Breaking News : વર્લ્ડકપની ફાઇનલની ટીકીટ ખરીદવાનો મોકો, મોડી રાતથી સત્તાવાર વેબસાઈટ પરથી ટિકિટ ખરીદી શકાશે

|

Nov 16, 2023 | 11:53 PM

ક્રિકેટ રસિકો માટે વર્લ્ડકપની ફાઇનલની ટીકીટ ખરીદવાનો મોકો. આજે મોડી રાત્રે આઈસીસી ઓનલાઇન રીલીઝ કરશે ટિકિટ. મોડી રાત્રે અને આવતીકાલે સવારે ટીકીટની સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકાશે ખરીદી. ટિકિટના દર ઓછામાં ઓછા 2 હજાર અને સૌથી વધુ કોર્પોરેટ બોક્સની એક ટિકિટના એક લાખ રૂપિયા. બુક માય શો વેબ પર થી ટીકીટ કરી શકાશે બુક ,ફેક વેબ સાઇટ થી બચવા ક્રિકેટ રસિકોને અપીલ. રવિવારે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ.

Breaking News : વર્લ્ડકપની ફાઇનલની ટીકીટ ખરીદવાનો મોકો, મોડી રાતથી સત્તાવાર વેબસાઈટ પરથી ટિકિટ ખરીદી શકાશે
world cup 2023

Follow us on

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચૂક્યું છે.અને વિશ્વ ક્રિકેટનો સૌથી મહામુકાબલો અમદાવાદના આંગણે યોજાવાનો છે ત્યારે ટીમ ઈન્ડિયાનું અમદાવાદ ખાતે આગમન થઈ ચુક્યું છે. આવતીકાલથી ટીમ ઈન્ડિયાનું પ્રેકટિસ સેશન શરૂ થશે. 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે.

ત્યારે ક્રિકેટ રસિકો માટે વર્લ્ડકપની ફાઇનલની ટીકીટ ખરીદવાનો મોકો છે. આજે 16 નવેમ્બરની મોડી રાતથી આઈસીસી ઓનલાઇન ટિકિટ રીલીઝ કરશે. મોડી રાત અને આવતીકાલે સવારે ટિકિટની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી કરી શકાશે. ટિકિટના દર ઓછામાં ઓછા 2 હજાર અને સૌથી વધુ કોર્પોરેટ બોક્સની એક ટિકિટના એક લાખ રૂપિયા. બુક માય શો વેબ પરથી ટિકિટ કરી શકાશે બુક ,ફેક વેબ સાઇટથી બચવા ક્રિકેટ રસિકોને અપીલ કરવામાં આવી છે.

વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાની એન્ટ્રીથી સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર છવાયો છે.19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ યોજાનાર છે.ત્યારે ક્રિકેટ રસિકોની મદદે આવી છે રેલવે. દેશભરમાંથી અમદાવાદ મેચ જોવા આવી રહેલા ક્રિકેટ રસીકો માટે ભારતીય રેલવેએ વધારાની ટ્રોન દોડાવવાની તૈયારી દર્શાવી છે. સાથે જ પરિસ્થિતિને અનૂકુળ રહે તેવી રીતે ટ્રેનમાં વધારાના કોચ પણ ઉમેરી શકે છે.રેલવે મુંબઇથી અમદાવાદ અને અન્ય રૂટ પર વધારાની ટ્રેન દોડાવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

તો અમદાવાદમાં યોજાનાર ફાઇનલ મેચમાં દર્શકો માટે કેટલાક ખાસ આકર્ષણો પણ જોવા મળશે. જેમાં ખાસ વાત એ છે કે, વિશ્વકપની ફાઇનલ મેચ દરમિયાન સ્ટેડિયમ પર એર-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ 4 વિમાન સ્ટેડિયમ પર કરતબ બતાવશે.આ શોને લઇ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું હતુ. એરફોર્સના જવાનો મારફતે આ ચાર વિમાનનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ.

(ઇનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ)

આ પણ વાંચો: વિરાટ કોહલી પર વીરેન્દ્ર સેહવાગને કેમ અને ક્યારે આવ્યો ગુસ્સો, ખુદ સેહવાગે કર્યો ખુલાસો, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:41 pm, Thu, 16 November 23

Next Article