Cricket: શિખર ધવનના પહેલા આ દિગ્ગજ ક્રિકટરોના લગ્ન જીવનમાં સર્જાયા છે ભંગાણ, આ ક્રિકેટરો પણ લઇ ચુક્યા છે છૂટાછેડાં

|

Sep 08, 2021 | 11:19 AM

શિખર ધવને (Shikhar Dhawan) પોતાનાથી 10 વર્ષ મોટી અને બે બાળકોની માતા આયશા મુખર્જી (Ayesha Mukerji) સાથે 2012માં લગ્ન કર્યા હતા. હવે તે લગ્ન જીવનનો અંત 2021માં થઇ ચુક્યો છે.

1 / 7
ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) ને લઇને કહેવામાં આવે છે કે, તેનુ લગ્ન જીવન સારુ ચાલી રહ્યુ હતુ. પરંતુ મંગળવાર રાત્રે એવા સમાચાર આવ્યા કે, ધવનના ફેન્સને એ સમાચારને માનવા મુશ્કેલ થઇ ગયા હતા. ધવન અને તેની પત્ની આયેશા મુખર્જી (Ayesha Mukerji) એ છૂટાછેડા લીધા છે. આયેશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને આ માહિતી આપી હતી. આયેશા અને ધવનના લગ્ન 2012 માં થયા હતા અને લગ્નના નવ વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. આયેશા ધવન કરતા 10 વર્ષ મોટી છે. ક્રિકેટમાં આ પ્રથમ દંપતી નથી જેમણે છૂટાછેડા લીધા છે. અમે તમને એવા જ કેટલાક યુગલો વિશે જણાવી રહ્યા છીએ જેમણે લગ્નના થોડા વર્ષો બાદ છૂટાછેડા લીધા હતા.

2 / 7
ભારતીય ટીમ (Team India) ના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ તેની પહેલી પત્ની નૌરીનને છૂટાછેડા આપી દીધા હતા. બંનેએ 1987 માં લગ્ન કર્યા પરંતુ આ લગ્ન માત્ર નવ વર્ષ જ ટકી શક્યા. 1996 માં બંને અલગ થઈ ગયા. તેમના છૂટાછેડાનું કારણ ફિલ્મ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે અઝહરુદ્દીનનું અફેર હતું. બાદમાં તે બંને પણ અલગ થઈ ગયા હતા.

3 / 7
અન્ય એક ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક (Dinesh Karthik) ના પ્રથમ લગ્ન પણ લાંબા સમય સુધી ટક્યા ન હતા. તેણે 2007 માં નિકિતા નામની છોકરી સાથે લગ્ન કર્યા પરંતુ 2012 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. તેમના છૂટાછેડાનું કારણ નિકિતા અને કાર્તિકના મિત્ર તમિલનાડુના ક્રિકેટર મુરલી વિજય વચ્ચે અફેર હોવાનું કહેવાય છે.

4 / 7
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે 1999 માં જ્યોત્સના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંને તેમના સંબંધ લાંબા સમય સુધી જાળવી શક્યા નહીં. 2003 માં શ્રીનાથે રમતને અલવિદા કહી દીધું હતું. આના ચાર વર્ષ પછી એટલે કે 2007 માં શ્રીનાથ અને જ્યોત્સના એ છૂટાછેડા લીધા હતા.

5 / 7
વિનોદ કાંબલીના પ્રથમ લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. કાંબલીએ 1998 માં નોએલા લેવિસ સાથે લગ્ન કર્યા. તે એક હોટલમાં રિસેપ્શનિસ્ટ હતી. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંનેએ સર્વસંમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો.

6 / 7
વર્તમાન ભારતીય ટીમના મહત્વના પ્લેયર મોહમ્મદ શામી (Mohammed Shami) ના પ્રથમ લગ્ન પણ વિવાદોના કારણે સમાચારોમાં રહ્યા હતા. શામીએ 2014 માં હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા, પરંતુ પછી બંને વચ્ચે અણબનાવ શરૂ થયો. હસીન જહાંએ શામી અને શામીના પરિવાર પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો પોલીસ અને કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. બંનેના છૂટાછેડા થયા નથી પરંતુ બંને હવે સાથે રહેતા નથી.

7 / 7
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બ્રેટ લીનો પણ સમાવેશ થાય છે. તેણે 2006 માં એલિઝાબેથ કેમ્પ નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2008 માં, બંનેએ છૂટાછેડા લીધા. એવું કહેવાય છે કે આનું કારણ લી ને પરિવારને સમય આપવામાં અસમર્થતા હતી. તે જ સમયે, કેટલાક અહેવાલો એવા પણ હતા કેમ્પમાં પ્રખ્યાત રગ્બી ખેલાડી સાથે અફેર હતું.

Next Photo Gallery