Ireland : 23 ઓગસ્ટ 2023 બુધવારનો દિવસ ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે કાયમ માટે નોંધાયેલ છે. ભારતની અવકાશ એજન્સી ઈસરોની મહેનત, આયોજન અને પ્રયાસોના આધારે ભારતે ચંદ્ર પર પગ મૂક્યો છે. ચંદ્ર પર મોકલવામાં આવેલ ભારતનું મિશન – ચંદ્રયાન-3 (Chandrayaan 3) સફળ થયું. ચંદ્રયાન-3 એ બુધવારે ચંદ્ર પર સફળ ઉતરાણ કર્યું અને આ રીતે ચંદ્ર પર પહોંચનાર વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો.
ઈસરોની આ ઐતિહાસિક સફળતાનો આખો દેશ સાક્ષી બન્યો અને દરેકે દેશવાસીઓ અને ઈસરોના વૈજ્ઞાનિકોને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા. રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર ભારતીય ખેલાડીઓએ પણ ઈસરોને શુભેચ્છાઓ પાઠવી હતી.
Witnessing History from Dublin!
The moment India’s Vikram Lander touched down successfully on the Moon’s South Pole #Chandrayaan3 | @isro | #TeamIndia https://t.co/uIA29Yls51 pic.twitter.com/OxgR1uK5uN
— BCCI (@BCCI) August 23, 2023
– The to reach the lunar south pole.
That’s got a nice ring to itA proud moment for each one of us & a big congratulations to @isro for all their efforts.
— Rohit Sharma (@ImRo45) August 23, 2023
Well done India! #ISRO #Chandrayaan3
— Gautam Gambhir (@GautamGambhir) August 23, 2023
Yaaaaayyy , We have done it.
Soft landing on the Moon.#Chandrayaan3 .Congratulations @isro and all those who dedicated themselves to this historic mission.
We are on the Moon pic.twitter.com/VZLLgeSLEk— Virender Sehwag (@virendersehwag) August 23, 2023
चाँद पर हिंदुस्तान
चन्द्रयान की सफलता का ऐतिहासिक पल।
भारत माता की जय pic.twitter.com/0awSIHCCxh
— Yogeshwar Dutt (@DuttYogi) August 23, 2023
14 જુલાઈના રોજ ઈસરોએ દેશનું ત્રીજું ચંદ્રયાન લોન્ચ કર્યું હતું. અગાઉ 2008માં ભારતે પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં પોતાનું મિશન મોકલ્યું હતુ. ત્યારબાદ 2019માં ઈસરોએ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું, જે ચંદ્ર પર ઉતરવાનું હતુ. ચાર વર્ષ પહેલા, ભારતનું આ મિશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું ન હતું અને ચંદ્રયાન સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ ગયું હતુ. આ વખતે ભારતને આમાં સંપૂર્ણ સફળતા મળી અને ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો.