
CSK vs LSG Live Score, IPL 2023 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની છઠ્ઠી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી. ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં આજે મેદાને ઉતરી રહી છે. હોમગ્રાઉન્ડમાં મેચ રમનારી 5 માંથી 4 ટીમો સિઝનમાં જીત મેળવવામાં સફળ રહી છે. આમ ચેન્નાઈ પણ પોતાનુ જીતનુ ખાતુ ખોલાવવા ઈચ્છશે. ચેન્નાઈ સિઝનમાં પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે હાર્યુ હતુ. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ પોતાની પ્રથમ મેચ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે જીત્યુ હતુ. ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈની ટીમ સિઝનમાં પ્રથમ જીત મેળવવા માટે સોમવારે પુરો દમ લગાવવાનો ઈરાદો રાખશે. 4 વાર ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન રહેનારી ચેન્નાઈના માટે ગઈ સિઝન ખરાબ રહી હતી. આ સિઝનમાં હવે હારથી શરુઆત કર્યા બાદ હવે લખનઉ સામે જીત મેળવવા ધોની સેના કમર કસતુ જોવા મળશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમએસ ધોની, દીપક ચહર, મિશેલ સેન્ટનર, રાજ્યવર્ધન હંગરગેકર.
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ, કાયલ માયર્સ, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, આયુષ બડોની, માર્ક વૂડ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.
અંતિમ ઓવરમાં આયુષ બડોની આઉટ થયો છે. અંતિમ ઓવર તુષાર દેશપાંડે લઈને આવ્યો હતો.
17મી ઓવરના ત્રીજા બોલને માટે 3 વાઈડ બોલ દીપક ચહરે કર્યા હતા. ત્યાર બાદ કૃષ્ણપ્પાએ ડીપ મિડવિકેટ પર લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
તુષાર દેશપાંડેની મેચમાં પ્રથમ ઓવર ખરાબ રહી હતી, પરંતુ બીજી ઓવર સારી રહી હતી. તેણે 16મી ઓવરમાં ચેન્નાઈ માટે મહત્વનુ કામ કરી દીધુ હતુ. પૂરનની ઈનીંગને તેણે સમાપ્ત કરી દીધી હતી. પૂરન 32 રન નોંધાવી પરત ફર્યો હતો.
રવિન્દ્ર જાડેજા મેચમાં પોતાની પ્રથમ ઓવર લઈને આવ્યો છે. જોકે જાડેજાએ ઓવરમાં 2 છગ્ગા સહ્ય હતા. ઓવરના ત્રીજા અને પાંચમાં બોલને નિકોલસ પૂરને છગ્ગાના રુપમાં હવાઈ યાત્રા કરાવી હતી. ઓવરમાં 14 રન આવ્યા હતા.
મોઈને ચાર ઓવરમાં 26 રન ગુમાવીને 4 વિકેટ ઝડપી હતી. ચેન્નાઈએ 6 બોલર અજમાવ્યા હતા, આ દરમિયાન જેમાં બેન સ્ટોક્સ અને તુષાર દેશપાંડે ખૂબ જ ખર્ચાળ રહ્યા હતા. જોકે મોઈન અને સેન્ટનરનો સ્પેલ ખતમ થતા લખઉનને રાહત સર્જાઈ હતી. જોકે તે રાહતનો ઉપયોગ બડોની કેવી રીતે કરે છે એ મહત્વનુ છે. હવે રવિન્દ્ર જાડેજા બોલિંગ એટેક પર આવ્યો છે.
14મી ઓવર લઈને મોઈન અલી આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર મોઈને સ્ટોયનીસનો શિકાર કર્યો હતો. તે 21 રન નોંધાવીને પરત ફર્યો હતો.
12મી ઓવર લઈને રાજ્યવર્ધન હંગારગેકર આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર છગ્ગો પૂરને ફટકાર્યા બાદ સળંગ બે ચોગ્ગા ફટકાર્યા હતા. લાંબા સમય બાદ લખનઉને સારી ઓવર નિવડી હતી. ઓવરમાં 15 રન આવ્યા હતા.
