CSK vs KKR IPL 2023 Highlights : ચેન્નાઈએ કરી જીતની હેટ્રિક, કોલકત્તાની સતત ચોથી હાર

Chennai Super Kings vs Kolkata Knight Riders IPL 2023 Highlights Updates in Gujarati: ત્રણ બેટરની ફિફટીની મદદથી ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન સાથે 235 રન બનાવ્યા હતા. 236 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કોલકત્તાની 49 રનથી હાર થઈ હતી.

CSK vs KKR IPL 2023 Highlights : ચેન્નાઈએ કરી જીતની હેટ્રિક, કોલકત્તાની સતત ચોથી હાર
Chennai Super Kings vs Kolkata Knight Riders IPL 2023 Live Score Updates in Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 11:39 PM

આજના દિવસની બીજી મેચ અને આઈપીએલ 2023ની 33મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. કોલકત્તાના કેપ્ટન નીતીશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી. મેચ ભલે કોલકત્તાના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી, પણ સ્ટેડિયમમાં ચેન્નાઈની સમર્થક વધારે જોવા મળ્યા હતા. ત્રણ બેટરની ફિફટીની મદદથી ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન સાથે 235 રન બનાવ્યા હતા. 236 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કોલકત્તાની 49 રનથી હાર થઈ હતી.

કોલકત્તાની શરુઆત ખરાબ રહી હતી. વેંકટેશ , નીતીશ રાણા, જેસન રોય અને રિંકુએ કોલકત્તા માટે આક્રમક ઈનિંગ રમી હતી. કોલકત્તાની ટીમની આજે સતત ચોથી હાર થઈ છે. જ્યારે ચેન્નાઈની ટીમ જીતની હેટ્રિક કરીને પોઈન્ટ ટેબલ પર નંબર 1 બની છે.આજની મેચમાં બે વાર ધોની રિવ્યૂ સિસ્ટમ સફળ જોવા મળી હતી. જેને કારણે સ્ટેડિયમમાં મેચનો રોમાંચ જોવા મળ્યો હતો. પ્રથમ ઈનિંગમાં કોનવે, રાહાણે, શિવમ દુબેએ અને બીજી ઈનિંગમાં જેસન રોય, રિંકુ સિંહે ફિફટી ફટકારી હતી. 20 ઓવરના અંતે કોલકત્તાનો સ્કોર 8 વિકેટના નુકશાન સાથે 186 રન રહ્યો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન

ચેન્નાઈની ટીમના ટોપ બેટર્સે આજે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે કોલકત્તાના બોલર્સના હાલ બેહાલ થયા હતા. પ્રથમ ઈનિંગમાં ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે 35 રન, ડેવોન કોનવેએ 56 રન, અજિકય રાહાણેએ 71 રન, શિવમ દુબેએ 50 રન, જાડેજાએ 18 રન અને ધોનીએ 2 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 18 સિક્સર અને 14 ચોગ્ગા ફટકાર્યા.

બીજી ઈનિંગમાં દેશપાંડેએ 4 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. તિક્ષ્કણાએ 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે મોઈન અલી, જાડેજા, પરિરાણા અને આકાશ સિંહે 1-1 વિકેટ લીધી હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી કુલવંત ખેજડોલીયાએ 3 ઓવરમાં 44 રન આપીને 2 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં સૌથી વધારે 49 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે સુયશ શર્માએ 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં જગદીશને 1 રન, સુનિલ નરેને 0 રન, વેંકટેશ અય્યરે 20 રન, નીતીશ રાણાએ 27 રન, જેસન રોયે 61 રન, રિંકુ સિંહે 53 રન, આંદ્રે રસલે 9 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 12 સિક્સર અને 14 ચોગ્ગા જોવા મળ્યા હતા.

