
આ લિસ્ટમાં ચોથા નંબર પર પાકિસ્તાનની ટીમ છે. જેણે વર્ષ 2021માં અત્યાર સુધીમાં કુલ મળીને 6 ટેસ્ટ મેચ રમી છે. આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના ખેલાડી 15 વખત ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા છે. પાકિસ્તાનને આ છ મેચોમાંથી 4 મેચમાં જીત મળી છે.

વેસ્ટ ઈન્ડીઝની ટીમે વર્ષ 2021માં અત્યાર સુધી 7 મેચ રમી છે. જે મેચમાં ત્રણમાં જીત મળી છે. જે 7 મેચમાં તેના ખેલાડી પોતાનું ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

શ્રીલંકા આ મામલામાં છઠ્ઠા સ્થાન પર છે. ખેલાડી 13 વાર ડક થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ નવમાં સ્થાન પર રહી છે. જેણે બે મેચ રમી છે. જેમાં તેના ખેલાડીઓ 4 વાર શૂન્ય પર આઉટ થયો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની વિજેતા ન્યુઝીલેન્ડ અહીં પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે ચાર મેચ રમવા છતાં પણ તેમના ખેલાડી માત્ર ચાર જ વખત ડક આઉટ થયા છે.