Rishabh Pantના ફેન્સ માટે Good News, સપોર્ટ વગર મુંબઈ એરપોર્ટ પર દેખાયો, જુઓ Video

અકસ્માત બાદ રિષભ પંત ઝડપથી રિકવરી કરી રહ્યો છે. તેની ઈજાને કારણે તે હાલમાં આઈપીએલ 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી પણ બહાર થયો છે. હાલમાં તે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થયો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Rishabh Pantના ફેન્સ માટે Good News, સપોર્ટ વગર મુંબઈ એરપોર્ટ પર દેખાયો, જુઓ Video
Rishabh pant health update
| Edited By: | Updated on: May 24, 2023 | 7:28 PM

એક ખતરનાક અકસ્માતને કારણે ભારતીય સ્ટાર ક્રિકેટર રિષભ પંત ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો પણ હાલમાં તેની વાપસીને લઈને કોઈ સંકેત મળ્યા નથી. અકસ્માત બાદ રિષભ પંત ઝડપથી રિકવરી કરી રહ્યો છે. તેની ઈજાને કારણે તે હાલમાં આઈપીએલ 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી પણ બહાર થયો છે. હાલમાં તે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થયો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રિષભ પંતનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ શેયર કરી રહ્યા છે. કારણ કે રિષભ પંત લાંબા સમ બાદ કોઈપણ ટેકા વગર ચાલતો જોવા મળ્યો હતો. આ પહેલા તે ટેકા વડે જ ચાલતો જોવા મળતો હતો. હાલમાં પંતની રિકવરી ચાલી રહી છે. તે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. ત્યાં બીસીસીઆઈના શ્રેષ્ઠ ફિઝિયો અને ટ્રેનર્સ તેને શક્ય તેટલી વહેલી તકે ફિટ કરવામાં વ્યસ્ત છે.

આ રહ્યો રિષભ પંતનો વાયરલ વીડિયો

 

વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે. 24 વર્ષીય રિષભ પંત છેલ્લા 2 વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મેચ વિજેતા તરીકે ઉભરી આવ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની 2 ટેસ્ટની સીરીઝ જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

104 દિવસ બાદ રિષભ પંતની ક્રિકેટ સ્ટેડિયમમાં વાપસી

 

રિષભ પંત છેલ્લે 22 ડિસેમ્બર, 2022 ના રોજ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ સમયે ક્રિકેટ મેદાન પર દેખાયો હતો. તેના થોડા દિવસ બાદ એટલે કે 30 ડિસેમ્બર, 2022ના રોજ તેનો કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારથી તે ક્રિકેટના મેદાનથી દૂર હતો. હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તે ઝડપથી સાજો પણ થઈ રહ્યો છે. તે દિલ્હી અને ગુજરાત વચ્ચેની મેચ જોવા માટે 4 એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં પહોંચ્યો હતો.

રિષભ પંતને મળ્યું હતું નવું જીવન

રિષભ પંત 30 ડિસેમ્બરના રોજ રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. દિલ્હીથી રૂરકી જઈ રહેલી પંતની કાર હાઈવે પર પલટી ગઈ હતી. કાર પલટી ગયા બાદ તેમાં પણ આગ લાગી હતી. પંત કોઈ રીતે કારમાંથી બહાર નીકળી ગયો અને પોતાનો જીવ બચાવ્યો. આ પછી હાઈવે પર બસના ડ્રાઈવર અને કંડક્ટર તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યારબાદ પંતને દેહરાદૂનની હોસ્પિટલમાંથી એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો.

 

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો