Cricket: લો બોલો ! ક્રિકેટના મેદાનમાં અચાનક હેલિકોપ્ટરે લેન્ડ કરતા ક્રિકેટ મેચને રોકી દેવી પડી, જુઓ વિડીયો

|

Sep 21, 2021 | 8:26 PM

હેલિકોપ્ટરના અચાનક મેદાનમાં ઉતરવાના કારણે ડરહામ અને ગ્લૂસેસ્ટરશાયર વચ્ચેની કાઉન્ટી ચેમ્પિયનશિપ (County Championship) મેચ અટકી ગઇ હતી.

Cricket:  લો બોલો !  ક્રિકેટના મેદાનમાં અચાનક હેલિકોપ્ટરે લેન્ડ કરતા ક્રિકેટ મેચને રોકી દેવી પડી, જુઓ વિડીયો
Helicopter landed on the cricket ground (Symbolic image)

Follow us on

ક્રિકેટની દુનિયામાં કેટલીક વખત ખૂબ જ વિચિત્ર કારણોસર મેચ ને અટકાવી દેવામાં આવે છે. ક્યારેક સૂર્યથી વધુ પડતા પ્રકાશને કારણે અને ક્યારેક અતિશય પવનને કારણે મેચ રોકી દેવામાં આવી છે. ઘણી વખત જાનવરના મેદાનમાં ઘુસી જવાને કારણે પણ આવું બનતુ હોય છે. આ સિવાય વરસાદ અને તોફાનને કારણે પણ મેચ બંધ થવી સામાન્ય વાત છે. જો કે, તાજેતરમાં ઇંગ્લેન્ડમાં કંઈક એવું બન્યું જે પહેલા ક્યારેય થયું ન હતું. અહીં એક ક્રિકેટ મેચ રોકવામાં આવી હતી. કારણ કે મેચ દરમિયાન એક હેલિકોપ્ટર મેદાન પર ઉતર્યું હતું.

કાઉન્ટી ચેમ્પિયનશિપ (County Championship) માં ડરહમ (Durham), અને ગ્લૂસેસ્ટરશાયર (Gloucestershire) વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચ બ્રિસ્ટોલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાઈ રહી હતી. મેચમાં માત્ર પાંચ બોલ ફેંકવામાં આવ્યા હતા. આ દરમ્યાન જ મેદાનમાં એક હેલિકોપ્ટર ઉતરી આવ્યુ હતુ. આ પછી મેચ ફરી શરૂ થવામાં લગભગ 20 મિનિટ લાગી હતી.

IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ

મેદાન પર કરાવ્યુ ઇમરજન્સી લેન્ડીંગ

ચાલી રહેલી મેચ દરમિયાન, અચાનક જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યુ કે, ગંભીર અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક, હોસ્પિટલ લઈ જવા માટે મેદાન પર એર એમ્બ્યુલન્સ લેન્ડ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ ગ્રેટ વેસ્ટર્ન એર એમ્બ્યુલન્સ ચેરિટી હેલિકોપ્ટર મેદાન પર ઉતર્યું. આ દરમ્યાન ખેલાડીઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જેના થોડા સમય પછીથી મેચ 10:30 વાગ્યે ફરી શરૂ થઈ શકી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેના વિશે અલગ અલગ અનુમાન લગાવી રહ્યા હતા. જોકે, ગ્લૂસેસ્ટરશાયરે આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.

બોલર ક્રિસ રુસવર્થે વિડીયો શેર કર્યો

ડરહમના બોલર બોલર ક્રિસ રુસવર્થે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે લખ્યું, આવું પહેલીવાર થઈ રહ્યું છે. હેલિકોપ્ટરને કારણે મેદાન પર રમત બંધ થઈ ગઇ હતી. આ દરમ્યાન ટીમ ગ્લૂસેસ્ટરશાયરે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં હેલિકોપ્ટર પીડિતોને પાછા લઇને જોતુ જોવા મળી રહ્યુ હતુ. ગ્રેટ વેસ્ટર્ન એર એમ્બ્યુલન્સે આ માટે સોશિયલ મીડિયા પર માફી માંગતા કહ્યુ હતુ, મેચમાં વિક્ષેપ પડવા બદલ માફ કરશો. અમે કદાચ ખોટી ફિલ્ડિંગ પોઝિશનમાં ઉતર્યા હતા કદાચ. તમને આગળની રમત માટે શુભકામનાઓ.

 

આ પણ વાંચોઃ Neeraj chopraના શાનદાર અભિનયથી માત્ર ચાહકો જ નહીં, દિગ્દર્શક પણ આશ્ચર્યચકિત થયા, 8 કલાકમાં શૂટિંગ પૂર્ણ કર્યું

 

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન પોલીસનો બિરીયાની ઝાપટવામાં પણ રેકોર્ડ, ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષા દરમ્યાન 27 લાખની બિરીયાની ખાઇ જતાં વિવાદ

Next Article