CSK vs PBKS Playing XI IPL 2023: ચેન્નાઈએ ટોસ જીત્યો, બોલર્સને મોકો આપવા માટે બેટિંગ પસંદ કરી-ધોની

CSK vs PBKS Toss and Playing XI News: ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સ પ્લેઓફને નજરમાં રાખી પુરો દમ લગાવતી નજર આવશે.

CSK vs PBKS Playing XI IPL 2023: ચેન્નાઈએ ટોસ જીત્યો, બોલર્સને મોકો આપવા માટે બેટિંગ પસંદ કરી-ધોની
CSK vs PBKS Toss and Playing XI News
| Edited By: | Updated on: Apr 30, 2023 | 3:26 PM

IPL 2023 ની 41 મી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર આજે જામતી જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે. શિખર ધવનની ટીમ પંજાબ પ્રથમ ફિલ્ડીંગ કરતા ચેન્નાઈ સામે રન ચેઝ કરીને જીત માટે દમ લગાવશે. પંજાબ કિંગ્સ માટે આજની મેચ મહત્વની છે. અને તે હવે જીત મેળવવા માટે પૂરી તાકાત અજમાવતી નજર આવી શકે છે. અંતિમ ત્રણ વારની પંજાબ અને ચેન્નાઈ વચ્ચેની ટક્કરમાં ધોની સેના એક પણ વાર પંજાબના કિંગ્સને હરાવવામાં સફળ રહી નથી. આમ જોતા આજની મેચ જબરદસ્ત રહેશે.

ચેન્નાઈની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે શિખર ધવનની ટીમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ચેન્નાઈ સામે હરપ્રીત સિંહને તક આપવામાં આવી છે. આમ પંજાબની અંતિમ ઈલેવનમાં ફેરફાર જોવા મળ્યો છે.

ધોનીએ પ્રથમ બેટિંગ માટે બતાવ્યુ કારણ

હોમગ્રાઉન્ડ પર રમી રહેલ ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેણે નિર્ણય કર્યો હતો કે, આ એક સારી વિકેટ છે. અમે અમારા બોલર્સને થોડો મોકો આપવા ઈચ્છીએ છીએ સાથે જ મને લાગે છે કે આ વિકેટમાં વધારે પરિવર્તન આવશે. બીજી તરફ શિખર ધવને પણ કહ્યુ હતુ કે, અમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ બેટિંગ કરવા ઈચ્છતાા હતા. ઝાકળને કારણે ધવને આ બતાવ્યુ હતુ. જોકે તેણે કહ્યુ હતુ કે, અમે સકારાત્મક રહેવા પ્રયાસ કરી રહ્યા છીએ.

 

 

ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની પ્લેઈંગ 11

ચેન્નાઈ સુપર કિંગ્સ: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, મહેન્દ્ર સિંહ ધોની, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષાના, મથિશા પથિરાના.

પંજાબ કિંગ્સ: શિખર ધવન, અથર્વ તાયડે, લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, જીતેશ શર્મા, સેમ કરણ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

 

આ પણ વાંચોઃ Cheteshwar Pujara Century: ચેતેશ્વર પુજારાએ WTC Final પહેલા જમાવ્યો રંગ, નોંધાવી બીજી સદી

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 3:20 pm, Sun, 30 April 23