10મી ઓવરની શરુઆતે મોઈન અલીએ સ્ટોઈનીસનો છગ્ગો સહ્યો હતો. જોકે અંતિમ બોલ પર વિકેટ મેળવી હતી. મોઈન અલીએ પોતાની ત્રીજી વિકેટના રુપમાં કૃણાલ પંડ્યાને આઉટ કર્યો હતો. કૃણાલ 9 રન નોંધાવી પરત ફર્યો હતો.
9મી ઓવર લઈને મિશેલ સેન્ટનર આવ્યો છે. ઓવરના ત્રીજા બોલે કૃણાલ પંડ્યાએ છગ્ગો જમાવ્યો હતો. તેણે સ્ટેપ આઉટ કરીને લોંગ ઓન પર બોલને રમ્યો હતો.
મોઈન અલીએ બીજી મોટી વિકેટ ઝડપી છે. આ વખતે તેણે કેપ્ટન કેએલ રાહુલને પોતાનો શિકાર બનાવ્યો છે. આ સાથે જ મેચ એકા એક જ પલટાઈ ગઈ છે. લખનઉની ગતિ પર બ્રેક સ્વરુપ આ વિકેટ છે. રાહુલ 20 રન નોંધાવીને પરત ફર્યો છે.
7મી ઓવરના અંતિમ બોલ પર મિશેલ સેન્ટનરે લખનઉને ઝટકો આપતા દીપક હુડાની વિકેટ ઝડપી છે. દીપક માત્ર 2 રન નોંધાવી પરત ફર્યો છે. આમ બીજી વિકેટ લખનઉએ ગુમાવી છે.
પાવરપ્લેમાં ચેન્નાઈ સામે મેયર્સે પાવર બતાવ્યો હતો અને તે અડધી સદી નોંધાવ્યા બાદ વિકેટ ગુમાવી બેઠો હતો. તે મોટો શોટ રમવાનો પ્રયાસમાં મોઈન અલીના બોલ પર કોનવેના હાથમાં કેટ ઝડપાયો હતો. 22 બોલમાં 53 રન ફટકારીને મેયર્સ પરત ફર્યો હતો.
દીપક ચહરની વધુ એક ઓવર ખર્ચાળ રહી છે. પાંચમી ઓવર લઈને આવતા ઓવરમાં મેયર્સે બે અને રાહુલે એક ચોગ્ગો ફટકાર્યો હતો. મેયર્સે પુલ કરીને ત્રીજા બોલ પર અને કવર પોઈન્ટ પર ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. રાહુલે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
ચોથી ઓવર લઈને આવેલ તુષાર દેશપાંડેએ 2 નો બોલ અને 3 વાઈડ બોલ કરીને એક્સ્ટ્રા રન ગુમાવવા સાથે એક છગ્ગો અને એક ચોગ્ગાનો માર સહ્યો હતો. ઓવરમાં તુષારે 18 રન ગુમાવ્યા હતા. આમ 4 ઓવરમાં 56 રન લખનઉએ નોંધાવ્યા હતા.
દીપક ચહરને આ વખતે ખૂબ માર સહન સહવો પડ્યો છે. ત્રીજી ઓવરમાં ત્રણ ચોગ્ગા સહ્યા છે. ઓવરના બીજા બોલ પર બેકફુટ પર રહીને મેયર્સ પંચ કર્યો. ચોથા અને પાંચમાં બોલ પર સળંગ ચોગ્ગા ફટકાર્યા હતા.
