IND vs NZ: ચેતેશ્વર પુજારા અને રહાણેના બેટ થી નિરાશા, વિદેશ અને ઘર આંગણે નિરાશાજનક રમત, બંને માટે સર્જાઇ શકે છે મુશ્કેલી!

|

Nov 28, 2021 | 12:45 PM

અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાનની ચાર ટેસ્ટ મેચ દરમ્યાન માત્ર 143 રન નોંધાવ્યા હતા જ્યારે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ 231 રન નોંધાવ્યા હતા.

IND vs NZ: ચેતેશ્વર પુજારા અને રહાણેના બેટ થી નિરાશા, વિદેશ અને ઘર આંગણે નિરાશાજનક રમત, બંને માટે સર્જાઇ શકે છે મુશ્કેલી!
Cheteshwar Pujara-Ajinkya Rahane

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે કાનપુર ટેસ્ટ (Kanpur Test) રમાઇ રહી છે. આ દરમ્યાન ફરી એકવાર અજીંક્ય રહાણે (Ajinkya Rahane) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ની રમત નિરાશાજનક રહી છે. બંનેનુ ફોર્મને લઇને હજુ પણ લાગી રહ્યુ છે કે, તેઓના મુશ્કેલ સમય તેમનો પિછો છોડી રહ્યુ નથી. રહાણે કાનપુરમાં ભારતના બીજા દાવ દરમ્યાન માત્ર 4 રન નોધાવ્યા છે. જ્યારે પુજારાએ 22 રન નોંધાવ્યા હતા. આ બંને પાસેથી સારા સ્કોરની અપેક્ષા ઘર આંગણે રાખવામાં આવી રહી હતી. સાથે જ બંનેની રમત ટીમ ઇન્ડિયા (Team India) માં તેમના સ્થાનને નિશ્વિત રાખવાના અનુરુપ હશે. પરંતુ તેમની પાસેથી એવી રમત જોવા મળી શકી નહોતી.

પ્રથમ ઇનીંગ દરમ્યાન પણ પુજારા અને અને રહાણે બંને મોટી ઇનીંગ રમી શક્યા નહોતા. બંનેની રમત સંઘર્ષમય લાગી રહી હતી. બંને અનુભવી અને મહત્વની ખેલાડીઓ છે. તેમની રમત ભારતીય ટીમ માટે પરિણામ ની દિશા નક્કિ કરનારી માનવામાં આવે છે. તેઓની નિષ્ફળતાને લઇને ટીમના મિડલ અને નિચલા મધ્યક્રમ પર બોજો સર્જાતો હોય છે. જો તે પણ સફળ ના રહે તો ટીમની મુશ્કેલી નિશ્વિત બની જતી હોય છે.

ચેતેશ્વર પુજારાએ કાનપુર ટેસ્ટના ચોથા દિવસની રમત દરમ્યાન 22 રન કરીને વિકેટ ગુમાવી હતી. આ પહેલા પ્રથમ દાવમાં 26 રન કરીને વિકેટ ગુમાવી હતી. જે 26 રન માટે તેણે પિચ પર 2 કલાકનો સમય પસાર કર્યો હતો અને 88 બોલનો સામનો કર્યો હતો. આ પહેલા વિદેશમાં રમતા એટલે કે ઇંગ્લેન્ડ સામે તેમની જ ધરતી પર રમતા અંતિમ ટેસ્ટમાં પણ પ્રદર્શન ખાસ આકર્ષિત કરનારુ રહ્યુ નહોતુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પૂજારાને ન્યુઝીલેન્ડ સામે મુશ્કેલી, આવો રહ્યો હતો ઇંગ્લેન્ડ પ્રવાસ

ઇંગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન સૌથી પહેલી ટેસ્ટ મેચ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન શિપની ફાઇનલ મેચના રુપમાં રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમ્યાન સાઉથમ્પટનમાં બંને ઇંનીંગમાં પુજારાએ માત્ર 23 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ નોટિંઘહામમાં રમાઇ હતી જ્યાં પ્રથમ દાવમાં માત્ર 4 રનની ઇનીંગ રમી હતી અને બીજા દાવમાં અણનમ 12 રનની ઇનીંગ રમી હતી. આવી જ રીતે લોર્ડસમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પ્રથમ દાવમાં 9 રન અને બીજી ઇનીંગમાં 45 રન કર્યા હતા.

લીડ્ઝમાં તેણે પોતાની રમતથી તેના નિરાશ ચાહકોને થોડાક ખુશ કરતા લાંબા સમય બાદ અર્ધશતક ફટકાર્યુ હતુ. જોકે પહેલી બેટીંગ દરમિયાન તે માત્ર 1 રન પર જ વિકેટ ગુમાવી બેઠો હતો અને બીજા દાવમાં 91 રન નોંધાવ્યા હતા. ઓવલ ટેસ્ટમાં પહેલા દાવમાં 4 રન અને બીજી ઇનીંગંમાં ફરી એકવાર અર્ધશતક નોંધાવતા 61 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન પુજાપાએ 231 રન નોંધાવ્યા હતા.

રહાણે ની સ્થિતી પૂજારા સમાન, કિવી-ઇંગ્લેન્ડ બંને સામે નિરાશા

પુજારાની માફક અજીંક્ય રહાણેની સ્થિતી પણ સરખી જ રહી છે. સાઉથમ્પ્ટનમાં રમાયેલી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેણે ન્યુઝીલેન્ડ સામે પહેલ ઇનીંગમાં 49 અને બીજી ઇનીંગમાં 15 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ દેખાવ ખાસ રહ્યો નહોતો. નોટિંઘહામ ટેસ્ટમાં એક જ દાવ રમીને 5 રન કર્યા હતા. લોર્ડઝમાં પહેલા દાવમાં 1 જ રન કર્યો હતો અને બીજા દાવમાં અર્ધશતક નોંધાવતા 61 રન કર્યા હતા. જે બાદ તે હજુ સુધી ટેસ્ટ અર્ધશતક નોંધાવી શક્યો નથી. લીડ્સ ટેસ્ટમાં પહેલી ઇનીંગમાં 18 અને બીજીમાં 10 રન નોંધાવ્યા હતા.

ઓવલ ટેસ્ટમાં પહેલા દાવમાં 14 રન અને બીજા દાવમાં શૂન્ય પર પેવિલિયન પરત ફર્યો હતો. હાલમાં રમાઇ રહેલી કાનપુર ટેસ્ટમાં પણ તે માત્ર 39 રન જ નોંઘાવી શક્યો છે. આમ છેલ્લી છ ઇનીંગમાં માત્ર 81 રન નોંધાવ્યા છે. જ્યારે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 143 રન નોંધાવ્યા હતા. જે પાંચ મેચોની સિરીઝમાં 4 મેચ રમાઇ હતી. જ્યારે અંતિમ મેચ મોકુફ રખાઇ હતી.

 

 

આ પણ વાંચોઃ Arvalli: સોનગઢની મહિલાને જૂનાગઢના યુવક સાથે પ્રેમ થયો, અરવલ્લીમાં આવ્યો પ્રેમનો કરુણ અંજામ ! ડબલ મર્ડરનો ઉકેલાયો ભેદ

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટ સાથે જ વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોને ફરી એકવાર પ્રવેશ મળશે, જોકે સરકારે રાખી શરત

Published On - 12:44 pm, Sun, 28 November 21

Next Article