ક્રિકેટને અનિશ્ચિતતાઓનો ખેલ ગણવામાં આવે છે. આ ખેલમાં જ્યા સુધી અંતિમ બોલ નાખવામા ન આવે ત્યા સુધી કઇ પણ શક્ય છે. ટીમ 10 રન પર પણ ઓલઆઉટ થઇ શકે છે અને ક્યારેક હાઇએસ્ટ સ્કોર પણ બની શકે છે. હવે થાઇલેન્ડ અને ફિલીપીંસ વચ્ચેની ટી20 મેચને જ જોઇ લો. આ મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં એક ટીમે 11.1 ઓવર સુધી જ બેટીંગ કરી અને ફક્ત 9 રન બનાવ્યા હતા. જવાબમાં બીજી ટીમે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર 4 બોલમાં 10 રન કરીને 10 વિકેટથી શાનદાર જીત મેળવી હતી.
પ્રથમ બેટીંગ કરતા ફિલીપીંસની ટીમમાંથી કોઇ પણ બેટર બે આંકડાનો સ્કોર પણ હાંસિલ ન કરી શકી. ટીમ તરફથી 4 બેટરએ 2-2 રન બનાવ્યા, જ્યારે એક રન એક્સ્ટ્રાનો રહ્યો. આ રીતે 9 રનનો સ્કોર નોંધાયો. થાઇલેન્ડ તરફથી Thipatcha Putthawong એ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે Onnicha Kamchomphu એ ત્રણ વિકેટ લીધી હતી. તે સિવાય એક વિકેટ Nattaya Boochatham ના નામે રહી હતી.
એકદમ સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરી થાઇલેન્ડની ક્રિકેટ ટીમે એલેક્સ સ્મિથ તરફથી નાખવામા આવેલ ઓવરની 4 બોલમાં જ મેચ પતાવી દીધી હતી. કેપ્ટન Nannapat Koncharoenkai એ 2 બોલમાં નોટઆઉટ 3 રન, જ્યારે Natthakan Chantham એ 2 બોલમાં એક ચોગ્ગાની મદદથી નોટઆઉટ 6 રન કર્યા હતા. રોચક વાત એ છે કે 9 રન મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી લોઇએસ્ટ સ્કોર નથી.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 2, 2023
મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ માલિના નામે છે. માલિની ટીમ 2019માં 6 રનમાં રવાંડા સામે ઓલઆઉટ થઇ ગઇ હતી. માલદિવની ટીમ પણ 2019માં બાંગ્લાદેશ સામેની મેચમાં 6 રનમાં ઓલઓઉટ થઇ હતી. માલદિવની ટીમ વર્ષ 2019માં નેપાળ સામે 8 રનમાં ઓલઆઉટ થઇ હતી.
બીજી બાજૂ થાઇલેન્ડની ટીમે વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. તેણે 4 બોલમાં રન ચેઝ કર્યા હતા. જો એક ઇનિંગમાં નાખવામાં આવેલ બોલની વાત કરીએ તો સૌથી મોટી જીત હતી. આ પહેલા રવાંડા અને તંજાનિયા પણ 4 બોલમાં જીત મેળવવામાં સફળ રહી હતી. ત્રણ ટીમના નામે સંયુક્ત રેકોર્ડ છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…