બીજી ઓવર લઈને બેન સ્ટોક્સ આવ્યો હતો. સ્ટોક્સે 18 રન લૂટાવ્યા હતા. મેયર્સે આક્રમક રીતે બેટિંગ શરુ કરતા ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
કેએલ રાહુલ અને કાઈલ મેયર્સની જોડી ઓપનિંગ કરવા માટે મેદાને આવી છે. વિશાળ લક્ષ્યને પાર કરવા માટેની શરુઆત માટે આ જોડીએ પ્રયાસ કરવો પડશે. દીપક ચહર ચેન્નાઈ તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
CSK ની ઓપનિંગ જોડીએ ધમાલ મચાવતી શરુઆત કરી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની જોડી ઓપનિંગ માટે આવી હતી. 7 વિકેટના નુક્શાન પર 217 રનનો સ્કોર નિર્ધારીત ઓવરમાં ચેન્નાઈએ નોંધાવ્યો હતો.
ધોનીએ શાનદાર બે છગ્ગા જમાવ્યા બાદ ત્રીજા બોલ પર જ પોતાની વિકેટ ગુમાવી છે. ત્રીજો મોટો શોટ રમવાના પ્રયાસમાં તે વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે ત્રણ બોલની રમતમાં બે છગ્ગા વડે 12 રન નોંધાવ્યા હતા.
ધોનીએ ગજબના બે છગ્ગા ફટકાર્યા છે. ચેપોક સ્ટેડિયમનો માહોલ જબરદસ્ત બન્યો છે. ક્રિઝ પર આવવા સાથે જ પોતાના પ્રથમ બંને બોલ પર બે છગ્ગા ફટકાર્યા છે. આ સાથે જ 5 હજાર રન ધોનીએ આઈપીએલમાં પૂરા કર્યા છે.
રવિન્દ્ર જાડેજા 3 રન નોંધાવીને પરત ફર્યો છે. તે 20મી ઓવરના પ્રથમ બોલ પર જ માર્ક વૂડનો શિકાર બન્યો છે.
19મી ઓવરમાં 9 રન આવ્યા હતા. આ ઓવર યશ ઠાકુર લઈને આવ્યો હતો. તેના બોલ પર રાયડૂએ ચોગ્ગો અપર કટ કરીને મેળવ્યો હતો. આ બોલ પર થર્ડ મેન અવેશે કેચનો પ્રયાસ કર્યો હતો. જે હાથમાં આવીને છૂટ્યો હતો.
18મી ઓવરમાં અંબાતી રાયડૂએ બે છગ્ગા ફટકાર્યા હતા. ઓવરના પ્રથમ બોલ પર માર્ક વૂડનુ સ્વાગત છગ્ગા વડે કર્યુ હતુ. ઓવરના ચોથા બોલ પર સાઈટ સ્ક્રીન તરફ સિક્સ રાયડૂએ જમાવ્યો હતો.
બેન સ્ટોક્સ સસ્તામાં વિકેટ ગુમાવીને પરત ફર્યો છે. અવેશ ખાને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે માત્ર 8 રન નોંધાવીને પરત ફર્યો હતો. ચેન્નાઈની રમત ધીમી પડી છે અને હવે લખનઉના બોલરો પણ નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રવિ બિશ્નોઈની કમાલની બોલિંગ. ત્રીજો તોફાની બેટર તેણે પેવેલિયન પરત મોકલ્યો છે. આ વખતે તેણે મોઈન અલીને પોતાનો શિકાર બનાવ્યો છે. મોઈને આગળની ઓવરમાં સળંગ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. મોઈન 19 રન નોંધાવીને રવિના ચાલકી ભર્યા બોલ પર સ્ટંપીંગ આઉટ થઈ પરત ફર્યો હતો.
અવેશ ખાન માટે આજે દિવસ સારો રહ્યો નથી. 15મી ઓવરમાં પણ તેણે બાઉન્ડરીનો માર સહન કરવો પડ્યો હતો. ઓવરના અંતિમ ત્રણ બોલ પર મોઈન અલીએ સળંગ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
રવિ બિશ્નોઈએ બીજી સફળતા મેચમાં અપાવી છે. તેણે આ વખતે વધુ એક તોફાનને શાંત કરી દીધુ છે. શિવમ દુબેને તેણે માર્ક વૂડના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. દુબે 16 બોલમાં 27 રન નોંધાવીને પરત ફર્યો હતો.
