ક્રિકેટ ઇતિહાસનો સૌથી લાંબો રન-અપ, એક બોલ ફેંકવા 100 KM દોડી બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

ઇંગ્લેન્ડના લોંગ ડિસ્ટન્સ રનર અને ક્લબ ક્રિકેટર સેમ બોડુઆનોએ એક અનોખો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેણે એક બોલ ફેંકવા માટે 100 કિલોમીટરનો રન-અપ લીધો હતો. આ ક્રિકેટ ઇતિહાસનો સૌથી લાંબો રન-અપનો વર્લ્ડ રેકોર્ડ છે.

ક્રિકેટ ઇતિહાસનો સૌથી લાંબો રન-અપ, એક બોલ ફેંકવા 100 KM દોડી બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
IronBodz
Image Credit source: INSTAGRAM
| Updated on: Aug 31, 2026 | 9:11 PM

ક્રિકેટ ઇતિહાસમાં શોએબ અખ્તર, બ્રેટ લી અને માઈકલ હોલ્ડિંગ જેવા ફાસ્ટ બોલરોના લાંબા રન-અપ્સ જોવા મળ્યા છે, પરંતુ ઇંગ્લેન્ડના એક ક્લબ ક્રિકેટરે રન-અપની બધી મર્યાદાઓ વટાવીને એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ‘IronBodz’ તરીકે ફેમસ લોંગ ડિસ્ટન્સ રનર અને ક્લબ ક્રિકેટર સેમ બોડુઆનોએ માત્ર એક બોલ ફેંકવા માટે 62 માઇલ એટલે કે લગભગ 100 કિલોમીટર લાંબો રન-અપ પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે.

એક બોલ ફેંકવા 100 કિલોમીટર લાંબો રન-અપ

આ અનોખા રેકોર્ડને હાંસલ કરવા માટે, સેમ બોડુઆનોએ ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડથી દોડ શરૂ કરી અને આખી રાત વોકિંગના વેલી એન્ડ ક્રિકેટ ક્લબ સુધી દોડતો રહ્યો. સેમે શનિવારે સાંજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસની રમત પછી હાથમાં ક્રિકેટ બોલ સાથે દોડવાની શરૂઆત કરી. તેણે સમગ્ર પ્રવાસ દરમિયાન તેની સફેદ ક્રિકેટ જર્સી પહેરી હતી અને 14 કલાકથી વધુ સમય સુધી સતત દોડ્યો.

 

નિર્ધારિત સમય પહેલા મેદાન પર પહોંચ્યો

10 કિલોમીટર પૂર્ણ કર્યા પછી, તેણે લંડન બ્રિજ પરથી એક વ્લોગ શેર કર્યો, તેની સફરને રેકોર્ડ કરી. સવારે થાકને કારણે તે લેમ્પપોસ્ટ સાથે પણ અથડાયો હતો, જેને તેણે મજેદાર કોમેડી કન્ટેન્ટ ગણાવ્યો. સૌથી લાંબા રન-અપનો અગાઉનો રેકોર્ડ 24 કિલોમીટર (15 માઈલ) હતો, જેને સેમે 100 કિલોમીટર દોડીને તોડી નાખ્યો. ખાસ વાત એ છે કે સેમ રવિવારે (30 ઓગસ્ટ) બપોરે 2 વાગ્યે બોલિંગના નિર્ધારિત સમય પહેલા મેદાન પર પહોંચ્યો.

પિતા સામે ફેંક્યો પહેલો બોલ

100 કિમી દોડ પૂર્ણ કર્યા પછી જ્યારે તેણે પોતાનો પહેલો બોલ ફેંક્યો, ત્યારે તેના પિતા બેટ્સમેન તરીકે ક્રીઝ પર હાજર હતા. બોલ ફેંક્યા પછી તરત જ, તેણે આખી સત્તાવાર મેચ અમ્પાયર અને સ્કોરર બંનેની હાજરીમાં રમી, પોતે બેટિંગ કરી અને કેટલાક શાનદાર શોટ ફટકાર્યા. સેમનો ઐતિહાસિક પ્રયાસ ફક્ત રેકોર્ડ બનાવવા માટે નહીં, પરંતુ એક ઉમદા હેતુ માટે હતો. તેણે ભૂતપૂર્વ ઇંગ્લિશ કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રોસની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં સ્થાપિત રૂથ સ્ટ્રોસ ફાઉન્ડેશન માટે 3,200 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી. અગાઉ, સેમે ક્રિકેટ પેડ પહેરીને અને બેટ લઈને 20 મિનિટથી ઓછા સમયમાં 5 કિમીની પાર્ક રનને પૂર્ણ કરવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

Published On - 9:11 pm, Mon, 31 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.