પહેલા પસંદગી સમિતિ વિખેરી નાખી, પછી એ જ સમિતિને બીસીસીઆઈએ સોપ્યું કામ, જાણો શુ સોપી કામગીરી

13મી ડિસેમ્બરથી રણજી ટ્રોફી (Ranji Trophy)ની મેચો શરૂ થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે ભારતીય પસંદગીકારો પણ તેમને સોંપવામાં આવેલા કામ પર લાગી ગયા છે.

પહેલા પસંદગી સમિતિ વિખેરી નાખી, પછી એ જ સમિતિને બીસીસીઆઈએ સોપ્યું કામ, જાણો શુ સોપી કામગીરી
BCCI જે પસંદગી સમિતિને બહારનો રસ્તો દેખાડ્યો, તેને હવે એક મોટું કામ સોંપ્યું
Image Credit source: AFP Photo
| Edited By: | Updated on: Dec 13, 2022 | 3:07 PM

બીસીસીઆઈને રણજી ટ્રોફીની દરેક અપટેડ જોઈએ છે. ખેલાડીઓનો રિપોર્ટ કાર્ડ જોઈએ, જે કારણ છે તેના ઈશારા પર ચેતન શર્માની અધ્યક્ષતાવાળી ભારતીય પસંદગી સમિતિએ બાજની જેમ રણજી ટ્રોફી પર નજર રાખી છે. ચેતન શર્મા એન્ડ કંપની એજ સિલેક્શન કમિટિ છે. જેમણે ટી 20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમની હારથી નારાજ બીસીસીઆઈએ બહારનો રસ્તો દેખાડી દીધો હતો. નવી સિલેક્શન કમિટીનું ગઠન હજુ સુધી થયું નથી. તો બીસીસીઆઈએ ચેતન શર્માની અધ્યક્ષતા વાળી સમિતિને રણજી મેચ જોવાની તક આપવામાં આવી છે.

રણજી ટ્રોફીની મેચ 13 ડિસેમ્બરથી શરુ

તમને જણાવી દઈએ કે, રણજી ટ્રોફીની મેચ 13 ડિસેમ્બરથી શરુ થઈ ચૂકી છે. જેનો મતલબ એ છે કે, ચેતન શર્માની આગેવાની વાળી સિલેક્શન પેનલને સોંપવામાં આવેલા કામ પર લાગી ગયા છે. દરેક સિલેકટર્સ પ્રથમ રાઉન્ડમાં તેમણે જોયેલી મેચનો રિપોર્ટ આગળ ફોરવર્ડ કરશે. હાલમાં તે પ્રથમ રાઉન્ડની મેચ પર નજર રાખશે.

પ્રથમ રાઉન્ડની મેચ જોશે સિલેક્ટર્સ

બીસીસીઆઈના સુત્રો મુજબ ચેતન શર્મા મોહાલીમાં ચંડીગઢ અને પંજાબ વચ્ચેની મેચ જોશે. સુનીલ જોશી પુણેમાં મહારાષ્ટ્ર અને દિલ્લી વચ્ચેની ટક્કર જોશે. હરવિંદર સિંહ હૈદરાબાદમાં તમિલનાડુ વિરુદ્ધ પોતીની હોમ ટીમની જ મેચ જોશે. ઈસ્ટ ઝોનના સિલેક્ટર દેવાશીષ મોહંતી કોલકતામાં બંગાળ અને યુપીની મેચ જોશે. પસંદગીકારોની મેચ જોવા માટેના આ રોસ્ટર BCCIની સલાહ પર તૈયાર કરવામાં આવ્યા છે.

20 ડિસેમ્બરથી રણજી ટ્રોફીના બીજા રાઉન્ડની મેચ

ભારતીય ટીમ નવી પસંદગી સમિતિ પર ટુંક સમયમાં મોહર લગાવશે. જેના માટે હાલમાં ઈન્ટરવ્યુ શેડ્યુલ નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, 20 ડિસેમ્બરથી રણજી ટ્રોફીના બીજા રાઉન્ડની મેચ પહેલા ભારતીય ટીમની નવી સિલેક્શન કમિટિ પર મોહર લાગી શકે છે.

એપેક્સ કાઉન્સિલની બેઠકમાં થઈ શકે છે જાહેરાત

21 ડિસેમ્બરના રોજ બીસીસીઆઈની એપેક્સ કમિટિની એક મીટિંગ થવાની છે. જેમાં સંભવિત નવી સિલેક્શન કમિટિની અધિકારિક જાહેરાત થઈ શકે છે. તેમને જણાવી દઈએ કે, ઓક્ટોમ્બરમાં બીસીસીઆઈની નવી એપેક્સ કાઉન્સિલ બનાવ્યા બાદ આ તેની પ્રથમ મીટિંગ છે.