
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ફેમસ રેડિયો જોકી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આરજે મહવાશ આ દિવસોમાં સમાચારમાં છે. મહવાશ અને ચહલ વચ્ચેની નિકટતા છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. બંને ચેમ્પિયન્સ ટ્રોફી, ડિનર આઉટિંગ અને એડ શૂટ સહિત અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. આ બધા વચ્ચે, આરજે મહવાશે ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કર્યો છે. તે એક ક્રિકેટ ટીમની માલિક બની ગઈ છે.
આરજે મહવાશે ચેમ્પિયન્સ લીગ T10માં સહ-માલિક તરીકે કોઈ ટીમમાં હિસ્સો ખરીદ્યો છે. આ પહેલીવાર છે જ્યારે મહવાશે કોઈ ક્રિકેટ લીગમાં રોકાણ કર્યું છે. જોકે, તેની ટીમનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ચેમ્પિયન્સ લીગ T10 એક એવી લીગ છે જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ઘણા સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે. આ ઉપરાંત, સ્થાનિક પ્રતિભાઓને પણ આ દિગ્ગજો સાથે રમવાની તક મળશે. આ લીગ 22 થી 24 ઓગસ્ટ દરમિયાન રમાશે, જેમાં કુલ 8 ટીમો ભાગ લેશે.
આરજે મહવાશ ભારતની સૌથી લોકપ્રિય રેડિયો જોકી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સમાંની એક છે. તે એક ફિલ્મ નિર્માતા, કન્ટેન્ટ સર્જક અને લેખક તરીકે પણ જાણીતી છે. આરજે મહવાશનો જન્મ અલીગઢમાં થયો હતો અને તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેણે નવી દિલ્હીના જામિયા મિલિયા ઈસ્લામિયામાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. 2025માં તેની હિન્દી ડ્રામા સીરિઝ ‘પ્યાર પૈસા પ્રોફિટ’ પણ ચાહકોને ખૂબ પસંદ આવી હતી.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ યુઝવેન્દ્ર ચહલે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં પોતાના સંબંધો અંગે એક મોટી અપડેટ આપી હતી. આ શોમાં ચહલે મજાકમાં પોતાના સંબંધો વિશે કહ્યું હતું કે, “પૂરા ઈન્ડિયા જાન ચૂકા હૈ”. આ નિવેદનથી ચાહકોમાં તેમના સંબંધોની અટકળોને વેગ મળ્યો છે. જોકે, અત્યાર સુધી યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવાશે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. પરંતુ ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા પછી, ચહલ ઘણી વખત આરજે મહવાશ સાથે જોવા મળ્યો છે.
આ પણ વાંચો: સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરમાંથી કોની પત્ની વધુ શિક્ષિત છે? જાણો કોની પાસે છે કઈ ડિગ્રી
Published On - 8:52 pm, Tue, 8 July 25