આ મેચની મોટી વાતો

  • કોલકત્તાનો બોલર ટિમ સાઉથીએ ઈડન ગાર્ડનમાં બેલ વગાડીને મેચની શરુઆત કરાવી હતી.
  • ડેવોન કોનવેએ આઈપીએલ 2023માં સતત ચોથી ફિફટી ફટકારી હતી.
  • શિવમ દુબે અને રાહાણે વચ્ચે 16 બોલમાં 50 રનની પાર્ટનરશિપ થઈ.
  • રાહાણે એ આઈપીએલ 2023ની બીજી ફિફટી ફટકારી હતી.
  • રાહાણેએ 199.04 ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
  • શિવમ દુબેએ આઈપીએલ કરિયરની 5મી ફિફટી ફટકારી હતી.
  • શિવમ દુબેએ 20 બોલમાં ફિફટી ફટકારી હતી.
  • આઈપીએલ 2023નો સૌથી મોટો સ્કોર 235 રન આજે ચેન્નાઈની ટીમે બનાવ્યો હતો.
  • ચેન્નાઈની ટીમે 2010માં રાજસ્થાન સામે 246 રન, 2008માં પંજાબ સામે 240 રન બનાવ્યા હતા.
  • આજે ચેન્નાઈની ટીમે પોતાનો ત્રીજો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો.
  • આ મેચમાં આઈપીએલ ઈતિહાસની 500 સિક્સર પૂરી થઈ હતી. આઈપીએલની 500મી સિક્સર જેસન રોયે ફટકારી હતી.
  • 19 બોલમાં જેસન રોય 50 રન બનાવીને આઈપીએલ કરિયરની 3 ત્રીજી ફિફટી ફટકારી હતી.
  • રિંકુ સિંહે આઈપીએલ 2023માં બીજી ફિફટી ફટકારી હતી.
  • આજની મેચમાં 40 સિક્સર અને 36 ચોગ્ગા જોવા મળ્યા હતા.
  • આજે ઈડન ગાર્ડનમાં કુલ 421 રન બન્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Apr 2023 11:25 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 20 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 180/8

    કોલકત્તાની ટીમની આજે સતત ચોથી હાર થઈ છે. જ્યારે ચેન્નાઈની ટીમ જીતની હેટ્રિક કરીને પોઈન્ટ ટેબલ પર નંબર 1 બની છે. ચેન્નાઈની ટીમે 49 રનથી જીત મેળવી હતી.

  • 23 Apr 2023 11:20 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : ઉમેશ યાદવ આઉટ

    19 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 180/8. કોલકત્તા તરફથી રિંકુ 47 રન અને વરુણ ચક્રવર્તી 0 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 6 બોલમાં 56 રનની જરુર. ઉમેશ યાદવ આ ઓવરમાં 4 રન બનાવી આઉટ થયો.


  • 23 Apr 2023 11:14 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 18 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 177/7

     

    કોલકત્તા તરફથી રિંકુ 44 રન અને ઉમેશ યાદવ 4 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 12 બોલમાં 59 રનની જરુર. અંતિમ બોલ પર એક કેચ ડ્રોપ જોવા મળ્યો હતો. 18 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 177/7

  • 23 Apr 2023 11:10 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : ધોની રિવ્યૂ સિસ્ટમે અપાવી સફળતા

    દેશપાંડેની ઓવરમાં ડેવિડ મેડોવ 1 રન બનાવી કેચ આઉટ થયો. ધોનીએ એલબીડબ્લયૂ માટે રિવ્યૂ માંગતા ચેન્નાઈની ટીમને સફળતા મળી છે.

  • 23 Apr 2023 11:07 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 17 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 164/6

     

    કોલકત્તા તરફથી રિંકુ 37 રન અને ડેવિડ મેડોવ 1 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. જીત માટે 18 બોલમાં 66 રનની જરુર. 17 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 164/6

  • 23 Apr 2023 11:04 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : આંદ્રે રસલ આઉટ

    Pathiranaની ઓવર આંદ્રે રસલ 9 રન બનાવી આઉટ થયો. શિવમ દુબેએ કેચ પકડી ચેન્નાઈને સફળતા અપાવી.

  • 23 Apr 2023 10:57 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 156/5

     

    કોલકત્તા તરફથી રિંકુ 31 રન અને આંદ્રે રસલ 9 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 3 ચોગ્ગા અને 1 સિક્સર જોવા મળી. 16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 156/5. જીત માટે 24 બોલમાં 80 રનની જરુર.

