Cricket: આ બોલરો ગીલ્લીઓ ઉડાડવાને લઈને રહ્યા છે ખતરનાક, જુઓ સૌથી વધુ ક્લીન બોલ્ડ કોણે કર્યા?

|

Jun 27, 2021 | 5:43 PM

ક્રિકેટ જગતમાં બોલર બેટ્સમેનનું સ્ટંપ ઉખાડે ત્યારે બોલરો જ નહીં, દર્શકો પણ રોમાંચ અનુભવતા હોય છે. સ્ટંપ કે તેની ગીલ્લી ઉડવાનું દૃશ્ય નિહાળવાનો પણ ફેન્સને અનેરો આનંદ અપાવતુ હોય છે.

1 / 6
વિકેટ મળતા જ બોલર ખૂબ જ આનંદિત થઈ ઉઠતો હોય છે, પરંતુ જો બેટ્સમેન ક્લીન બોલ્ડ આઉટ (Clean Bold) થાય તો બોલરની ખુશીઓ જાણે આકાશે આંબતી હોય. બોલરોને ગીલ્લીઓ ઉડાડતી બોલીંગ કરવાનો એક અલગ જ આંનદ મળતો હોય છે. બોલર માટે ક્લીન બોલ્ડ વિકેટ મોટી સિદ્ધી હાંસલ કરવાનો આત્મવિશ્વાસ ભરતી હોય છે. એવા કેટલાક બોલરોને જોઈશુ કે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વખત બેટ્સમેનોની ગીલ્લી ઉડાડી ચુક્યા છે.

2 / 6

શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) 1992થી લઈને 2011 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. તેણે ક્રિકેટના તમામ ફોર્મેટની 495 મેચ રમી હતી. મુરલીધરને 1,347 આંતરરાષ્ટ્રીય વિકેટ પોતાના નામે કરી છે. જેમાં તેણે 290 બેટ્સમેનોની ગીલ્લીઓ ઉડાવીને વિકેટ ઝડપી છે.

3 / 6
સ્વિંગ બોલીંગ માટે જાણીતા પાકિસ્તાની બોલર વાસીમ અકરમ (Wasim Akram)નું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર 1984થી 2003 સુધી રહ્યુ હતુ. આ દરમ્યાન તેમણે ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં 400-400થી વધુ વિકેટ ઝડપી હતી. અકરમે 460 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે. જે દરમ્યાન તેમણે 916 વિકેટ ઝડપી હતી. જેમાં 278 વિકેટ અકરમે બેટ્સમેનોને બોલ્ડ કરીને ઝડપી છે.

4 / 6
આ લિસ્ટમાં એક અન્ય નામ પાકિસ્તાની બોલર વકાર યૂનુસ (Waqar Younis)નું પણ સામેલ છે. વકાર રિવર્સ સ્વિંગ બોલર નિષ્ણાંત હતો. તેઓ 1989થી 2003 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાની ટીમના સભ્ય હતા. આ દરમ્યાન તેમણે 349 મેચ રમી હતી. જેમાં તેણે 789 વિકેટ ઝડપી હતી. જેમાં તેણે 253 વખત બેટ્સમેનનો ક્લીન બોલ્ડ કર્યા હતા.

5 / 6
ભારતીય લેગસ્પિનર અનિલ કુંબલે (Anil Kumble)એ વર્ષ 1990થી 2008 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. ભારત માટે ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં મહત્વનું યોગદાન આપનાર કુંબલે 403 મેચ રમ્યા હતા. તેઓએ આ દરમ્યાન 956 વિકેટ ઝડપી હતી. જેમાં તેમણે 186 વિકેટ ગીલ્લી ઉડાવીને મેળવી હતી.

6 / 6
ઈંગ્લેંન્ડનો જેમ્સ એન્ડરસન (James Anderson) 2002થી ક્રિકેટમાં એક્ટીવ છે. અત્યાર સુધીમાં તેને 375 કુલ મેચ રમી છે. આ દરમ્યાન તેના ખાતામાં 904 વિકેટ નોંધાયેલી છે. જેમાંથી તેણે 185 વિકેટ તો માત્ર ક્લીન બોલ્ડ કરીને મેળવી છે. આમ હવે તે અનિલ કુંબલેથી એક જ વિકેટ આ મામલે પાછળ છે.

Published On - 5:43 pm, Sun, 27 June 21

Next Photo Gallery