રવિ બિશ્નોઈ 14મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા અને ત્રીજા બોલ પર શિવમ દુબેએ સળંગ બે છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ છગ્ગો તેણે 102 મીટર લાંબો જમાવ્યો હતો.
13મી ઓવર લઈને યશ ઠાકુર આવ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર શિવમ દુબેએ છગ્ગો બોલરના માથા પરથી જમાવ્યો હતો. આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
11મી ઓવરમાં માર્ક વૂડે લખનઉને માટે રાહત સર્જી છે. પહેલા રવિ અને હવે માર્કે વિકેટ ઝડપી છે. ડેવોન કોનવે 47 રન નોંધાવીને પરત ફર્યો છે. કૃણાલ પંડ્યાએ તેનો કેચ ઝડપ્યો હતો. ધમાકેદાર શરુઆત બાદ હવે ચેન્નાઈની રમત ધીમી પડી છે.
રવિ બિશ્નોઈને એટેક પર મોડો લવાયો પરંતુ તેણે લખનઉને સફળતા અપાવી દીધી છે. તોફાનને તેણે એકાએક જ શમાવી દીધુ હોય એમ ઋતુરાજ ગાયકવાડનો શિકાર મેચમાં પોચાના પ્રથમ બોલ પર જ ઝડપ્યો છે. ગાયકવાડ માર્ક વૂડના હાથમાં ઝડપાયો છે. તે 31 બોલમાં 57 રન નોંધાવીને પરત ફર્યો હતો.
8મી ઓવર લઈને કૃણાલ પંડ્યા આવ્યો હતો. ઓવરમાં તેણે 2 છગ્ગાઓનો માર સહ્યો હતો. ઓવરના ચોથા બોલ પર ડેવન કોન્વેએ પહેલા 85 મીટરનો છગ્ગો વાઈડ લોંગ ઓન પર ફટકાર્યો હતો. જ્યારે અંતિમ બોલ પર સ્લોગ સ્વીપ કરીને ફરી છ રન ફટકાર્યા હતા. ઓવરમાં 15 રન નોંધાવ્યા હતા.
ઋતુરાજ ગાયકવાડે પોતાની અડધી સદી 25 બોલમાં પુરી કરી છે. તેણે શરુઆતથી ચોગ્ગા અને છગ્ગા વડે રમત દર્શાવી હતી. તેણે શાનદાર ઈનીંગ વડે પાવર પ્લેમાં ચેન્નાઈનો સ્કોર 79 રન પર પહોંચાડ્યો હતો. ચેન્નાઈએ વિના વિકેટે સારી શરુઆત કરી છે.
પાવરપ્લેની અંતિમ ઓવર લઈને માર્ક વૂડ આવ્યો હતો. આ ઓવરની શરુઆત ચોગ્ગા સાથે કરી હતી, ઓવરના પ્રથમ અને ત્રીજા બોલ પર કોનવેએ બે બાઉન્ડરી મેળવી હતી. પાંચમા બોલે સ્ટ્રાઈક પર ગાયકવાડ હતો અને તેણે ફ્લિક કરીને જીપ બેકવર્ડ સ્કેવર લેગ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ પાવર પ્લેમાં તોફાની રમત ચેન્નાઈના ઓપનરોએ બતાવી હતી.
પાંચમી ઓવર લઈને કૃષ્ણપ્પા આવ્યો હતો. ઓવરમાં ગાયકવાડે ત્રણ છગ્ગા જમાવ્યા હતા. તેણે તોફાની અંદાજથી ઓવરના બીજા બોલ પર સાઈટ સ્ક્રિન તરફ, ચોથા બોલ પર આગળ આવીને મિડ ઓફ પર અને અંતિમ બોલ પર એકસ્ટ્રા કવર પરથી છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 20 રન આવ્યા હતા.
