CSK vs MI Live Score Highlights, IPL 2022 : ટિમ ડેવિડે વિજયી છગ્ગો ફટકાર્યો, મુંબઈનો 5 વિકેટ વિજય

|

May 12, 2022 | 10:54 PM

Chennai Super Kings vs Mumbai Indians Live Score Highlights in Gujarati: ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ લીગના ઈતિહાસમાં સૌથી સફળ ટીમો છે, પરંતુ આ સિઝનમાં બંનેની હાલત ખરાબ છે.

CSK vs MI Live Score Highlights, IPL 2022 : ટિમ ડેવિડે વિજયી છગ્ગો ફટકાર્યો, મુંબઈનો 5 વિકેટ વિજય
CSK vs MI: વાનખેડેમાં થઇ રહી છે ટક્કર

Follow us on

IPL 2022 માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. ચાહકો માટે, આ મેચ લીગની ‘અલ ક્લાસિકો’ છે જ્યાં બે સૌથી સફળ ટીમો સામસામે હોય છે. લીગના ઈતિહાસની બંને સૌથી સફળ ટીમો આ વર્ષે જીત માટે સંઘર્ષ કરી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈની ટીમ બહાર થવાના આરે છે. જો ચેન્નાઈએ તેની બાકી રહેલી આશાઓ જાળવી રાખવી હોય તો આજે કોઈપણને જીતવું પડશે.

 

બંને ટીમોની પ્લેયીંગ 11

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, ટ્રિસ્ટન સ્ટ્બ્સ, રમનદીપ સિંહ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, કુમાર કાર્તિકેય, ઋતિક શોકિન, જસપ્રીત બુમરાહ, અને રિલે મેરેડિથ.

ચેન્નાઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, ડેવેન કોનવે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), ડ્વેન બ્રાવો, મહિષ તિક્ષણા, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 12 May 2022 10:43 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ટિમ ડેવિડનો વિજયી છગ્ગો

  • 12 May 2022 10:41 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: હૃતિક શોકીન બોલ્ડ

    મોઈન અલીએ 13મી ઓવરમાં પોતાની ટીમને મોટી સફળતા અપાવી હતી. બોલ હૃતિક શોકીનના બેટની અંદરના કિનારે અથડાયો અને સીધો સ્ટમ્પ પર ગયો. તે 23 બોલમાં 18 રન બનાવીને પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા

  • 12 May 2022 10:24 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: મહિષે આપી બે બાઉન્ડરી

    10મી ઓવર લઈને મહિષ તિક્ષણા આવ્યો હતો. તેની ઓવરમાં ચોથા બોલ પર ઋતિક શોકિને બાઉન્ડરી ફટકારી હતી. જ્યારે તિલક વર્માએ અંતિમ બોલ પર શોર્ટ થર્ડ મેન પર ચાર રન મેળવ્યા હતા. આમ 2 ચોગ્ગા ઓવરમાં આવ્યા હતા. 11 રન મુંબઈને મળ્યા હતા.

  • 12 May 2022 10:15 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: શોકિને ચોગ્ગો ફટકાર્યો

    9મી ઓવરની શરુઆતે જ ઋતિક શોકિને ડ્વેન બ્રાવોના બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. પ્રથમ સ્લિપ પાસેથી તેણે બોલને બાઉન્ડરીની પાર મોકલ્યો હતો. ઓવરમાં 9 રન આવ્યા હતા.

  • 12 May 2022 10:12 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: તિલકની વધુ એક બાઉન્ડરી

    8મી ઓવરના ત્રીજા બોલ પર તિલક વર્માએ બાઉન્ડરી ફટકારી હતી. આ ઓવર સિરજીત લઈને આવ્ચો હતો. ઓવરમાં માત્ર આ એક બાઉન્ડરીના રુપમાં રન આવ્યા હતા

  • 12 May 2022 09:59 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: તિલક વર્માએ બાઉન્ડરી મેળવી

    મુકેશ ચૌધરી ઈનીંગની 7મી ઓવર લઈને આવ્ચો હતો. ઓવરનો બીજો બોલ 140 કીમી થી વધુ ઝડપનો હતો. તેની પર તિલકે ફાઈન લેગ પર બાઉન્ડરી મેળી હતી.

