મુંબઈ, દિલ્હી, બેંગ્લોર નહી પરંતુ અમદાવાદ ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે તૈયાર

કોમનવેલ્થ ગેમ્સ 2030ની મેજબાનીને લઈ એક મોટું અપટેડ સામે આવ્યું છે. આ વખતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં થઈ શકે છે. અમદાવાદને 2030માં રમાનારી કોમનવેલ્થ ગેમ્સની મેજબાની સોંપવામાં આવી શકે છે.

મુંબઈ, દિલ્હી, બેંગ્લોર નહી પરંતુ અમદાવાદ ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે તૈયાર
| Updated on: Oct 16, 2025 | 10:45 AM

એક ઐતિહાસિક નિર્ણયમાં, કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અમદાવાદ, ભારતના શહેરની ભલામણ કરી છે. આ પ્રસ્તાવ હવે કોમનવેલ્થ ગેમ્સના મેબરશિપની સામે રાખવામાં આવ્યો છે અને તેનો છેલ્લો નિર્ણય 26 નવેમ્બર 2025ના રોજ ગ્લાસગોમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સની મહાસભામાં લેવામાં આવશે. જો આવું થાય છે તો ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરશે. આ પહેલા 2010માં આ ઈવેન્ટ ભારતમાં રમાઈ હતી.

 

 

મેજબાનીની રેસમાં અબુજા

અમદાવાદને મેજબાની આપવા પાછળ એક મોટું કારણ છે. સમિતિએ ઉમેદવારોના શહેરોનું મૂલ્યાંકન તેમજ અનેક માપદંડો પર કર્યું છે. ટેકનીકી વ્યવસ્થા, ખેલાડીઓનો અનુભવ, પ્રશાસન તેમજ કોમનવેલ્થ ગેમ્સના મૂલ્યો સાથે તાલમેલ સામેલ થાય છે કે કેમ? તમને જણાવી દઈએ કે, મેજબાનીની રેસમાં નાઈઝેરિયાની રાજધાની અબુજા પણ છે. અમદાવાદ અને અબુજા બંન્ને પ્રભાવશાળી અને મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજુ કર્યા છે.

ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને

તમને જણાવી દઈએ કે, 2030માં કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. પહેલું આયોજન 1930માં કનેડાના હૈમિલ્ટનમાં કરવામાં આવ્યું હતુ. તેમજ ગ્લાસગો 2026ની તૈયારીઓ પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદને મેજબાની મળવી ભારત માટે ઐતિહાસિક પળ હશે. કોમનવેલ્થમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારતનો રમતગમતનો ઇતિહાસ સમૃદ્ધ છે અને કોમનવેલ્થ ગેમ્સમાં સફળતાનો મજબૂત રેકોર્ડ છે. બર્મિંગહામ 2022માં, ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું.

ભારતીય ઓલિમ્પિક સંધે અમદાવાદને પસંદગીનું શહેર ગણાવ્યું છે. 29 ઓગસ્ટના રોજ પોતાનો છેલ્લો પ્રસ્તાવ સોંપ્યો હતો. તેમજ નાઈઝીરિયાએ પણ સમયમર્યાદા પહેલા આ ઇવેન્ટ માટે ઔપચારિક બિડ રજૂ કરી હતી. અમદાવાદ અને અબુજામાંથી કોણ આ મલ્ટી-સ્પોર્ટિંગ ઇવેન્ટનું આયોજન કરવા માટે લાયક બનશે તે જોવાનું બાકી છે.

ભારતની મહત્વાકાંક્ષી યાત્રા જાન્યુઆરી 2025 માં શરૂ થઈ હતી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના ઉપપ્રમુખ ક્રિસ જેનકિન્સ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં અમદાવાદની દાવેદારી અંગે પ્રારંભિક ચર્ચા કરવામાં આવી હતી અને 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે અરજી કરવાના ભારતના ઈરાદાને પણ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Published On - 10:36 am, Thu, 16 October 25