Cricket: ન્યુઝીલેન્ડ આ પહેલા પણ સુરક્ષાના કારણોસર આ પહેલા પણ પોતાના પ્રવાસ અધવચ્ચે છોડી ચૂકી છે

|

Sep 18, 2021 | 8:34 AM

ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન (New Zealand vs Pakistan) વચ્ચે રાવલપિંડીમાં વન ડે સિરીઝની પ્રથમ મેચ રમાનારી હતી. પરંતુ ટોસ થવાના પહેલા પહેલા જ કિવી ટીમે સુરક્ષાના કારણોસર પ્રવાસ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.

1 / 6
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે (New Zealand Cricket Team) પાકિસ્તાન પ્રવાસ શરૂ થાય તે પહેલા જ રદ કરી દીધો હતો. પ્રથમ વન ડે ની શરૂઆતના મિનિટ પહેલા, કિવિ ટીમે સુરક્ષા એલર્ટને ટાંકીને સમગ્ર પ્રવાસ છોડી દેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. 18 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચેલી ન્યૂઝીલેન્ડની ટીમના આ નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, ખેલાડીઓ, ભૂતપૂર્વ ખેલાડીઓ અને ચાહકોમાં ભારે નારાજગી છે. જો કે, આ પ્રથમ વખત નથી કે ન્યૂઝીલેન્ડે મધ્યમાં આ રીતે પ્રવાસ છોડ્યો હોય.

2 / 6
1986-87માં ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા પ્રવાસ અધવચ્ચે છોડી દેશ પરત આવી. તે સમયે કિવી ટીમ 3 ટેસ્ટ મેચ અને 4 વનડેની શ્રેણી માટે શ્રીલંકા ગઈ હતી. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ બાદ દેશમાં સ્થિતિ તંગ બની ગઈ હતી. દેશમાં કોમી તણાવ ફેલાયો અને પછી રાજધાની કોલંબોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 100 થી વધુ લોકો માર્યા ગયા. ન્યૂઝીલેન્ડની ટીમ તુરંત જ સ્વદેશ પરત ફરી હતી.

3 / 6
5 વર્ષ બાદ ફરી એકવાર કિવી ટીમને શ્રીલંકામાં આવી જ કેટલીક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. આ વખતે, શ્રેણીની શરૂઆત પહેલા જ, ટીમ હોટલ પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હતો. કિવિ ખેલાડીઓને હોટલમાંથી બહાર નીકળતી વખતે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મૃતકો અને ઘાયલોના શરીરના ભાગો હોટલની બહાર વેરવિખેર હતા. જોકે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો ન હતો, ઘણા ખેલાડીઓએ દેશમાં પરત ફરવાનો નિર્ણય કર્યો અને અન્ય ખેલાડીઓને તેમના સ્થાને રમવા શ્રીલંકા મોકલવામાં આવ્યા. શ્રેણીને 2 ટેસ્ટ અને 3 વનડે સુધી ઘટાડી દેવામાં આવી હતી.

4 / 6
19 વર્ષ પહેલા પણ ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. તે સમયે પણ સુરક્ષા કારણોસર તેને પ્રવાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. લાહોરમાં બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ હતી, જે પાકિસ્તાને જીતી હતી, પરંતુ બીજી ટેસ્ટ પહેલા, કરાંચીમાં ન્યુઝીલેન્ડ ટીમની હોટલ નજીક આત્મઘાતી બોમ્બ ધડાકા થયા હતા. ત્યારબાદ કિવી ટીમ ત્યાંથી પ્રવાસ છોડીને પરત ફરવાનુ નિર્ણય કર્યો હતો.

5 / 6
તાજેતરના મામલાએ ફરી એક વખત પાકિસ્તાનમાં ક્રિકેટની વાપસી પર સવાલો ઉભા કર્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવનિયુક્ત પ્રમુખ રમીઝ રાજાએ કહ્યું છે કે દેશના વડાપ્રધાને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન સાથે પણ વાત કરી હતી, તેમ છતાં આ બાબત બહાર આવી નથી. રમીઝ રાજાએ ન્યૂઝીલેન્ડ પર એકતરફી નિર્ણય લેવાનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તે આ મુદ્દો ICC સમક્ષ ઉઠાવશે.

6 / 6
આ પહેલા પણ પાકિસ્તાનમાં ક્રિકેટ અસુરક્ષીત રહી છે. વર્ષ 2009માં શ્રીલંકન ટીમ જે બસમાં સવાર હતા તેની પર આંતકવાદી હુમલો થયો હતો. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ પહોંચવા પહેલા પહેલા જ ટીમની બસ પર આંતકવાદીયોએ ગોળીઓ વરસાવી દીધી હતી. જે ઘટનામાં શ્રીલંકાના કેપ્ટન સહિત 7 શ્રીલંકન ક્રિકેટર, 2 સપોર્ટ સ્ટાફ અને એક અંપાયરને ઇજા પહોંચી હતી. હુમલા બાદ ખેલાડીઓને લઇ જવા સ્ટેડિયમમાં હેલિકોપ્ટર ઉતારી ક્રિકેટરોને એરલીફ્ટ કરવામાં આવ્યા હતા. જેને લઇ ઘટનાના 10 વર્ષ સુધી કોઇ પણ ટીમે પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝ નહોતી રમી.

Next Photo Gallery