IPLમાં કોરાનાની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સ ટીમમાં મળ્યો પહેલો કેસ, ટીમ ફિઝિયો બન્યો કોવિડ-19 પોઝિટિવ

|

Apr 15, 2022 | 7:50 PM

આઈપીએલમાં કોરોના કેસ સામે ન આવે તેના માટે બીસીસીઆઈએ કડક બાયો-બબલના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. છતાં કોરોનાની એન્ટ્રી થતાં બોર્ડમાં ચિતાનું મોજુ ફરી વળ્યું છે.

IPLમાં કોરાનાની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સ ટીમમાં મળ્યો પહેલો કેસ, ટીમ ફિઝિયો બન્યો કોવિડ-19 પોઝિટિવ
Delhi Capitals Physio Patrick Farhart (PC: DC)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ (Patrick Farhart) COVID-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. IPL એ શુક્રવારે એક પ્રેસ રિલીઝમાં પેટ્રિકના કોરોના સંક્રમણની પુષ્ટિ કરી હતી. હાલમાં દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ ફરહાર્ટ પર નજર રાખી રહી છે. 2 વર્ષ પહેલા, કોરોનાની પ્રથમ લહેરને કારણે, IPL 2020 સ્થગિત કરવી પડી હતી. તે વર્ષે આઈપીએલની તમામ મેચો યુએઈમાં યોજાઈ હતી. ત્યારબાદ 2021 માં પણ, કોરોના રોગચાળાના વિકરાળ સ્વરૂપને કારણે પ્રથમ તબક્કા પછી IPL રોકવી પડી હતી. આ સિઝનનો બીજો લેગ પણ UAE માં જ પૂર્ણ થયો હતો.

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયા પછી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ સ્ટેડિયમમાં દર્શકોની કુલ ક્ષમતાના 25% પ્રવેશની મંજૂરી આપી હતી. આ સાથે સાવચેતી રાખીને ટીમોને બાયો-બબલમાં રહેવા સૂચના આપવામાં આવી હતી. કોરોના સંક્રમણથી બચવા માટે સમગ્ર IPL ને મુંબઈના ત્રણ સ્ટેડિયમ અને પુણેના એક સ્ટેડિયમ સુધી સીમિત કરી દેવામાં આવી છે. આ બધું હોવા છતાં IPL માં કોરાનાની આ એન્ટ્રી સાવધાનીમાં રહેવાની વાત છે. જોવાનું એ રહે છે કે IPL માં સામે આવેલા આ પ્રથમ કેસ બાદ BCCI આગળની ઘટનાઓ અને નિયમોમાં કડકતા અંગે શું વલણ અપનાવે છે.

દિલ્હી કેપિટલ્સની હવે પછીની મેચ શનિવારે રમાશે

IPL 2022 માં દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં 4 મેચ રમી ચૂકી છે. જેમાં ટીમે 2 મેચમાં જીત અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઈન્ટ ટેબલમાં હાલ 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ટીમની આગામી મેચ 16 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આ પણ વાંચો : IPL 2022 SRH vs KKR Head to Head: કોલકાતા નાઈટ રાઇડર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો કેવો છે રેકોર્ડ? જાણો

આ પણ વાંચો : SRH vs KKR Playing XI IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ આજે સળંગ ત્રીજી જીત નોંધાવવાનો ઈરાદો રાખશે, કેવી હશે ટીમ જાણો

Next Article