  • 12 May 2022 09:52 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: મુંબઈની ચોથી વિકેટ, મુકેશ ચૌધરી રોમાંચ વધાર્યો

    ડેબ્યૂ કરનારા ટ્રિસ્ટન સ્ટ્બ્સ શૂન્ય રને જ આઉટ થયો છે. તેણે 2 બોલનો સામનો કરીને શૂન્ય રનમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. મુકેશ ચૌધરીએ તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

  • 12 May 2022 09:49 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: મુંબઈને લાગ્યો વધુ એક ઝટકો

    ડેનિયલ સેમ્સ એલબીડબલ્યુ આઉટ થયો છે. તેણે 1 જ રન કરીને વિકેટ ગુમાવી દીધી છે. મુકેશ ચૌધરીએ તેનો શિકાર કર્યો હતો.

  • 12 May 2022 09:42 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: રોહિત શર્મા આઉટ

    ચોથી ઓવર લઈને સિમરજીત સિંહ આવ્યો હતો અને તેણે રોહિત શર્માનો શિકાર કર્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર જ રોહિત શર્માને તેણે ધોનીના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. રોહિતે 14 રન 18 બોલનો સામનો કરીને બનાવ્યા હતા.

  • 12 May 2022 09:40 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: રોહિતે વધુ એક ચોગ્ગો જમાવ્યો

    ચોથી ઓવરના પ્રથમ બોલ પર રોહિત શર્માએ મીડ ઓફ અને મીડ ઓન વચ્ચે ચોગ્ગો ફટકાર્યો હતો. સિમરજીત આ ઓવર લઈને આવ્યો હતો. તેનો આગળનો બોલ સિમરજીતે વાઈડ કર્યો હતો અને તે બાઉન્ડરીની પાર પહોંચતા 5 રન મળ્યા હતા.

  • 12 May 2022 09:39 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: રોહિત શર્માના વધુ બે ચોગ્ગા

    ત્રીજી ઓવર લઈને મુકેશ ચૌધરી આવ્યો હતો. મુકેશના બીજા અને ચોથા બોલ પર રોહિત શર્માએ બાઉન્ડરી મેળવી હતી. મીડ ઓફ પર પહેલા અને સ્ટ્રેઈટમાં બીજો ચોગ્ગો ફટકાર્યો હતો. મુંબઈને 10 રન ઓવરમાં મળ્યા હતા.

  • 12 May 2022 09:37 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: રોહિતની બાઉન્ડરી

    રોહિત શર્માએ બીજી ઓવરમાં બાઉન્ડરી ફટકારી હતી. આ સાથે જ ઓવરમાં મુંબઈને 5 રન મળ્યા હતા. આ ઓવર સિમરજીત સિંહ લઈને આવ્યો હતો.

  • 12 May 2022 09:26 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: મુંબઈને લાગ્યો પ્રથમ ઝટકો

    મુંબઈ ઈન્ડિયન્સને પણ પ્રથમ ઓવરમાં જ ઝટકો લાગ્યો છે. ઓપનર ઈશાન કિશનની વિકેટ મુંબઈએ ગુમાવી દીધી છે. મુકેશ ચૌધરીએ તેને ધોનીના હાથમાં કેચ ઝડપાવી દીધો હતો. આમ સસ્તામાં ઇશાન પરત ફર્યો હતો.

  • 12 May 2022 09:24 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: મુંબઈની બેટીંગ શરુ

    ઈશાન કિશન અને રોહિત શર્મા બંને ઓપનીંગ જોડી તરીકે ક્રિઝ પર આવ્યા છે. સામે ચેન્નાઈ તરફ થી મુકેશ ચૌધરી પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. ઈશાને બીજા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી.

  • 12 May 2022 09:05 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: મુકેશ ચૌધરી રન આઉટ, ચેન્નાઈ ઓલ આઉટ

    16મી ઓવરના છેલ્લા બોલ પર મુકેશ ચૌધરી રનઆઉટ થયો અને ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. 97 રનમાં જ ચેન્નાઈની ઈનીંગ સમેટાઈ ગઈ હતી. ધોનીએ કીપર તરફ બોલ રમ્યો અને તે સીધો દોડ્યો, જોકે મુકેશ સીધા હિટ વડે પહોંચે તે પહેલા ઈશાને ગીલ્લી ઉડાવી દીધી હતી. તે ચાર બોલમાં ચાર રન બનાવીને પાછો ફર્યો હતો.

  • 12 May 2022 09:05 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ધોનીએ છગ્ગો ફટકાર્યો

    16મી ઓવરમાં ધોનીએ છગ્ગો ફટકાર્યો હતો. એક તરફ અંતિમ વિકેટ છે અને બીજી તરફ ધોનીએ ચોગ્ગા અને છગ્ગો મોકો મળે ત્યાં લગાવવાનો પ્રયાસ કર્યો છે. 16મી ઓવરમાં મેરિડેથની ઓવરમાં ધોનીએ પહેલા બોલે ચોગ્ગો અને ચોથા બોલે છગ્ગો ફટકાર્યો હતો.