  • 23 Apr 2023 10:48 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : કોલકત્તાની અડધી ટીમ પવેલિયનમાં

    જેસન રોય 26 બોલમાં 61 રન બનાવી આઉટ થયો. તીક્ષ્ણતાની ઓવરમાં કોલકત્તાની પાંચમી વિકેટ પડી. 14.3 ઓવરમાં કોલકત્તાનો સ્કોર – 135/5

  • 23 Apr 2023 10:46 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 127/4

     

    કોલકત્તા તરફથી રિંકુ 21 રન અને જેસન રોય 53 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. જેસન રોયે 19 બોલમાં ફિફટી ફટકારી. 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 127/4

  • 23 Apr 2023 10:38 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 11 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 109/4

     

    કોલકત્તા તરફથી રિંકુ 12 રન અને જેસન રોય 45 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. 11 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 109/4

  • 23 Apr 2023 10:34 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 11 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 95/4

     

    કોલકત્તા તરફથી રિંકુ 10 રન અને જેસન રોય 32 રન સાથે રમી રહ્યાં છે. જાડેજાની ઓવરમાં 2 શાનદાર સિક્સર જોવા મળી. 11 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 95/4

  • 23 Apr 2023 10:30 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 76/4

     

    કોલકત્તા તરફથી રિંકુ 3 રન અને જેસન રોય 21 રન સાથે રમી રહ્યાં છે. કોલકત્તા સામે 236 રનનું લક્ષ્ય છે. 10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 76/4

  • 23 Apr 2023 10:18 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : કોલકત્તાના કેપ્ટન રાણા આઉટ

    ગુજ્જુ ઓલરાઉન્ડર જાડેજાએ કોલકત્તાના કેપ્ટન નીતીશ રાણાને 27 રન પર આઉટ કર્યો હતો. 8.2 ઓવરમાં કોલકત્તાનો સ્કોર 70/4

  • 23 Apr 2023 10:17 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 66/3

     

    કોલકત્તા તરફથી નીતીશ રાણા 23 રન અને જેસન રોય 19 રન સાથે રમી રહ્યાં છે. જેસન રોયે સિક્સરની હેટ્રિક મારી હતી. 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 66/3

  • 23 Apr 2023 10:13 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : વેંકટેશ અય્યર આઉટ

    મોઈન અલીની ઓવરમાં વેંકટેશ અય્યર 20 રન બનાવી આઉટ થયો. ચેન્નાઈની ટીમે આપ્યો છે 236 રનનો ટાર્ગેટ

  • 23 Apr 2023 10:09 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 7 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 46/2

     

    કોલકત્તા તરફથી નીતીશ રાણા 22 રન અને વેંકટેશ 20 રન સાથે રમી રહ્યાં છે. ચેન્નાઈની ટીમે આપ્યો છે 236 રનનો ટાર્ગેટ. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.  7 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 46/2

  • 23 Apr 2023 10:04 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 6 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 38/2

     

    કોલકત્તા તરફથી નીતીશ રાણા 16 રન અને વેંકટેશ 18 રન સાથે રમી રહ્યાં છે. ચેન્નાઈની ટીમે આપ્યો છે 236 રનનો ટાર્ગેટ. 6 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 38/2

  • 23 Apr 2023 09:59 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 5 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 33/2

     

    કોલકત્તા તરફથી નીતીશ રાણા 14 રન અને વેંકટેશ 16 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યો. ચેન્નાઈની ટીમે આપ્યો છે 236 રનનો ટાર્ગેટ. 5 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 33/2

  • 23 Apr 2023 09:50 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 20/2

     

    કોલકત્તા તરફથી નીતીશ રાણા 6 રન અને વેંકટેશ 11 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક શાનદાર સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો. 3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 20/2

  • 23 Apr 2023 09:42 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : કોલકત્તાની બીજી વિકેટ પડી

    દેશપાંડેની ઓવરમાં જગદીશન 1 રન બનાવી આઉટ થયો છે. કોલકત્તા સામે 236 રનનો ટાર્ગેટ છે. કેપ્ટન રાણા મેદાન પર બેંટિગ કરવા આવ્યા છે.

  • 23 Apr 2023 09:36 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : કોલકત્તાની પ્રથમ વિકેટ પડી

    આકાશ સિંહની ઓવરની ચોથી બોલ પર સુનીલ નરેન 0 રન બનાવી આઉટ થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકત્તાને 236 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 23 Apr 2023 09:18 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 235/4

    અંતિમ ઓવરમાં શાનદાર સિક્સર જોવા મળી. અંતિમ ઓવરમાં જાડેજા 18 રન બનાવી આઉટ થયો હતો. છેલ્લી બે બોલ માટે ધોની આવ્યો હતો. સ્ટેડિયમમાં તે સમયે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ઓવરમાં નો બોલના મામનલે 2 રિવ્યૂ લેવામાં આવ્યા હતા. ધોનીના રિવ્યૂ પર એક ફ્રિ હિટ મળી હતી.

