી ફટકારી હતી.
  • જયપુરના સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં આઈપીએલ ઈતિહાસમાં પહેલી વાર 200 રન બન્યા છે.
  • શિવમ દુબેએ 29 બોલમાં ફિફટી ફટકારી હતી. તેણે સતત ત્રીજી ફિફટી ફટકારી હતી.

 

રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 43 બોલમાં 77 રન બનાવ્યા હતા. જોસ બટલરે 27 રન, સંજૂએ 17 રન, હેટમાયરે 8 રન, ધ્રુવ જુલેરે 34 રન અને દેવદત્ત પડિક્કલ 23 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 6 સિક્સર અને 20 ચોગ્ગા જોવા મળ્યા હતા.

બીજી ઈનિંગમાં રાજસ્થાન તરફથી એડમ ઝામ્પાએ 3 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. અશ્વિને 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવે 3 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન

ચેન્નાઈ તરફથી પ્રથમ ઈનિંગમાં દેશપાંડેએ 4 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ લીધી હતી. તિક્ષ્ણાએ 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી. જાડેજાએ 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે 47 રન, ડેવોન કોનવેએ 8 રન, રાહાણે 15 રન, શિવમ દુબે 52 રન, રાયડુએ 0 રન, મોઈન અલીએ 23 રન અને જાડેજાએ 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 7 સિક્સર અને 13 ચોગ્ગા જોવા મળ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Apr 2023 11:15 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : રાજસ્થાન રોયલ્સની શાનદાર જીત

    અંતિમ ઓવરમાં ચેન્નાઈને જીત માટે 37 રનની જરુર હતી.શિવબ દુબેની ફિફટી છતા, ચેન્નાઈની ટીમ ટાર્ગેટ ચેઝ કરી શકી ન હતી. 20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 170/6

  • 27 Apr 2023 11:00 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 18 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 157/5

     

    ચેન્નાઈ તરફથી શિવમ દુબે 48 રન અને જાડેજા 14 રન સાથે રમી રહ્યા છે. જીત માટે 12 બોલમાં 46 રનની જરુર છે. સંદીપની ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 18 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 157/5


  • 27 Apr 2023 10:56 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 17 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 145/5

     

    ચેન્નાઈ તરફથી શિવમ દુબે 46 રન અને જાડેજા 4 રન સાથે રમી રહ્યા છે. જીત માટે 18 બોલમાં 58 રનની જરુર છે. આ ઓવરમાં 2 ચોગ્ગા અને 1 સિક્સર જોવા મળી. 17 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 145/5

  • 27 Apr 2023 10:51 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 16 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 129/5

     

    ચેન્નાઈ તરફથી શિવમ દુબે 31 રન અને જાડેજા 3 રન સાથે રમી રહ્યા છે. જીત માટે 24 બોલમાં 74 રનની જરુર છે. 16 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 129/5

     

  • 27 Apr 2023 10:41 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : ચેન્નાઈની પાંચમી વિકેટ પડી

    એડમ ઝામ્પાએ આજે ત્રીજી વિકેટ લીધી છે. મોઈન અલી ઝામ્પાની ઓવરમાં કેચ આઉટ થયો છે. 12 બોલમાં 23 રન બનાવી મોઈન અલી આઉટ થયો છે. 15 ઓવરમાં ચેન્નાઈનો સ્કોર – 125/5

     

  • 27 Apr 2023 10:36 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 13 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 113/4

     

    ચેન્નાઈ તરફથી શિવમ દુબે 22 રન અને મોઈન અલી 19 રન સાથે રમી રહ્યા છે. શિવમ દુબે પ્રથમ 2 બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. જીત માટે 36 બોલમાં 90 રનની જરુર છે. 13 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 113/4

  • 27 Apr 2023 10:32 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 13 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 98/4

     

    ચેન્નાઈ તરફથી શિવમ દુબે 8 રન અને મોઈન અલી 8 રન સાથે રમી રહ્યા છે. ચહલની ઓવરમાં 1 સિક્સર અને 1 ચોગ્ગો મોઈન અલીની બેટથી જોવા મળ્યો.
    જીત માટે 42 બોલમાં 105 રનની જરુર છે. 13 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 98/4

  • 27 Apr 2023 10:22 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : ઈમ્પેક્ટ પ્લેયર રાયડુ આઉટ

