આજે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની હતી. પણ હવે વરસાદના કારણે ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. આજની મેચ માટેની ટિકિટ આવતીકાલ માટે માન્ય ગણાશે. આઈપીએલ ઈતિહાસમાં પહેલીવાર આઈપીએલની ફાઈનલ મેચ રિઝર્વ ડેના દિવસે રમાશે.
વરસાદને કારણે ઘણા ફેન્સ પહેલાથી જ સ્ટેડિયમ છોડીને પરત ફરી રહ્યા હતા. સાંજે 7 કલાકથી શરુ થયેલી વરસાદ રાત્ર 11 વાગ્યે પણ બંધ ન થતા. આજની મેચ રદ્દ કરવામાં આવી હતી. હવે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. દર્શકોની ફિઝિકલ ટિકિટ કાલની મેચ માટે માન્ય રહેશે. આજે 11 વાગ્યે અમ્પાયર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May – 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad.
Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD
— IndianPremierLeague (@IPL) May 28, 2023
આજે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની હતી. પણ હવે વરસાદના કારણે ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. આજની મેચ માટેની ટિકિટ આવતીકાલ માટે માન્ય ગણાશે. આઈપીએલ ઈતિહાસમાં પહેલીવાર આઈપીએલની ફાઈનલ મેચ રિઝર્વ ડેના દિવસે રમાશે.
વરસાદને કારણે 7 વાગ્યાથી ફાઈનલ મેચ અટકી છે. વરસાદ અટકી જાય ત્યાર બાદ મેચ રમવા માટે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં લગભગ 1 કલાક લાગશે. અમ્પાયર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેચ 11 વાગ્યાથી શરુ થાય તો 5-5 ઓવરની ફાઈનલ મેચ થશે.
આજે 7.30 કલાકથી શરુ થનારી ફાઈનલ મેચ હજુ સુધી શરુ થઈ શકી નથી. વરસાદને કારણે ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. ઘણા દર્શકો વરસાદને કારણે સ્ટેડિયમમાંથી પરત ફરી રહ્યાં છે.
The rain 🌧️ returns
The covers are back 🔛
The wait continues ⌛️
Follow the match ▶️ https://t.co/IUkeFQS4Il#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/rGesIuwWJu
— IndianPremierLeague (@IPL) May 28, 2023
8.35 કલાક સુધીમાં મેચ શરુ ના થતા, હવે ફાઈનલ મેચની ઓવરમાં ઘટડો શરુ થયો છે. વરસાદ બંધ થશે ત્યારે અમ્પાયરના નિર્ણય અનુસાર 20 ઓવર કરતા ઓછી ઓવરમાં બંને ટીમો વચ્ચે મેચ રમાશે.
Rain getting heavier in Narendra Modi Stadium. pic.twitter.com/c2IjnjQdA3
— Johns. (@CricCrazyJohns) May 28, 2023
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલમાં જ વરસાદ બંધ થતા ખેલાડીઓ પ્રેક્ટિસ માટે મેદાન પર આવ્યા હતા. પણ 9.20 કલાકે વરસાદ ફરી શરુ થતા. પિચને ફરી કવર્સથી ઢાંકવામાં આવી હતી. ખેલાડીઓ પ્રેક્ટિસ છોડીને ડગઆઉટ તરફ દોડયા હતા. દર્શકોમાં વરસાદથી બચવા માટે દોડધામ મચી હતી.
ક્રિકેટ ચાહકો લાંબા સમયથી વરસાદ રોકાઈ જવાના અને મેચ શરુ થવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન હવે પીચ પરથી કવર્સ હટ્યા છે અને હવે થોડીવારમાં ટોસ અંગે નિર્ણય થઈ શકે છે. એટલે કે ઝડપથી ટોસ થવાની આશા છે.
વરસાદ ફરીથી વરસવો શરુ થતા મેચ વધુ મોડી થઈ છે. જોકે મેચ 9.35 કલાક સુધીમાં શરુ થશે તો નિર્ધારીત ઓવરની મેચ રમાઈ શકે છે.
અમદાવાદમાં વરસાદ રોકાઈ ચૂક્યો છે. જેને લઈ હવે રાહત સર્જાઈ છે. જોકે આ પહેલા કરા સાથે વરસાદ વરસતા મેચ શરુ થવાને લઈ ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે ટોસ ક્યારે થશે એ અંગે અપડેટની રાહ જોવાઈ રહી છે.
અમદાવાદમાં વરસાદી માહોલ છે અને પીચ પર કવર્સ ઢાંકવામાં આવ્યા છે. હાલના વાતાવરણની સ્થિતીને લઈ ટોસ મોડો ઉછળશે. નિર્ધારીત સમય 7.00 કલાકે સાંજે ટોસ ઉછાળવામાં આવનાર હતો અને મેચની રમત 7.30 કલાકે થનારી હતી. મેદાનથી સામે આવતા અપડેટ મુજબ વરસાદને લઈ મેદાન ખૂબ જ ભીનુ છે અને જેને લઈ રમત મોડી શરુ થઈ શકે છે.
Current situation at #Ahmedabad .#IPL2023Final pic.twitter.com/D8bVHnQEWA
— KhaN AghA (@Khanaghaa) May 28, 2023
મેચ પહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ ક્રિકેટ ચાહકો પણ ચિંતામાં ડૂબ્યા છે. તો વળી પિચ પર માહોલને લઈ કવર્સ લગાડવામાં આવેલા છે.
Bad news: Rain started, covers on
Fixed Ahmedabad #GTvCSK #GTvsCSK #earthquake #MSDhoni #IPL2023 #IPLFinal #IPL2023Final Mahi Chennai Super Kings #CSKvGT #CSKvsGT pic.twitter.com/dMFJJbS0Os
— Akash Rajput ✪ (@imARajput_66) May 28, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રવિવારે ફાઈનલ ટક્કર થનારી છે. આ પહેલા જ અંબાતી રાયડૂએ પોતાના સંન્યાસની ઘોષણા કરી દીધી છે. ચેન્નાઈ સાથે બે વાર આઈપીએલ ટાઈટલ જીતનારો અનુભવી બેટર રાયડૂએ ફાઈલ પહેલા પહેલા જ આ અંગેનુ એલાન કર્યુ છે.
વરસાદને લઈ ફાઈનલની મજા ખરાબ થઈ શકે છે. રાત્રે 8 થી 9 કલાકની વચ્ચે વરસાદ વરસવાની આગાહી છે. એક્યુવેધર અનુસાર રાત્રી દરમિયાન આકાશમાં કાળા વાદળો છવાયેલા રહેશે.
ગુજરાત અને ચેન્નાઈ સિઝનમાં ત્રીજી વાર એક બીજાને આમને સામને ટકરાઈ રહ્યા છે. સિઝનની ઓપનિંગ મેચમાં જ બંને વચ્ચે ટક્કર થઈ હતી અને જેમાં ગુજરાતે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચ અમદાવાદમાં રમાઈ હતી. જેના બાદ ક્વોલિફાયર-1 મેચમાં ચેન્નાઈનો ચેપોકમાં 15 રનથી વિજય થયો હતો.
આજે રવિવારે IPL 2023 Final અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે હાઈવોલ્ટેજ ટક્કર થનારી છે. હાર્દિક પંડ્યા ઘર આંગણે ટીમની સતત બીજી સિઝનમાં જીત અપાવવા માટે ઈરાદો રાખશે.
Published On - 5:07 pm, Sun, 28 May 23