IPL 2021 CSK vs PBKS Live Streaming: જાણો પંજાબ અને ચેન્નાઇ વચ્ચેની ટક્કર ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે.

|

Oct 07, 2021 | 9:47 AM

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. તે જ સમયે, પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમ હજુ પણ ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરી રહી છે.

IPL 2021 CSK vs PBKS Live Streaming: જાણો પંજાબ અને ચેન્નાઇ વચ્ચેની ટક્કર ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે.
chennai super kings

Follow us on

IPL 2021 માં પ્લેઓફની સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) , દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્લેઓફ માટે ક્વોલિફાય થયા છે. KKR, મુંબઈ ઈન્ડીયન્સ સિવાય પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે ચોથા સ્થાન માટે લડાઈ ચાલુ છે. પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમ ગુરુવારે પ્લેઓફમાં જવાની તેમની આશાને જીવંત રાખવાના ઈરાદા સાથે ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો કરશે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પહેલા જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. પંજાબ કિંગ્સને હરાવીને તે ટોપ 2 માં પોતાનું સ્થાન જાળવી રાખવાનો પ્રયત્ન કરશે.

ગયા વર્ષના ખરાબ પ્રદર્શનને ભૂલી ગયા બાદ, આ વર્ષે શાનદાર વાપસી કરનારી ચેન્નાઈની ટીમે યુએઈ સ્ટેજ પર સારું પ્રદર્શન કર્યું છે અને તેમને હરાવવું સહેલું નથી. મોઈન અલીએ બોલિંગ અને બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું છે પરંતુ સુરેશ રૈના અને ધોની (Dhoni) નું ખરાબ ફોર્મ ચેન્નાઈ માટે ચિંતાનો વિષય છે. રવિન્દ્ર જાડેજાએ ફરીથી ઓલરાઉન્ડર તરીકે પોતાની ઉપયોગીતા સાબિત કરતુ યોગદાન આપ્યુ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પંજાબ કિંગ્સને જીતવાની જરૂર છે

પંજાબની વાત કરીએ તો તેમની ટીમ સતત સારું પ્રદર્શન કરી શકી નથી. કેએલ રાહુલ (KL Rahul) ની આગેવાની હેઠળની ટીમ 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. રાહુલે અત્યાર સુધીમાં 528 રન બનાવ્યા છે જ્યારે તેના કર્ણાટકના સાથી મયંક અગ્રવાલે 429 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ તેના અન્ય બેટ્સમેનો રમી શક્યા નથી, જેને લઇ પંજાબ માટે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બોલિંગમાં મોહમ્મદ શામી (18 વિકેટ) અને અર્શદીપ સિંહ (16 વિકેટ) તેના સ્ટાર છે. જ્યારે રવિ બિશ્નોઈએ સ્પિન વિભાગમાં સારું પ્રદર્શન કર્યું છે.

 

ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ ની મેચ ક્યારે રમાશે?

ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (CSK vs PBKS) IPL 2021 ની 53 મી મેચ 7, ઓક્ટોબર, ગુરુવારે રમાશે.

ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ મેચ ક્યાં રમાશે?

દુબઇના દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (CSK vs PBKS) મેચ રમાશે.

ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (CSK vs PBKS) મેચ સાંજે 3:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સાંજે 3 વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સર્સ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (CSK vs PBKS) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (CSK vs PBKS) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

 

આ પણ વાંચોઃ IPL 2021: કાશ્મીર એક્સ્પ્રેસ ઉમરાન મલિકે ઝડપી બોલ નાંખવાનુ સર્જ્યુ તોફાન, 153 થી વધુની ઝડપે બોલ નાંખી તોડ્યો ફરીથી રેકોર્ડ

આ પણ વાંચોઃ IPL 2021, CSK vs PBKS: ચેન્નાઇ આજે હારનો સિલસિલો અટકવાવા પ્રયાસ કરશે, પંજાબ પણ મેદાનમાં આ કારણે આપશે ટક્કર

 

 

Next Article