    અશ્વિનની ઓવરમાં રાયડુ ડક આઉટ થયો છે. હોલ્ડરે કેચ પકડીને ચેન્નાઈની મુશ્કેલીમાં વધારો કર્યો છે. 11 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર- 74/4

  • 27 Apr 2023 10:19 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : રાહાણેની વિકેટ પડી

    ચેન્નાઈ સુપર કિંગ્સની ત્રીજી વિકેટ પડી, અશ્વિન સામે રાહાણે છઠ્ઠીવાર આઉટ થયો

  • 27 Apr 2023 10:14 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : ગાયકવાડ 3 રનથી ફિફટી ચૂક્યો

    એડમ ઝામ્પાની ઓવરમાં ફરી એકવાર ચેન્નાઈના ખેલાડીની વિકેટ પડી છે. ગાયકવાડ 47 રન બનાવી આઉટ થયો છે. પડિક્કલે એક શાનદાર કેચ પકડી ટીમને જીત અપાવી હતી. 10 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 71/2 . જીત માટે 60 બોલમાં 132 રનની જરુર છે.

  • 27 Apr 2023 10:11 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 9 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 68/1

     

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 47 રન અને રાહાણે 13 રન સાથે રમી રહ્યા છે. જીત માટે 66 બોલમાં 135 રનની જરુર છે. 9 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 68/1

  • 27 Apr 2023 10:06 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 8 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 59/1

     

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 46 રન અને રાહાણે 5 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં અંતિમ બોલ પર એક ચોગ્ગો જોવા મળ્યો. 8 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 59/1

  • 27 Apr 2023 09:56 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : ચેન્નાઈની પ્રથમ વિકેટ પડી

    પાવર પ્લેની અંતિમ ઓવરના અંતિમ બોલ પર ચેન્નાઈની પ્રથમ વિકેટ પડી. એડમ ઝામ્પાની ઓવરમાં ડેવોન કોનવે 8 રન બનાવી આઉટ થયો હતો. તેણે આ સિઝનમાં સતત 4 ફિફટી ફટકારી હતી. સંદિપ શર્માએ કેચ પકડી પ્રથમ સફળતામાં યોગદાન આપ્યું હતું.

  • 27 Apr 2023 09:50 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 5 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 35/0

     

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 28 રન અને કોનવે 7 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં ગાયકવાડે 1 ચોગ્ગો ફટકાર્યો હતો. 5 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 35/0

  • 27 Apr 2023 09:46 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 4 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 25/0

     

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 13 રન અને કોનવે 6 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં ગાયકવાડે 1 સિક્સર અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. 4 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 25/0

  • 27 Apr 2023 09:38 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 2 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 12/0

     

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 7 રન અને કોનવે 5 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં રાજસ્થાનની ટીમે 2 કેચ પકડવાની તક ગુમાવી હતી. 2 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 12/0

  • 27 Apr 2023 09:32 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 1 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 7/0

     

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ અને કોનવે બેટિંગ માટે આવ્યા છે. રાજસ્થાનની ટીમે 203 રનનો ટાર્ગેટ આપ્યો છે. અંતિમ બોલ પર એક ચોગ્ગો જોવા મળ્યો. 1 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 7/0

  • 27 Apr 2023 09:13 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 20 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 202/5

     

    અંતિમ ઓવરમાં ધોનીના થ્રોને કારણે ધ્રુવ જુલેર રન આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં 4 ચોગ્ગા અને 1 સિક્સર પણ જોવા મળી હતી. 20 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 202/5

  • 27 Apr 2023 09:03 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 19 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 182/4

     

    રાજસ્થાન તરફથી દેવદત્ત પડિક્કલ 20 રન અને જુરેલ 23 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા અને 1 શાનદાર સિકસ્ર જોવા મળી. 19 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 182/4

  • 27 Apr 2023 09:00 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 18 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 166/4

     

    રાજસ્થાન તરફથી દેવદત્ત પડિક્કલ 15 રન અને જુરેલ 12 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 18 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 166/4

  • 27 Apr 2023 08:54 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 17 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 153/4

     

    રાજસ્થાન તરફથી દેવદત્ત પડિક્કલ 5 રન અને જુરેલ 9 રન સાથે રમી રહ્યાં છે. 17 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 153/4. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 27 Apr 2023 08:50 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : હેટમાયર 8 રન બનાવી આઉટ

    તિક્ષ્ણાની ઓવરમાં રાજસ્થાનનો દમદાર બેટર હેટમાયર 8 રન બનાવી આઉટ થયો છે.