  • 23 Apr 2023 09:09 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 19 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 218/3

     

    ચેન્નાઈ તરફથી જાડેજા 4 રન અને અજિક્ય રાહાણે 67 રન સાથે રમી રહ્યાં છે. રાહાણેની બેટથી આ ઓવરમાં 2 શાનદાર સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. 19 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 218/3

  • 23 Apr 2023 09:06 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 18 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 199/3

     

    ચેન્નાઈ તરફથી જાડેજા 1 રન અને અજિક્ય રાહાણે 55 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં ચેન્નાઈને 13 રન મળ્યા. અંતિમ બોલ પર રાહાણે એ શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. 18 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 199/3

  • 23 Apr 2023 09:01 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : શિવમ દુબે આઉટ

    ખેજડોલીયાની ઓવરમાં શિવમ દુબે 50 રન બનાવી આઉટ થયો છે. તેણે 21 બોલમાં 50 રન ફટકાર્યા હતા. જેમાં 2 ચોગ્ગા અને 5 સિક્સરનો સમાવેશ થાય છે.

  • 23 Apr 2023 08:59 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 17 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 186/2

     

    ચેન્નાઈ તરફથી શિવમ દુબે 42 રન અને અજિક્ય રાહાણે 51 રન સાથે રમી રહ્યાં છે. રાહાણે આંદ્રે રસલની ઓવરમાં એક લાંબી સિક્સર ફટકારી. 17 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 186/2

  • 23 Apr 2023 08:51 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 16 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 169/2

     

    ચેન્નાઈ તરફથી શિવમ દુબે 40 રન અને અજિક્ય રાહાણે 38 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 સિક્સર જોવા મળી. 16 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 169/2

  • 23 Apr 2023 08:45 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 15 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 160/2

     

    ચેન્નાઈ તરફથી શિવમ દુબે 32 રન અને અજિક્ય રાહાણે 37 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં ચેન્નાઈને 15 રન મળ્યા. આ ઓવરમાં 1 ચોગ્ગો અને 1 સિક્સર જોવા મળી.15 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 160/2

  • 23 Apr 2023 08:40 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 14 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 145/2

     

    ચેન્નાઈ તરફથી શિવમ દુબે 18 રન અને અજિક્ય રાહાણે 36 રન સાથે રમી રહ્યાં છે. ઉમેશ યાદવની આ ઓવરમાં 22 રન ચેન્નાઈની મળ્યા. આ ઓવરમાં 2 સિક્સર અને 2 ચોગ્ગા જોવા મળ્યા. 14 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 145/2

  • 23 Apr 2023 08:35 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 13 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 123/2

     

    ચેન્નાઈ તરફથી શિવમ દુબે 13 રન અને અજિક્ય રાહાણે 19 રન સાથે રમી રહ્યાં છે. વરુણની ઓવરમાં શિવમ દુબેએ સતત 2 સિક્સર ફટકારી.

  • 23 Apr 2023 08:29 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : ડેવોન કોનવે આઉટ

    વરુણની ઓવરમાં ડેવોન કોનવે 56 રન બનાવી કેચ આઉટ થયો છે. તેણે 40 બોલમાં 56 રન બનાવ્યા હતા. જેમાં 4 ચોગ્ગા અનેન 3 સિક્સર જોવા મળી હતી. 12.1 ઓવરમાં ચેન્નાઈનો સ્કોર – 109/2

  • 23 Apr 2023 08:27 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 12 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 108/1

     

    ચેન્નાઈ તરફથી કોનવે 56 રન અને અજિક્ય રાહાણે 18 રન સાથે રમી રહ્યાં છે. સુયશની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 12 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 108/1

  • 23 Apr 2023 08:18 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 10 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 94/1

     

    ચેન્નાઈ તરફથી કોનવે 50 રન અને અજિક્ય રાહાણે 9 રન સાથે રમી રહ્યાં છે. સુયશ શર્માની ઓવરમાં માત્ર 5 રન મળ્યા. કોનવેએ આઈપીએલમાં સતત ચોથી ફિફટી ફટકારી. 10 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 94/1

