
મુંબઈ ઈન્ડીયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર સ્ટાર ખેલાડી રોહિત શર્મા (Rohit Sharma) આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેણે કુલ 6 IPL ની ફાઈનલ મેચ રમી છે. જેમાં તેણે ડેક્કન ચાર્જર્સનું એક વખત અને મુંબઈ ઈન્ડીયન્સનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. 6 મેચમાં રોહિતના બેટે 183 રન બનાવ્યા છે.

મુરલી વિજય (Murli Vijay) આ યાદીમાં ચોથા સ્થાને છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફાઇનલ મેચ રમી છે. જેમાં તેના બેટમાંથી 181 રન થયા છે. ચેન્નાઇ ઉપરાંત મુરલીએ દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબનું પ્રતિનિધિત્વ કર્યું છે. પરંતુ ક્યારેય તેમના માટે ફાઇનલ રમી નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની સૌથી વધુ ફાઇનલ રમનાર ખેલાડી છે. તેણે અત્યાર સુધી 9 ફાઇનલ મેચ રમી છે. આમાંથી આઠ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફાઇનલ મેચ રમ્યા છે. આ દરમિયાન વર્ષ 2017 માં, રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે ફાઇનલ રમ્યો હતો. નવ મેચમાં ધોનીના બેટે 20 ની સરેરાશથી 180 રન બનાવ્યા છે. ધોની જેવા જ સ્તર પર, મુંબઈ ઈન્ડીયન્સના કિયરોન પોલાર્ડ પણ છે.