  • 27 Apr 2023 08:49 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 16 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 146/3

     

    રાજસ્થાન તરફથી હેટમાયર 8 રન અને જુરેલ 8 રન સાથે રમી રહ્યાં છે. 16 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 146/3

  • 27 Apr 2023 08:37 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : યશસ્વી જયસ્વાલ આઉટ

    દેશપાંડેની ઓવરમાં રાજસ્થાનની બીજી વિકેટ પડી. આક્રમક બેટિંગ કરી રહેલા જયસ્વાલ 77 રન બનાવી આઉટ થયો છે. 14 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 132/3

  • 27 Apr 2023 08:33 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : રાજસ્થાનની બીજી વિકેટ પડી

    રાજસ્થાન માટે 200મી મેચ રમી રહેલો સંજૂ સેમસન, દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો છે. 17 બોલમાં 17 રન ફટકારી સંજૂ સેમસન આઉટ થયો છે.

  • 27 Apr 2023 08:31 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 13 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 125/1

     

    રાજસ્થાન તરફથી સંજૂ સેમસન 16 રન અને જયસ્વાલ 73 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. જાડેજાની ઓવરમાં 12 રન રાજસ્થાનને મળ્યા. 13 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 125/1

  • 27 Apr 2023 08:27 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 12 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 113/1

     

    રાજસ્થાન તરફથી સંજૂ સેમસન 12 રન અને જયસ્વાલ 66 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં જાડેજા અને કોનવે તરફથી શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી.

  • 27 Apr 2023 08:19 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 10 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 100/1

     

    રાજસ્થાન તરફથી સંજૂ સેમસન 5 રન અને જયસ્વાલ 61 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 10 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 100/1

  • 27 Apr 2023 08:09 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : જોસ બટલર આઉટ

    રવિન્દ્ર જાડેજાની ઓવરમાં બટલર 27 રન બનાવી કેચ આઉટ થયો છે. શિવમ દુબે એ કેચ પકડીને ચેન્નાઈને સફળતા અપાવી હતી. 8.2 ઓવરમાં ચેન્નાઈનો સ્કોર – 86/1

  • 27 Apr 2023 08:08 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 8 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 85/0

     

    રાજસ્થાન તરફથી બટલર 27 રન અને જયસ્વાલ 52 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 8 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 85/0

  • 27 Apr 2023 08:05 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : જયસ્વાલની ફિફિટી

    યશસ્વી જયસ્વાલે આઈપીએલ કરિયરની 18મી ફિફટી ફટાકારી છે. તેણે આજે 26 બોલમાં ફિફટી ફટકારી છે. 7 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 75/0. આ ઓવરમાં એક સિક્સર પણ જોવા મળી હતી.

  • 27 Apr 2023 08:00 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 6 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 64/0

     

    રાજસ્થાન તરફથી બટલર 23 રન અને જયસ્વાલ 40 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં બટલરે પ્રથમ અને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. 6 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 64/0

  • 27 Apr 2023 07:57 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 5 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 54/0

     

    રાજસ્થાન તરફથી બટલર 14 રન અને જયસ્વાલ 39 રન સાથે રમી રહ્યાં છે. જયસ્વાલની બેટથી આ ઓવરમાં એક શાનદાર સિક્સર જોવા મળી. 5 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 54/0

  • 27 Apr 2023 07:50 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 4 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 45/0

     

    રાજસ્થાન તરફથી બટલર 13 રન અને જયસ્વાલ 31 રન સાથે રમી રહ્યાં છે. 4 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 45/0. આ ઓવરમાં જયસ્વાલ માટે એક એલબીડબ્લયૂ રિવ્યૂ લેવામાં આવ્યો હતો. જેમાં જયસ્વાલ નોટઆઉટ જાહેર થયો હતો અને ચેન્નાઈની ટીમે 1 રિવ્યૂ ગુમાવ્યો હતો.