  • 23 Apr 2023 08:17 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : ડેવિડ કોનવેની ચોથી આઈપીએલ ફિફટી

  • 23 Apr 2023 08:14 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 9 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 89/1

     

    ચેન્નાઈ તરફથી કોનવે 47 રન અને અજિક્ય રાહાણે 7 રન સાથે રમી રહ્યાં છે. સુનીલ નરેનની ઓવરમાં અંતિમ બોલ પર એક સિક્સર જોવા મળી. 9 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 89/1

  • 23 Apr 2023 08:05 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : કોલકત્તાને મળી પ્રથમ સફળતા

    ચેન્નાઈની પ્રથમ વિકેટ પડી, સુયશની ઓવરમાં ગાયકવાડ 35 રન બનાવી આઉટ. 7.3 ઓવરમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર – 73/1 .ગાયકવાડે 20 બોલમાં 35 રન ફટકાર્યા. જેમાં તેણે 2 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી.

  • 23 Apr 2023 07:58 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 6 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 59/0

     

    ચેન્નાઈના ઓપનરોએ મેચની શરુઆતમાં જ છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કર્યો છે. ચેન્નાઈ તરફથી ગાયકવાડ 23 રન અને ડેવોન કોનવે 26 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો. 6 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 59/0

  • 23 Apr 2023 07:51 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 3 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 31/0

     

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 14 રન અને ડેવોન કોનવે 17 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 3 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 31/0

  • 23 Apr 2023 07:44 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 2 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 22/0

     

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 14 રન અને ડેવોન કોનવે 8 રન સાથે રમી રહ્યાં છે. ઉમેશ યાદવની ઓવરમાં અંતિમ બોલ એક સિક્સર જોવા મળી. 2 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 22/0

  • 23 Apr 2023 07:40 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : 2 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 14/0

     

    ચેન્નાઈ તરફથી ગાયકવાડ 7 રન અને ડેવોન કોનવે 7 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં કોનવેએ મેચની પ્રથમ સિક્સર ફટકારી છે. 2 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 14/0

  • 23 Apr 2023 07:31 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : ચેન્નાઈની બેટિંગ શરુ

     

    ટિમ સાઉથીએ ઈડન ગાર્ડનમાં મેચ બેલ વગાડીને મેચની શરુઆત કરાવી. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રુતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે બેટિંગ માટે આવ્યા છે. મેચની શરુઆત ચોગ્ગા સાથે થઈ છે. 1 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર – 5/0

  • 23 Apr 2023 07:11 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

     

     

    ચેન્નાઈ સુપર કિંગ્સ : રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર અને કેપ્ટન), મતિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ થેક્ષાના

    ચેન્નાઈના ઈમ્પેક્ટ પ્લેયર્સ : આકાશ સિંહ, ડ્વેન પ્રિટોરિયસ, સુભ્રાંશુ સેનાપતિ, શૈક રશીદ, આરએસ હંગરગેકર

    કોલકાતા નાઈટ રાઈડર્સ: એન જગદીસન (વિકેટકીપર), જેસન રોય, નીતિશ રાણા (કેપ્ટન), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, કુલવંત ખેજરોલિયા, સુયશ શર્મા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી

    કોલકત્તાના ઈમ્પેક્ટ પ્લેયર્સ : મનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા, લિટન દાસ, વેંકટેશ ઐયર

     

  • 23 Apr 2023 07:05 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : નીતીશ રાણાએ જીત્યો ટોસ

     

     

    33મી મેચમાં કોલકત્તાના કેપ્ટન નીતીશ રાણાએ ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે.

  • 23 Apr 2023 07:01 PM (IST)

    CSK vs KKR IPL 2023 Live Score : ઈડન ગાર્ડનમાં આજે ચેન્નાઈ-કોલકતા વચ્ચે ટક્કર

    આઈપીએલ 2023ની 33મી મેચ આજે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમો હમણા સુધી 27 વાર એકબીજા સામે રમી છે, જેમાંથી 17 વાર ચેન્નાઈની જીત અને 9 વાર કોલકત્તાની જીત થઈ છે.  ધોનીની ટીમ સતત ત્રીજી મેચ જીતવા માટે મેદાન પર ઉતરશે. જ્યારે કોલકત્તાની ટીમ ફરી વિજયરથ પર સવાર થવા માટે મેદાન પર ઉતરશે.