Cricket: આયર્લેન્ડની 16 વર્ષની જ ખેલાડીએ સ્ટાર ક્રિકેટ મિતાલી રાજ નો બે દાયકા જૂનો વિશ્વ વિક્રમ તોડી દીધો

|

Oct 11, 2021 | 6:52 PM

ભારતીય કેપ્ટન મિતાલી (Mithali Raj) રાજે વર્ષ 1999 માં પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે હજુ પણ દેશની સૌથી સફળ મહિલા ખેલાડીઓમાંની એક છે.

Cricket: આયર્લેન્ડની 16 વર્ષની જ ખેલાડીએ સ્ટાર ક્રિકેટ મિતાલી રાજ નો બે દાયકા જૂનો વિશ્વ વિક્રમ તોડી દીધો
Mithali Raj

Follow us on

ભારતની મહાન ખેલાડી મિતાલી રાજે (Mithali Raj) ક્રિકેટની દુનિયામાં મોટા રેકોર્ડ બનાવ્યા છે. આવા ઘણા રેકોર્ડ છે જે તોડવા દરેકના બસની વાત નથી. કારકિર્દીની શરૂઆતથી અત્યાર સુધી મિતાલીના બેટમાંથી ઘણી રેકોર્ડ બ્રેકિંગ ઇનિંગ્સ નિકળી છે. જોકે, સોમવારે આયર્લેન્ડ (Ireland) જેવા નાના દેશના 16 વર્ષના યુવાન ખેલાડીએ ભારતીય દિગ્ગજનો વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો. વિશ્વ રેકોર્ડ જે મિતાલી રાજના નામે 1999 થી અત્યાર સુધી એટલે કે લગભગ 22 વર્ષ સુધી અતૂટ હતો.

મિતાલી રાજને વર્ષ 1999 માં ડેબ્યૂ કરવાની તક મળી હતી. મિતાલીએ પોતાની વનડે ફોર્મેટ થી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની પ્રથમ વનડે મેચ આયર્લેન્ડ સામે મિલ્ટન કેન્સમાં રમી હતી. મિતાલી રાજે પોતાની પ્રથમ વનડે મેચમાં અણનમ 114 રન બનાવ્યા હતા. તે સમયે તેની ઉંમર 16 વર્ષ, 205 દિવસ હતી. મિતાલી તે સમયે આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારી સૌથી નાની વયની મહિલા ખેલાડી હતી. આ રેકોર્ડ 22 વર્ષથી મિતાલી રાજના નામે હતો. જોકે, સોમવારે આ રેકોર્ડ હવે બીજા ખેલાડીના નામે નોંધાયો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એમી હન્ટરે તોડ્યો રેકોર્ડ

આયર્લેન્ડની યુવા સ્ટાર એમી હન્ટરે (Amy Hunter) સોમવારે ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હતી. આયર્લેન્ડની ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. બંને વચ્ચે શ્રેણીની ચોથી વનડે મેચ રવિવારે રમા હતી. એમી એ અહીં 121 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેના બેટમાંથી 8 ચોગ્ગા આવ્યા હતા. તેણે હવે મિતાલી રાજનો 22 વર્ષ જૂનો વિશ્વ વિક્રમ તોડી વિશ્વમાં સૌથી નાની વયની મહિલા ક્રિકેટર બની ગઇ છે. ખાસ વાત એ છે કે એમી એ માત્ર 16 વર્ષની ઉંમરે આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ બ્રેક ઇનિંગ્સ તેના જન્મદિવસના દિવસે તેના બેટમાંથી નિકળી હતી.

 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલીએ વનડે ક્રિકેટરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર વિશ્વની બીજી અને ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.

 

 

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: આ બે ધુરંધર બોલરો વચ્ચે જામી પડી છે પર્પલ કેપની રેસ, કોણ બનશે વિકેટનો બાદશાહ?

આ પણ વાંચોઃ IPL 2021: ધોની ને આ બે સંયોગ ફળી ગયા તો ચેન્નાઇને ચેમ્પિયન બનાવતા કોઇ નહી રોકી શકે ! જાણો આ અનોખા સંયોગ

Next Article