
ક્રિકેટરો (Cricketers) ને ચહેરા પર સફેદ કલરના પાવડર જેવુ લગાડેલુ જોઇને અનેક વાર સવાલ થતો હોય છે. કે ક્રિકેટરો સફેદ રંગનુ એ શુ લગાવતા હોય છે, તે લગાવવાનો મતલબ શુ હોય છે. તેના ઉપયોગ પાછળ ખાસ કારણ છે એ સવાલનો જવાબ આપતા પહેલા એ પણ બતાવી દઇ એ કે ક્રિકેટરે પણ કેટલા કષ્ટ વેઠવા પડતા હોય છે. વન ડે અને ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં ખેલાડીએ કલાકો સુધી મેદાનમાં સમય ગુજારવો પડે છે. ખાસ કરીને ફિલ્ડરે વધુ સમય મેદાનમાં રહેવુ પડતુ હોય છે. કલાકો મેદાનમાં રહેવુ એ કષ્ટ થી કમ નથી.
કલાકો સુધી ક્રિકેટરો તડકામાં તપતા ઉભા રહેતા હોય છે. જે દરમ્યાન સૂર્યના કિરણો ચહેરા પર અસર પહોંચાડતા હોય છે. કેટલાક ક્રિકેટરોને હાથે અને ગળાના ભાગે પણ અસર થતી હોય છે. ક્રિકેટરો સૂર્યના આકરા સીધા કિરણો (Sunlight) થી બચીને રહેવા માટે ખાસ ચીઝનો ઉપયોગ કરતા હોય છે. જે ઝીંક ઓક્સાઇડ (Zinc oxide) હોય છે. તે એક પ્રકારે ફિઝીકલ સનસ્ક્રિન તરીકે ઓળખવામાં આવે છે. જેનો મોટે ભાગે રિફ્લેકટર તરીકે ઉપોયોગ કરવામાં આવે છે. જે લગાવીને ક્રિકેટરો સ્કીન પર ઝીંક ઓક્સાઇડનુ એક લેયર લગાવી દેતા હોય છે. જે સૂર્યના હાનિકારક કિરણો થી સુરક્ષીત રાખે છે.
સામાન્ય લોકો સનસ્ક્રિન (Sunscreen) લગાવતા હોય છે, તે ‘કેમિકલ સનસ્ક્રિન’ અને ‘એબ્સોર્બર’ હોય છે. ક્રિકેટર ઝીંક ઓકસાઇડનો ઉપયોગ એટલા માટે કરતા હોય છે કે, તેમને સામાન્ય લોકો કરતા વધુ કલાકો તડકામાં રહેવાનુ હોય છે. જે તેમની સ્કિન માટે નુકશાન કારક સાબિત થતુ હોય છે. જેના થી બચવા માટે ખૂબ જ જરુરી હોય છે. ઝીંક ઓક્સાઇડ સ્કિનની બળતરા અને સોજો આવવા જેવી બાબતો થી પણ બચાવ કરતુ હોય છે. તેમજ ખંજવાળ જેવી સમસ્યા થી પણ સુરક્ષા આપે છે.
મોટાભાગના ક્રિકેટર જે ઝીંક ઓક્સાઇડ નો ઉપયોગ ચહેરા પર કરતા હોય છે. કારણ કે તે સૌથી વધુ એક્સપોઝ્ડ વિસ્તાર છે. જ્યાં સૂર્યના સીધા કિરણો પ્રભાવિત કરતા હોય છે. તો વળી છેલ્લા કેટલાક વર્ષ થી ક્રિકેટરો (Cricketer) ની આવક નો સ્ત્રોત પણ ચહેરો બની ચુક્યો છે. જેથી ચહેરાને સુરક્ષીત રાખવો એ આવકની દૃષ્ટીએ પણ એટલો જ જરુરી છે. કારણ કે તેમના સુંદર ચહેરા અને નામના આ બંનેનુ સમીકરણ વિજ્ઞાપનમાંથી કરોડોની કમાણી કરી આપે છે.