  • 12 May 2022 08:51 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ચેન્નાઈની 9મી વિકેટ

    મહિશ તિક્ષણાના રુપમાં નવમી વિકેટ ગુમાવી છે. તે શૂન્ય રન પર જ પરત ફર્યો હતો. તેની વિકેટ રમનદીપ સિંહે ઝડપી હતી.

  • 12 May 2022 08:45 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ચેન્નાઈની 8મી વિકેટ

    કાર્તિકેયે 13મી ઓવરમાં બીજી વિકેટ ઝડપી છે. તેણે રહી સહી ચેન્નાઈની આશાઓને પણ ધોઈ નાંખવા રુપ પ્રયાસ કર્યો છે. સિમરજીત સિંહના રુપમાં ચેન્નાઈએ 8મી વિકેટ ગુમાવી છે. તે એલબીડબલ્યુ આઉટ થયો છે. રિવ્યૂ લેતા તેમાં પણ તે આઉટ જણાયો હતો. માત્ર 2 રન નોંધાવીને તે પરત ફર્યો હતો.

  • 12 May 2022 08:42 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: બ્રાવોના રુપમાં 7મી વિકેટ

    માંડ કોઈ બે આંકડે પહોંચે કે જાણે કે ડગ આઉટમાં પહોંચવાનો કોલ આવી જતો હોય એવી સ્થિતી ચેન્નાઈની લાગી રહી છે. બ્રાવોએ 12 રન નોંધાવ્યા હતા અને તે પરત ફર્યો છે. તેને કાર્તિકેય દ્વારા આઉટ કર્યો છે. તે તિલક વર્માના હાથમાં કેચ ઝડપાયો હતો.

  • 12 May 2022 08:40 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ડ્વેન બ્રાવો એ સિક્સર ફટકારી

    13મી ઓવરના પ્રથમ બોલ ચેન્નાઈને છગ્ગો મળ્યો હતો. કાર્તિકેયના બોલ પર ડ્વેન બ્રાવોએ 98 મીટર લાંબી સિક્સર ડીપ મિડ વિકેટ પર ફટકારી હતી.

  • 12 May 2022 08:31 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ધોનીએ છગ્ગો જમાવ્યો

    ઋતિક શોકીને 10મી ઓવરમાં આવ્યો અને આ વખતે 11 રન આપ્યા. ઓવરના બીજા બોલ પર ધોનીએ ડીપ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી. આગામી ઓવરમાં કુમાર કાર્તિકેયે માત્ર 6 રન આપ્યા હતા.

  • 12 May 2022 08:28 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ધોનીએ ખોલ્યુ બેટ

    કુમાર કાર્તિકેય બોલીંગ કરવા માટે આવ્યો હતો. તેણે 9મી ઓવર નાંખી હતી અને 9 રન ગુમાવ્યા હતા. આ ઓવરમાં ધોનીએ અંતિમ બંને બોલ પર બેક ટુ બેક 2 બાઉન્ડરી ફટકારી હતી.

  • 12 May 2022 08:18 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ચેન્નાઈની છઠ્ઠી વિકેટ

    શિવમ દુબેના રુપમાં ચેન્નાઈને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. ઈશાન કિશને તેનો કેચ ઝડપ્યો હતો. દુબે 10 રન કરીને આઉટ થયો હતો. આમ 39 રનમાં જ ચેન્નાઈએ 6 વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન એમએસ ધોની હજુ ક્રિઝ પર છે અને તેની પાસે હજુ આશાઓ છે કે, તે સન્માનજનક સ્કોર પર ટીમને પહોંચાડે

  • 12 May 2022 08:18 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: દુબેની શાનદાર બાઉન્ડરી

    રિલે મેરેડિથ 8મીન ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલને શિવમ દુબેએ ડીપ મીડ વિકેટ પર થી બાઉન્ડરી બહાર પહોંચાડ્યો હતો.

  • 12 May 2022 08:07 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ચેન્નાઈએ પાંચમી વિકેટ ગુમાવી

    ચેન્નાઈ માટે આજે ખરાબ દિવસ છે. 29 રન પર જ 5મી વિકેટ ગુમાવી દીધી છે. અંબાતી રાયડુના રુપમાં આ વિકેટ ગુમાવી હતી. રાયડુ ઇશાન કિશનના હાથમાં આઉટ થયો હતો. રિલે મેરેડિથે આ સફળતા મેળવી હતી. રાયડુ 10 રન બનાવીને પરત ફર્યો હતો.