ચોથી ઓવર લઈને કૃણાલ પંડ્યા આવ્યો હતો. તે પોતાની 100મી આઈપીએલ મેચ રમી રહ્યો છે. ઓવરના પાંચમાં બોલ પર ગાયકવાડે પુલ કરીને ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં 7 રન મેળવ્યા હતા.
ત્રીજી ઓવર લઈને મેયર્સ આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર ગાયકવાડે ચોગ્ગો જમાવ્યો હતો. બેકવર્ડ પોઈન્ટ પર શાનદાર શોટ વડે ચાર રન મેળવ્યા હતા.
બીજી ઓવર લઈને અવેશ ખાન આવ્યો હતો. આ ઓવરની શરુઆત એવેશ માટે ખરાબ રહી હતી. વાઈડ બોલથી શરુઆત કરી અને 5 રન આપ્યા હતા. આગળ બોલ કરતા નો બોલ કર્યો હતો. જ્યારે ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર કોનવેએ બે બાઉન્ડરી ફટકારી હતી. આમ ઓવરમાં 17 રન ચેન્નાઈને મળ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ઓપનિંગ કરવા માટે ઋતુરાજ ગાયકવાડ અને ડેવેન કોનવેની જોડી ઓપનિંગ કરવા માટે આવી છે. પ્રથણ ઓવર લઈને કાઈલ મેયર્સ આવ્યો હતો.
મેચ શરુ થવાના સમયે જ મેદાનમાં શ્વાન દોડી આવ્યો હતો. જેને લઈ મેચને શરુ થવામાં કેટલીક મિનીટ મોડુ થયુ હતુ. મેચનુ કાઉન્ટ ડાઉન શરુ થવા સમયે જ ડોગ મેદાનમાં ફરતા અંપાયર અને સ્ટાફ તેને બહાર ભગાડવા દોડ્યા હતા.
#IPL2023 #CSKvsLSG
Babar azam spotted 🌚 pic.twitter.com/V8maeHDjCV
— INDIAN_JADEJA ⁰⁸ 🇮🇳 (@indian_jadeja08) April 3, 2023
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ, કાયલ માયર્સ, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, આયુષ બડોની, માર્ક વૂડ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમએસ ધોની, દીપક ચહર, મિશેલ સેન્ટનર, રાજ્યવર્ધન હંગરગેકર.
લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. આમ ધોની સેના હોમગ્રાઉન્ડમાં પ્રથમ બેટિંગ કરતી નજર આવશે. ધોનીએ સિઝનમાં સતત બીજો ટોસ હાર્યો છે.
🚨 Toss Update🚨@LucknowIPL win the toss and elect to field first against @ChennaiIPL .
Follow the match ▶️ https://t.co/buNrPs0BHn#TATAIPL | #CSKvLSG pic.twitter.com/sT9UZLHwH6
— IndianPremierLeague (@IPL) April 3, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સ તેના હોમગ્રાઉન્ડ પર રમી રહી છે. અહીં ધોની અને તેની ટીમનો પડકાર કેએલ રાહુલ અને લખનઉની ટીમે ઝીલવાનો છે. ચેન્નાઈને તેના જ ઘરમાં હરાવવુ એ મુશ્કેલ છે.
આજે ચેન્નાઈ માટે માહોલ જબરદસ્ત હશે. 2019 ની સિઝન બાદ પ્રથમ બાદ પ્રથમ વાર ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના હોમગ્રાઉન્ડ પર રમતી જોવા મળશે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપ ધરાવતી ટીમ ચેપોકમાં ચેન્નાઈ તરફી માહોલનો પૂરો ફાયદો ઉઠાવી સિઝનની પ્રથમ જીત મેળવવા પૂરો દમ લગાવતી નજર આવશે.
Published On - 6:30 pm, Mon, 3 April 23