  • 27 Apr 2023 07:45 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 3 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 42/0

     

    રાજસ્થાન તરફથી બટલર 11 રન અને જયસ્વાલ 27 રન સાથે રમી રહ્યાં છે. આકાશની આ ઓવરમાં 3 ચોગ્ગા અને 1 સિક્સર જોવા મળી. 3 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 42/0

  • 27 Apr 2023 07:41 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : 2 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 24/0

     

    રાજસ્થાન તરફથી બટલર 11 રન અને જયસ્વાલ 13 રન સાથે રમી રહ્યાં છે. દેશપાંડેની આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 2 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 24/0

  • 27 Apr 2023 07:32 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : રાજસ્થાનની બેટિંગ શરુ

    રાજસ્થાન રોયલ્સની ટીમ ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરી છે. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને બટલર બેટિંગ માટે આવ્યા છે. ઓવરની શરુઆતમાં જ જયસ્વાલે 2 શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. 1 ઓવર બાદ રાજસ્થાન રોયલ્સનો સ્કોર – 14/0. આ ઓવરમાં ત્રણ ચોગ્ગા જોવા મળ્યા.

  • 27 Apr 2023 07:10 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

     

     

    રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

    રાજસ્થાન રોયલ્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : ડોનાવોન ફરેરા, મુરુગન અશ્વિન, રિયાન પરાગ, કેએમ આસિફ, કુલદિપ યાદવ

    ચેન્નાઈ સુપર કિંગ્સ  : રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મતિશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ થેક્ષાના, આકાશ સિંહ

    ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેયર્સ : અંબાતી રાયડુ, ડ્વેન પ્રિટોરિયસ, સુભ્રાંશુ સેનાપતિ, શૈક રશીદ, આરએસ હંગરગેકર

  • 27 Apr 2023 07:02 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : રાજસ્થાન રોયલ્સે જીત્યો ટોસ

     

     

    રાજસ્થાન રોયલ્સે જીત્યો ટોસ, ધોનીની ટીમ પ્રથમ કરશે બોલિંગ. આઈપીએલમાં હમણા સુધી ઘણી ઓછીવાર ટોસ જીતનાર કેપ્ટને પ્રથમ બેંટિગ પસંદ કરી છે. આજે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂએ બેટિંગ પસંદ કરી છે.

  • 27 Apr 2023 06:42 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : મેચ પહેલા મેદાન પર ઉતર્યો ધોની

    મેચ પહેલા જયપુરના મેદાનમાં ધોની પ્રેક્ટિસ માટે ઉતરતા જ દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં ધોની ધોનીના નારા સંભળવા મળ્યા હતા. ધોનીએ આઈપીએલ 2023ની 5 ઈનિંગમાં 61 રન બનાવ્યા છે.

  • 27 Apr 2023 06:30 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : આઈપીએલ 2023માં ચેન્નાઈ-રાજસ્થાનની બીજી ટક્કર

    12 એપ્રિલ, 2023ના રોજ રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે સિઝનની પ્રથમ ટક્કર થઈ હતી. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાનની 3 રનથી રોમાંચક જીત થઈ હતી. અંતિમ ઓવરમાં ધોની અને જાડેજા પિચ પર હોવા છતા ચેન્નાઈની ટીમ હારી હતી.

  • 27 Apr 2023 06:04 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : બંને ટીમ વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ

    ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલમાં 27 મેચ રમાઈ છે જેમાંથી 15 મેચમાં ચેન્નાઈની અને 12 મેચમાં રાજસ્થાનની ટીમની જીત થઈ છે. જયુપરના સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે 7 મેચ રમાઈ છે. જેમાંથી 4 મેચમાં રાજસ્થાનની જીત થઈ છે અને 3 મેચમાં ચેન્નાઈની જીત થઈ છે.

  • 27 Apr 2023 06:02 PM (IST)

    RR vs CSK IPL 2023 Live Score : આજે ચેન્નાઈ-રાજસ્થાન વચ્ચે ટક્કર

    આઈપીએલ 2023ની 37મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. રાજસ્થાન રોયલ્સની ટીમ આજની મેચ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સના વિજયરથને અટકાવવાનો પ્રયાસ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 7 મેચમાં 5 જીત-2 હાર અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 1 છે. જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ 7 મેચમાં 4 જીત-3 હાર અને 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.