Cricket: ગાવસ્કરના કોચ અને દિગ્ગજ ક્રિકેટર વિનુ માંકડને ICCએ ‘હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યુ

|

Jun 14, 2021 | 12:04 AM

વિનુ માંકડ 1917માં જામનગર (Jamnagar) માં જન્મ્યા હતા. તેઓ પજ્ઞ ભૂષણ સન્માનિત કરાયા હતા. ICC એ રવિવારે ટેસ્ટ ક્રિકેટનો જશ્ન મનાવતા પોતાના હોલ ઓફ ફેમમાં 10 ક્રિકેટ આઇકન્સ ને સામેલ કર્યા હતા.

Cricket: ગાવસ્કરના કોચ અને દિગ્ગજ ક્રિકેટર વિનુ માંકડને ICCએ હોલ ઓફ ફેમમાં સ્થાન આપ્યુ
Sunil Gavaskar-Vinu Mankad

Follow us on

ICCએ રવિવારે ટેસ્ટ ક્રિકેટનો જશ્ન મનાવતા પોતાના ‘હોલ ઓફ ફેમ’માં 10 ક્રિકેટ આઈકન્સને સામેલ કર્યા હતા. જે 10 મહાન ખેલાડીઓનો રમતમાં મહત્વનું યોગદાન રહ્યું હતુ. જેમાં ભારતના વિનૂ માંકડ (Vinoo Mankad)નું નામ પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યુ હતુ. આ યાદીમાં ક્રિકેટના શરુઆતના સમયથી પાંચ યુગના બે બે ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યુ છે.

 

આઈસીસીએ આ ઘોષણા સાઉથમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zeland) વચ્ચે રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલની શરુઆત પહેલા કરવામાં આવી છે. માંકડ ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar)ના કોચ પણ રહી ચુક્યા છે. માંકડ 1917માં જામનગર (Jamnagar)માં જન્મ્યા હતા. તેઓ પજ્ઞ ભૂષણ સન્માનિત કરાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

આઈસીસીએ જારી કરેલા નિવેદન મુજબ જેમાં સામેલ કરવામાં આવેલા 10 દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. આઈસીસી હોલ ઓફ ફેમની શાનદાર યાદીમાં તેઓ સામેલ થયા છે. જેમાં સામેલ લોકોની કુલ સંખ્યા હવે 103 થઈ ચુકી છે.

 

યાદીમાં સ્થાન પામેલા ખેલાડીઓમાં પ્રારંભિક યુગ એટલે કે 1918 પૂર્વને ગણવામાં આવે છે. જે માટે દક્ષિણ આફ્રિકાના ઓબ્રે ફોલ્કનર અને ઓસ્ટ્રેલીયાના મોન્ટી નોબલ પસંદ થયા છે. બંને વિશ્વ યુદ્ધના વચ્ચેનો 1918થી 1945ના સમયગાળા માટે વેસ્ટ ઈન્ડીઝના સર લીરી કોન્સટેંન્ટાઈન અને ઓસ્ટ્રેલીયાના સ્ટેન મેકકેબે પસંદ કરાયા હતા.

 

વર્ષ 1946થી 1979 દરમ્યાનના સમય માટે ઈંગ્લેંડના ટેડ ડેક્સટર અને ભારતના વિનૂ માંકડનું નામ છે. વન ડે યુગ એટલે કે, 1971થી 1995 દરમ્યાન માટે વેસ્ટ ઈન્ડીઝના ડેસમંડ હેન્સ અને ઈંગ્લેંડના બોબ વિલિસનો સમાવેશ છે. જ્યારે આધુનિક યુગ 1996થી 2016 માટે ઝિમ્બાબ્વે એન્ડી ફ્લાવર અને શ્રીલંકાના કે કુમાર સંગાકારાને સ્થાન મળ્યુ છે.

 

ભારતના મહાનતમ ઓલરાઉન્ડરમાંથી એક ગણાતા માંકડે 44 ટેસ્ટમાં 31.47ની સરેરાશથી 2,109 રન બનાવ્યા હતા. સાથે જ બોલીંગમાં તેઓએ 32.32ની સરેરાશથી 162 વિકેટ પણ ઝડપી હતી. તેઓ એક ઓપનર અને સ્પિનર હતા.

માંકડની યાદગાર મેચ

માંકડની યાદગાર મેચ 1952માં લોર્ડઝમાં રમાયેલ ઈંગ્લેંડ સામેની મેચ હતી. જેમાં 72 અને 184 રનની ઈનીંગ તેઓએ રમી હતી. સાથે જ 97 ઓવરની બોલીંગ તેઓએ કરી હતી. તેઓ પોતાના ટેસ્ટ કરિયર દરમ્યાન તમામ સ્થાને બેટીંગ કરનારા ફક્ત ત્રણ ક્રિકેટરોમાંથી એક છે. તેઓએ બાદમાં મુંબઈમાં એક અન્ય મહાન ક્રિકેટર સુનિલ ગાવાસ્કરને કોંચિંગ આપ્યુ હતુ. ગાવાસ્કરને પણ આઈસીસીએ હોલ ઓફ ફેમના સદસ્ય તરીકે પંસદ કર્યા છે.

ગાવાસ્કર ખુશ

હોલ ઓફ ફેમમાં માંકડના સામેલ થવા પર ગાવાસ્કરે પણ મીડિયા સાથે વાત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, વિનૂ માંકડની વિરાસત એ જ છે કે ભારત માટે ક્રિકેટ રમવાનું સપનુ જોનાર દરેક ખેલાડીને પાતોની જાત પર ભરોસો રાખવાનું કહેતા હતા. તેઓ આત્મવિશ્વાસના પ્રબળ સમર્થક હતા.

 

આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થવા પર તેમની પસંદગી કરવાનું કાર્ય વોટીંગ એકડમી દ્વારા કરવામાં આવે છે. આ એકડમીમાં હોલ ઓફ ફેમના સક્રિય સભ્યો, એફઆઈસીએનો પ્રતિનિધી, આગળ પડતા ક્રિકેટ પત્રકાર અને આઈસીસીના વરિષ્ઠ અધિકારીઓ સામેલ રહેશે. પાંચેય યુગના ખેલાડીઓની પસંદગી ઓનલાઈન મતદાન દ્વારા કરવામાં આવી છે.

 

માકંડિગ આઉટ

નોન સ્ટ્રાઇકર છેડે ઉભેલો ક્રિકેટર બોલ નાંખતા અગાઉ જ ક્રિઝ છોડી રન લેવા દોડી, ત્યારે આઉટ કરાતો હોય છે. તેને માકંડિંગ આઉટ કહેવામાં આવે છે. જે વિકેટનું નામ વિનુ માકંડિંગના નામ પરથી પડ્યુ હતુ. 1947માં ગજબ વિકેટ મેળવી હતી.

 

સિડની ટેસ્ટમાં રમતા બોલ ફેંકવા દરમ્યાન બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો. માંકડ બોલ નાંખવા જવા દરમ્યાન બ્રાઉન વારે વારે ક્રિઝની બહાર વહેલા નિકળી જતા હતા. અગાઉ મેચમાં બ્રાઉનને આ અંગે ટકોર્યા હતા. સિડનીમાં વોર્નીંગને બદલે સીધો આઉટ કર્યો હતો.

Next Article