  • 12 May 2022 08:06 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: રાયડુની બાઉન્ડરી

    રિલે મેરેડિથ છઠ્ઠી ઓવર લઈને આવ્યો છે. આ ઓવરના ત્રીજા બોલ અંબાતી રાયડુએ બાઉન્ડરી ફટકારી હતી. તેણે કવર પોઈન્ટ પર શોટ લગાવીને બાઉન્ડરી મેળવી હતી.

  • 12 May 2022 08:04 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: આજની મેચમાં DRS ઉપલબ્ધ નથી

    સ્ટેડિયમમાં લાઇટિંગની થોડી સમસ્યા હોવાથી આજની મેચમાં કોઈપણ ટીમ માટે DRSની સુવિધા ઉપલબ્ધ નથી.

  • 12 May 2022 08:03 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ધોનીએ ચોગ્ગો ફટકાર્યો

    પાંચમી ઓવર લઈને ડેનિયલ સેમ્સ આવ્યો હતો. ઓવરમાં ગાયકવાડની વિકેટ તેણે ઝડપી હતી, તેના સ્થાને ધોની ક્રિઝ પર આવ્યો છે. ધોનીએ ઓવરના પાંચમાં બોલ પર ગેપમાંથી બાઉન્ડરી નિકાળી લીધી હતી. ઓવરમાં 8 રન મળ્યા હતા અને ચેન્નાઈનો સ્કોર 25 રન પર પહોંચ્યો હતો.

  • 12 May 2022 07:57 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ગાયકવાડ પરત ફર્યો

    ડેનિયલ સેમ્સે ત્રીજો શિકાર ઝડપ્યો છે, જે ચેન્નાઈ માટે ચોથો ઝટકો છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ ઇશાન કિશનના હાથમાં કેચ ઝડપાયો હતો અને 7 રનના વ્યક્તિગત સ્કોર પર પરત ફર્યો હતો. સેમ્સે ચેન્નાઈની સ્થિતી મુશ્કેલ કરી દીધી છે. ચોથી વિકેટ માત્ર 17 રનના સ્કોર પર જ ગુમાવી દીધી છે.

  • 12 May 2022 07:56 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: રાયડુએ ચાર રન મેળવ્યા

    બુમરાહના બોલ પર વધુ એક બાઉન્ડરી ચોથી ઓવરમાં આવી છે. શોર્ટ થર્ડમેન તરફ અંબાતી રાયડુએ બાઉન્ડરી ફટકારી હતી.

  • 12 May 2022 07:55 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ઋતુરાજે ઈનીંગની પ્રથમ બાઉન્ડરી ફટકારી

    ચેન્નાઈના ખાતામાં બાઉન્ડરી આવી છે. ઈનીંગની પ્રથમ બાઉન્ડરી ઋતુરાજ ગાયકવાડે ફટકારી છે. તેણે બુમરાહ લઈને આવેલ ચોથી ઓવરના પ્રથમ બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. ઓફ ડ્રાઈવ પર સુંદર શોટ હતો.

  • 12 May 2022 07:53 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ડેનિયલ સેમ્સે ચેન્નાઈ પર દબાણ જાળવ્યુ

    ત્રીજી ઓવર ડેનિયલ સેમ્સ લઈને આવ્યો હતો. સેમ્સે ઈનીંગની પ્રથમ ઓવર નાંખવા દરમિયાન બે વિકેટ ઝડપી હતી. હવે તે પોતાની બીજી ઓવર લઈને આવ્યો હતો, જેમાં તેણે માત્ર 1 જ રન આપ્યો હતો. આમ તેની સામે ચેન્નાઈ મુશ્કેલ જણાઈ રહ્યુ છે. અંબાતી રાયડુએ તેના 5 બોલને ખાલી નિકાળ્યા હતા.

  • 12 May 2022 07:46 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ચેન્નાઈની કંગાળ શરુઆત, ઉથપ્પાના રુપમાં ત્રીજી વિકેટ

    હજુ તો બીજી  ઓવર ચાલી રહી છે, ત્યાં જ રોબિન ઉથપ્પાના રુપમાં ચેન્નાઈએ ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. ચેન્નાઈએ પ્રથમ ઓવરમાં 2 મહત્વની વિકેટ ગુમાવ્યા બાદ ઉથપ્પાને પણ ગુમાવતા 5 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી છે. જસપ્રીત બુમરાહે ઉથપ્પાની વિકેટ ઝડપી હતી. માત્ર એક જ રન કરીને ઉથપ્પા આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે ઓવરમાં એક પણ રન આપ્યો નહોતો.

