ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પરથી ચહલની સરનેમ દુર કરી, ચહલે પોસ્ટ કરી કહ્યું એક નવી જીંદગીની શરુઆત

ધનશ્રી અને ચહલની જોડી જેઓ પોતાના પ્રેમથી ભરપૂર પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે, તે આજકાલ અન્ય કોઈ કારણોસર ચર્ચામાં છે.

ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પરથી ચહલની સરનેમ દુર કરી, ચહલે પોસ્ટ કરી કહ્યું એક નવી જીંદગીની શરુઆત
ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પરથી ચહલની સરનેમ દુર કરી
Image Credit source: Instagram
| Updated on: Aug 18, 2022 | 4:33 PM

Yuzvendra Chahal : ઈન્ટરનેટ સેન્સેશન અને જાણીતી કોરિયોગ્રાફર ધનશ્રી  (Choreographer dhanashree )વર્મા અચાનક લાઈમલાઈટમાં આવી ગઈ છે. ધનશ્રી વર્મા ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલની પત્ની છે. તમને જણાવી દઈએ કે, ધનશ્રી વર્મા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા હેડલાઈન્સમાં છે. તેણે પોતાના નામની પાછળથી ચહલનું નામ હટાવી દીધું છે. ત્યારથી, ચાહકો દરેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે કે શું ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અલગ થઈ રહ્યા છે. નોંધનીય છે કે, લગ્ન બાદ ધનશ્રી વર્માએ પોતાના નામની આગળ પતિ યુઝવેન્દ્રની સરનેમ ચહલ ઉમેરી હતી.

ધનશ્રી વર્માએ સરનેમ દુર કરી

 

 

તમને જણાવી દઈએ કે,ધનશ્રી વર્માએ ચાહકોને ચોંકાવી દીધા છે.ચહલની સરનેમ તેના નામ પાછળથી દુર કરી છે. તમે તેના ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટમાં જોશો તો યુઝરનેમ પહેલા પતિ યુઝવેન્દ્ર ચહલની સરનેમને દુર કરી છે. આ પહેલા તેનું અકાઉન્ટ ચહલની સરનેમ સાથે જોડાયેલું હતુ. સરનેમ દુર કર્યા બાદ ચારે બાજુ બંન્નેની ચર્ચાઓ થવા લાગી છે.લોકો કહી રહ્યા છે કે, બંન્ને વચ્ચે બધું બરાબર તો ચાલી રહ્યું છે ને ધનશ્રી વર્માએ ક્યાં કારણોસર સરનેમ દુર કરી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

યુઝવેન્દ્ર ચહલે પોસ્ટ કરી હતી સ્ટોરી

તમને જણાવી દઈએ કે, ધનશ્રી વર્માએ માત્ર સરનેમ દુર કરી છે ફોટો ઈન્સ્ટ્રાગ્રામ પરથી દુર કર્યા નથી. કેટલાક દિવસ પહેલા ચહલની એક પોસ્ટે લોકોમાં ઉત્સુક્તા વધારી દીધી હરતી. જેના પર લખ્યું હતુ કે, એક નવી જીંદગીની શરુઆત થઈ રહી છે

 

 

ચહલની આ પોસ્ટ બાદ તેના ચાહકો એ વિચાર કરી રહ્યા છે કે, બંન્ને વચ્ચે બધું બરાબર તો ચાલી રહ્યું છે ને, હજુ સુધી આ કપલે કોઈ માહિતી બહાર પાડી નથી. કાંઈ સ્પષ્ટ કર્યું નથી કે શું થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ધનશ્રી વર્મા અને ચહલની પ્રથમ મુલાકાત ઓનલાઈન ડાન્સ ક્લાસ દરમિયાન થઈ હતી.ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીના ક્લાસમાં જોડાયો હતો. ત્યારથી જ બંન્નેની લવ સ્ટોરી શરુ થઈ હતી. ત્યારબાદ બંન્નેએ લગ્ન કર્યા.

Published On - 4:32 pm, Thu, 18 August 22