
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની પત્નિ રિવાબા (Reevaba Solanki) મિકેનિકલ એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે. રિવાબા સ્થાનિક રાજકારણમાં સક્રિય થયા હતા.

ઇશાંત શર્મા (Ishant Sharma) ની પત્નિ પ્રતિમા સિંહ (Pratima Singh) જાણીતી બાસ્કેટ બોલ ખેલાડી રહી છે. તે ભારતીય ટીમનો હિસ્સો પણ રહી ચુકી છે. પ્રતિમા એ સાયકોલોજી અને ફિઝીકલ એજ્યુકેશનમાં ગ્રેજ્યુએશન કર્યુ હતુ. તેના બાદ ફિઝીકલ એજ્યુકેશનમાં જ માસ્ટર્સ કર્યુ હતુ.

રોહિત શર્મા (Rohit Sharma) ની પત્નિ રિતીકા સજદેહ (Ritika Sajdeh) ગ્રેજ્યુએટ છે. સાથે તે સ્પોર્ટ ઇવેન્ટ મેનેજર પણ હતી. પોતાના પિતરાઇ ભાઇ બંટી સજદેહ ની કંપનીમાં તે કામ કરતી હતી. લગ્ન પહેલા તે કોહલીનુ કામ પણ જોઇ રહી હતી.

ભારતીય ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina) ની પત્નિ પ્રિયંકા (Priyanka Raina) પાસે B Tech ની ડીગ્રી છે. તે વિપ્રો જેવી મોટી કંપનીઓમાં કામ કરી ચુકી છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની પત્નિ અંજલી તેંડુલકર (Anjali Tendulkar) વ્યવસાયે ડોક્ટર છે. તેણે MBBS સુધીનો અભ્યાસ કર્યો છે. આ દરમ્યાન તેણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.