
આઈપીએલ 2023ની 37મી મેચ આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચમાં ટોસ જીતીને રાજસ્થાને પ્રથમ બેંટિગ પસંદ કરી હતી. હોમ ગ્રાઉન્ડ ભલે રાજસ્થાનનું હતું, પણ સ્ટેડિયમમાં ધોનીના સમર્થકો વધારે જોવા મળ્યા હતા. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે રાજસ્થાનને શાનદાર શરુઆત અપાવી હતી. 20 ઓવરના અંતે રાજસ્થાન રોયલ્સનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 202 રન રહ્યો હતો.
203 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ચેન્નાઈની શરુઆત ધીમી રહી હતી. ઓપનર્સ અને મિડલ ઓર્ડર આઉટ થયા બાદ શિવમ દુબે- મોઈન અલીએ આક્રમક ઈનિંગ રમી હતી. પણ ઝામ્પાની શાનદાર બોલિગને કારણે રાજસ્થાન રોયલ્સે શાનદાર જીત મેળવી હતી. આ સાથે આ સિઝનમાં ચેન્નાઈની ટીમ રાજસ્થાન સામે બીજી વાર હારી છે. 20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 170/6 રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સ 32 રનથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે નંબર 1 બની છે.
પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 43 બોલમાં 77 રન બનાવ્યા હતા. જોસ બટલરે 27 રન, સંજૂએ 17 રન, હેટમાયરે 8 રન, ધ્રુવ જુલેરે 34 રન અને દેવદત્ત પડિક્કલ 23 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 6 સિક્સર અને 20 ચોગ્ગા જોવા મળ્યા હતા.
બીજી ઈનિંગમાં રાજસ્થાન તરફથી એડમ ઝામ્પાએ 3 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. અશ્વિને 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવે 3 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી હતી.
ચેન્નાઈ તરફથી પ્રથમ ઈનિંગમાં દેશપાંડેએ 4 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ લીધી હતી. તિક્ષ્ણાએ 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી. જાડેજાએ 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે 47 રન, ડેવોન કોનવેએ 8 રન, રાહાણે 15 રન, શિવમ દુબે 52 રન, રાયડુએ 0 રન, મોઈન અલીએ 23 રન અને જાડેજાએ 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 7 સિક્સર અને 13 ચોગ્ગા જોવા મળ્યા હતા.
7⃣7⃣ Runs
4⃣3⃣ Balls
8⃣ Fours
4⃣ Sixes@ybj_19 set the stage on fire 🔥 with his dazzling knock for @rajasthanroyals 👌 👌 #TATAIPL | #RRvCSKWatch it here 🎥 👇https://t.co/jTxAMycYQX pic.twitter.com/2McakuA2BJ
— IndianPremierLeague (@IPL) April 27, 2023
WHAT. A. SHOT! ⚡️ ⚡️@ybj_19 is on a rampage 🔥
Some glorious hitting tonight 👌
Follow the match ▶️ https://t.co/LoIryJ4ePJ#TATAIPL | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/c3FZ5bOkZm
— IndianPremierLeague (@IPL) April 27, 2023
WATCH#RRvsCSK 4 down as Shimron Hetmyer gets out!
Maheesh Theekshana strikes to scalp his first wicket of the match 👍 👍
Follow the match ▶️ https://t.co/LoIryJ4ePJ#TATAIPL | #RRvCSK | @ChennaiIPL pic.twitter.com/IOpWanj46G
— IndianPremierLeague (@IPL) April 27, 2023
He is on a roll, this @ashwinravi99! 👌 👌
2⃣ wickets in an over for him! 👏 👏#CSK lose Ajinkya Rahane and Ambati Rayudu.
Follow the match ▶️ https://t.co/LoIryJ4ePJ#TATAIPL | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/DIWFpooR68
— IndianPremierLeague (@IPL) April 27, 2023
🚨 Toss Update 🚨@rajasthanroyals win the toss and elect to bat first against @ChennaiIPL.
Follow the match ▶️ https://t.co/wKHNy124q1 #TATAIPL | #RRvCSK pic.twitter.com/cOrRDDSaEb
— IndianPremierLeague (@IPL) April 27, 2023
The Playing XIs are IN!
What are your thoughts on the two sides today?
Follow the match ▶️ https://t.co/wKHNy124q1 #TATAIPL | #RRvCSK pic.twitter.com/JJpMv7uYvg
— IndianPremierLeague (@IPL) April 27, 2023
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ
રાજસ્થાન રોયલ્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : ડોનાવોન ફરેરા, મુરુગન અશ્વિન, રિયાન પરાગ, કેએમ આસિફ, કુલદિપ યાદવ
ચેન્નાઈ સુપર કિંગ્સ : રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મતિશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ થેક્ષાના, આકાશ સિંહ
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેયર્સ : અંબાતી રાયડુ, ડ્વેન પ્રિટોરિયસ, સુભ્રાંશુ સેનાપતિ, શૈક રશીદ, આરએસ હંગરગેકર
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:12 pm, Thu, 27 April 23