Cricket: ECB હવે આકરા પાણીએ, રોબિન્સન બાદ તપાસનો રેલો ઇયોન મોર્ગન, એન્ડરસન અને બટલર સુધી પહોંચ્યો

|

Jun 09, 2021 | 8:17 PM

ઓલી રોબિન્સને (Ollie Robinson) ટેસ્ટ ડેબ્યૂ મેચ માં જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડેબ્યૂ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પ્રતિબંધના નિર્ણયનો સામનો કરવો પડ્યો છે.

Cricket: ECB હવે આકરા પાણીએ, રોબિન્સન બાદ તપાસનો રેલો ઇયોન મોર્ગન, એન્ડરસન અને બટલર સુધી પહોંચ્યો
Eoin Morgan

Follow us on

ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) વચ્ચે હાલમાં બે ટેસ્ટ મેચની શ્રેણી રમાઇ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં ઇંગ્લેંડ વતી ઓલી રોબિન્સને (Ollie Robinson) ટેસ્ટ ડેબ્યૂ મેચ માં જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડેબ્યૂ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પ્રતિબંધના નિર્ણયનો સામનો કરવો પડ્યો છે. ભૂતકાળમાં કરેલા જાતિવાદી ટ્વીટ વિવાદ (Racist Tweet Controversy) ને લઇને તેની પર આકરો નિર્ણય લદાયો હતો. પરંતુ હવે ઇયોન મોર્ગન, જેમ્સ એન્ડરસન અને જોસ બટલર પણ તપાસ પ્રક્રિયામાં ફસાયા છે.

ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સોશિયલ મીડિયા પર કરાયેલી ટીપ્પણીઓને લઇને હવે આકરા પાણી એ જોવા મળી રહ્યુ છે. રોબિન્સને ધમાકેદાર પ્રવેશ કરવા છતાં, તેની પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે વધુ ખેલાડીઓના અતીતને પણ તપાસમાં આવી રહ્યો છે. ભારતીયોની મજાક ઉડાવતી કથીત જાતિવાદી ટિપ્પણીઓને લઇને ECB એ તપાસ હાથ ધરી છે. જેમાં કેપ્ટન મોર્ગન (Eoin Morgan) ઉપરાંત વિકેટકીપર જોસ બટલર (Jos Buttler) ને પણ તપાસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

આકરા પાણીએ રહેલા ECB એ કહ્યુ છે કે, પ્રત્યેક મામલામાં વ્યક્તિગત આધાર પર વિચાર કરવામાં આવશે. બટલર અને મોર્ગને એક પોષ્ટમાં ભારતીયોની મજાક ઉડાવવા કટાક્ષ રુપે સર શબ્દનો ઉપયોગ કર્યો હતો.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

બટલરનો એક મેસેજ પણ ECB એ જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, મેં સર નંબર એક ને હંમેશા આ જ જવાબ આપુ છુ. મારા જેવા, તમારા જેવા. મારા જેવા. મોર્ગને બટલરને ટેગ કરીને એક મેસેજ લખ્યો હતો. જેમાં સર આપ મારી પસંદના બેટ્સમેન છો. બટલર IPL ની ટીમ રાજસ્થાન રોયલ્સ (RR) વતી રમે છે. જ્યારે ઇયોન મોર્ગન કલકત્તા નાઇટ રાઇડર્સના (KKR) કેપ્ટન છે.

એન્ડરસન પણ ફસાયો

બોલર જેમ્સ એન્ડરસને (James Anderson) વર્ષ 2010 માં સમલૈંગિકતા સાથે જોડાયેલ એક ટ્વીટ સામે આવ્યુ છે. એંન્ડરસન એ મીડિયા રિપોર્ટસ મુજબ કહ્યુ હતુ કે, મારી એ વાત 10-11 વર્ષ જૂની છે. હું એક વ્યક્તિના રુપમાં બદલાઇ ચુક્યો છું. બાબતો બદલાઇ જાય છે, તમે ભૂલો કરો છો. 38 વર્ષીય એંન્ડરસને ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડને લઇને ફેબ્રુઆરી 2010 માં એક ટ્વીટ કર્યુ હતુ. જેમાં લખ્યુ હતુ કે, આજે મે પ્રથમ વખત બ્રોડીને નવા હેયર કટમાં જોયો. તેના અંગે નિશ્વિત નથી. તે 15 વર્ષના સમલૈંગિકની માફક લાગી રહ્યો હતો.

Next Article