ઈજાથી બહાર આવીને ખેલાડીઓને ટીમમાં ફરીથી એન્ટ્રી માટે નિયમો બદલાઈ ચુક્યા છે. હવે ઈજાગ્રસ્ત ખેલાડીઓએ નેશનલ ક્રિકેટ એકડમી (NCA)થી પોતાની ફીટનેસનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. ત્યારબાદ તેમને ભારતીય ટીમમાં ફરીથી પસંદ કરવામાં આવી શકે છે. આમ હવે કયો ખેલાડી ટીમમાં પસંદ થવા માટે ફીટ છે અને કોણ નહીં, તેનો નિર્ણય હવે સંપૂર્ણ પાવર NCAના હાથમાં રહેશે.
મીડિયા રિપોર્ટનુસાર NCAએ કેટલાક ખેલાડીઓને પોતાના IPL ફિઝીયો સાથે રિહૈબ કરવા પર નારાજગી દર્શાવી હતી. આમ પણ ખેલાડીઓ બસ NCAમાં પોતાની ફિટનેસ ટેસ્ટ ક્લિયર કરવા માટે આવતા હતા. જોકે, હવે જેમ રિપોર્ટમાં કહેવાયુ છે એ મુજબ એનસીએ પાસે ખેલાડીઓની ફિટનેસનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હશે.
એનસીએને આ મોટો નિર્ણય લેવાનો અધિકાર એક મોટી મીટીંગ બાદ સોંપવામાં આવ્યો છે. આ મીટીંગમાં એનસીએના ડાયરેક્ટર રાહુલ દ્વાવિડ, BCCI સેક્રેટરી જય શાહ, ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રી સામેલ હતા. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યુ હતુ કે BCCI સાથે કરાર કરેલા ખેલાડીઓને આ વાતની જાણકારી આપી દેવામાં આવી છે કે ઈજા થવા પર એનસીએમાં આવવુ પડશે. જ્યાં ફિઝીયો ડેલી બેઝીસ પર તેમનું નિરીક્ષણ કરશે.
બીસીસીઆઈના એક અધિકારીએ મીડિયા રીપોર્ટનુસાર કહ્યું હતુ કે ખેલાડીઓએ હવે પર્સનલ ફિઝીયો રાખવા પહેલા બીસીસીઆઈ અને એનસીએની પરવાનગી લેવી પડશે. તેમણે કહ્યું ખેલાડીઓને આ વાતની જાણકારી આપવામાં આવી છે કે જ્યારે પણ તેઓએ ઈજાગ્રસ્ત થાય છે તો તેણે એનસીએને જાણ કરવાની રહેશે. તેમની ઈજાની જાણકારી મળ્યા બાદ એનસીએના ફિઝીયોની દેખરેખમાં તેમનું રિહેબ થશે. જેનાથી ઈજાગ્રસ્ત ખેલાડીઓને લઈને બીસીસીઆઈનો ડેટાબેઝ પણ ચોક્કસ બનશે.
આ પહેલા ખેલાડીઓના રિહૈબને લઈને લૂપથી બહાર રાખવાને માટે એનસીએ દ્વારા બીસીસીઆઈ સામે પોતાની નારાજગી દર્શાવી હતી. શુભમન ગીલ ઈજાને લઈ ઈંગ્લેન્ડથી પરત ફરવા બાદ રિહૈબ કરી રહ્યો છે. શ્રેયસ ઐયર હાલમાં એનસીએમાં છે અને જ્યાં તેણે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાર કરી લીધો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન ટીમ ઈન્ડીયાના 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ગીલ ઉપરાંત વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનનું નામ પણ સામેલ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન પણ એક સાથે કેટલાક ખેલાડીઓ ઘાયલ થયા હતા.