Cricket : જાણો છો ? એક શતક લગાવવા પર બેટ્સમેનને કેટલા રુપિયાનું ઇનામ BCCI ચુકવે છે !

|

Jun 09, 2021 | 6:37 PM

2007 માં જ્યારે T20 વિશ્વકપમાં યુવરાજ સિંહ (Yuvraj Singh) એ 6 છગ્ગા લગાવ્યા હતા. એક જ ઓવરમાં તેના આ પરાક્રમને લઇને BCCI એ તેને એક કરોડ રુપિયા અલગથી ઇનામ આપ્યું હતું.

Cricket : જાણો છો ? એક શતક લગાવવા પર બેટ્સમેનને કેટલા રુપિયાનું ઇનામ BCCI ચુકવે છે !
Virat Kohli

Follow us on

ભારતીય ક્રિકેટરો (Indian Cricketer) છેલ્લી કેટલીક સિઝનથી દેશ અને વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે. તેમના જોશ અને ઉત્સાહને ટકાવી રાખવા માટે BCCI પણ ભરપૂર પ્રયાસ કરતું રહે છે. ભારતીય બેટ્સમેન શતક ફટકારે કે બોલર પાંચ વિકેટ ઝડપે તો તેવા સમયે તેમને બોનસ રકમ પણ અપાતી હોય છે. એટલે કે શતક પર ના માત્ર બેટ્સમેનને બેટ ઉંચુ કરતા વાહવાહી જ મળે છે. પરંતુ BCCI તે બેટ્સમેનને રોકડા રુપિયા સ્વરુપે બોનસ પણ ચુકવે છે.

BCCI આમ પણ ખૂબ રુપિયા ખેલાડીઓ પાછળ લુટાવતું રહે છે. ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાકના સ્વરુપે સાતેક કરોડ રુપિયા સુધીની રકમ મળતી રહેતી હોય છે. સાથે જ મેચ ફી અને અન્ય બોનસ પણ ખેલાડીઓને મળતુ રહેતું હોય છે. ખાસ ઉપલબ્ધી હાંસલ કરે એટલે, ખેલાડીને રોકડ બોનસ આપવામા આવતું હોય છે. આ પ્રકારે ખેલાડીને પ્રોત્સાહન આપવાની પ્રથા છેલ્લા કેટલાય સમયથી શરુ કરાઇ છે.

પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા (Akash Chopra) એ આ અંગે વિગતો આપી હતી. તેણે કહ્યુ હતું કે, કોઇ ખેલાડી શતક ફટકારે છે. તો તેને પાંચ લાખ રુપિયા બોનસ તરીકે આપવામાં આવે છે. તો વળી બેવડા શતક સમયે 7 લાખ રુપિયા બોનસ આપવામાં આવે છે. બોલર્સ માટે પણ BCCI ની બોનસ સ્કિમ છે. જે મુજબ કોઇ ખેલાડી એક જ ઇનીંગમાં 5 વિકેટ ઝડપે તો, તેવામાં તેને 5 લાખ રુપિયા બોનસ તરીકે અપાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રુપિયાની વાત નિકળી જ છે તો, એ પણ કહી દઇ એ કે ક્રિકેટરને વરસે દહાડે કોન્ટ્રાક્ટની રકમ કેટલી મળે છે. એ પ્લસ કેટેગરી ધરાવતા ક્રિકેટરને વર્ષે 7 કરોડ રુપિયા ચુકવવામાં આવે છે. જ્યારે એ કેટેગરીમાં સામલે થયેલ ખેલાડીને 5 કરોડ રુપિયા મળતા હોય છે. બી કેટેગરીમાં સમાવેશ થતા ખેલાડીને 3 કરોડ રુપિયા ચુકવવામાં આવે છે. જ્યારે સી કેટેગરીના ક્રિકેટરોને વર્ષે એક કરોડ રુપિયા ચુકવવામાં આવે છે.

ટેસ્ટ મેચ દીઠ ખેલાડીને 15 લાખ રુપિયા

મેચ ફીની વાત કરવામાં આવે તો, ટેસ્ટ ટીમના એક પ્લેયરને 15 લાખ રુપિયા ચુકવવામાં આવે છે. એટલે કે, પ્લેયીંગ ઇલેવનમાં સામેલ થયેલ પ્રત્યેક ખેલાડીને 15 લાખ રુપિયા ચુકવવામાં આવે છે. વન ડે મેચમાં ખેલાડીને 6 લાખ રુપિયા ચુકવવામાં આવે છે. જ્યારે T20 આંતરરાષ્ટ્રીય મેચ માટે ખેલાડીને 3 લાક રુપિયા ચુકવવામાં આવે છે. આ ઉપરાંત ખેલાડીને દેનિક ભથ્થુ પણ આપવામાં આવતુ હોય છે.

યુવરાજને 6 સિક્સરના પરાક્રમ બદલ 1 કરોડ ઇનામ મળ્યું હતું

ટીમ ઇન્ડીયા (Team India) મોટી ટુર્નામેન્ટોને જીતી લેતુ હોય છે, તેવા કિસ્સામાં ઇનામી રકમ મોટા પ્રમાણમાં મળે છે. જેમ કે ICC વિશ્વકપ, T20 વિશ્વકપ, એશિયા કપ, ટેસ્ટ સિરીઝ તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા દરમ્યાન ટીમને મોટી રકમ વહેંચવામાં આવે છે. 2007 માં જ્યારે T20 વિશ્વકપમાં યુવરાજ સિંહ (Yuvraj Singh) એ 6 છગ્ગા લગાવ્યા હતા. એક જ ઓવરમાં તેના આ પરાક્રમને લઇને BCCI એ તેને એક કરોડ રુપિયા અલગથી ઇનામ આપ્યુ હતું.

Next Article