  • 12 May 2022 07:38 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ચેન્નાઈને બીજો ઝટકો, મોઈન અલી આઉટ

    કોનવેના સ્થાન પર આવેલા મોઈન અલીએ પણ શૂન્ય રન પર જ પરત ફરવુ પડ્યુ હતુ. પ્રથમ ઓવરના ચોથા બોલ પર મોઈન અલી ઋતીક શોકિનના હાથમાં કેચ ઝડપાયો હતો. આમ પ્રથમ ઓવરમાં જ ડેનિયલ સેમ્સે ચેન્નાઈને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધુ હતુ.

  • 12 May 2022 07:36 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ચેન્નાઈને પહેલી ઓવરમાંજ ઝટકો

    પ્રથમ ઓવરના બીજા બોલ પર જ ચેન્નાઈને મોટો ઝટકો ડેનિયલ સેમ્સે આપી દીધો હતો. ચેન્નાઈના ઓપનર ડેવેન કોનવેએ ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફરવુ પડ્યુ હતુ. આ સમયે ચેન્નાઈ માત્ર એક જ રનનો સ્કોર ધરાવતુ હતુ. અને ઈનીંગનો તે બીજો બોલ હતો.

  • 12 May 2022 07:33 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ચેન્નાઈની બેટીંગ શરુ

    ઋતુરાજ ગાયકવાડ અને ડેવેન કોનવેની ઓપનીંગ જોડી ક્રિઝ પર આવી પહોંચી છે. સામે ડેનિયલ સેમ્સ મુંબઈ તરફ થી બોલીંગ લઈને આવ્યો છે.

  • 12 May 2022 07:32 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: મુંબઈની પ્લેયીંગ 11

    મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, ટ્રિસ્ટન સ્ટ્બ્સ, રમનદીપ સિંહ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, કુમાર કાર્તિકેય, ઋતિક શોકિન, જસપ્રીત બુમરાહ, અને રિલે મેરેડિથ.

  • 12 May 2022 07:31 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ચેન્નાઈની પ્લેયીંગ 11

    ચેન્નાઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, ડેવેન કોનવે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), ડ્વેન બ્રાવો, મહિષ તિક્ષણા, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી,

  • 12 May 2022 07:07 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: મુંબઈએ જીત્યો ટોસ, ચેન્નાઈ પ્રથમ બેટીંગ કરશે

    રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું, ‘અમે પહેલા બોલિંગ કરીશું. આ નિર્ણય અમારી ટીમ અને મેદાન માટે યોગ્ય છે. અમે અમારા કેટલાક નવા ખેલાડીઓને તક આપવા માંગીએ છીએ કે તેઓ શું કરી શકે.

  • 12 May 2022 07:06 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: મુંબઈ માટે આ મેચ ઔપચારિક છે

    મુંબઈ માટે બાકીની મેચો ઔપચારિકતા છે અને તેણે સારું પ્રદર્શન કરવું પડશે. કેપ્ટન રોહિત શર્મા (200 રન), ઈશાન કિશન (321 રન) બેટિંગની જવાબદારી સંભાળશે. KKR સામે ખોરવાઈ ગયેલા મુંબઈના મિડલ ઓર્ડરે પણ પોતાનું પ્રદર્શન સુધારવું પડશે.

  • 12 May 2022 07:02 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: ચેન્નાઈને આજે કોઈપણ ભોગે જીતની જરૂરી છે

    જો મુંબઈ સામે હારશે તો ચેન્નાઈ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ચેન્નાઈએ છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવ્યું હતું અને તે એ જ લય જાળવી રાખશે તેવી અપેક્ષા છે

  • 12 May 2022 07:01 PM (IST)

    Chennai vs Mumbai, LIVE Score: મુંબઈ vs ચેન્નાઈ

    ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ આજે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. તેનો ઉદ્દેશ્ય ટુર્નામેન્ટમાં ટકી રહેવાનો રહેશે જ્યારે પ્લેઓફની રેસમાંથી બહાર રહેલી મુંબઈ પાસે ગુમાવવા માટે કંઈ નથી.

Published On - 6:58 pm, Thu, 12 May 22