ભારતમાં ક્રિકેટ નો માહોલ આ વર્ષે અંત સુધી જળવાઈ રહેનારો છે. જાન્યુઆરી મહિનામાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની ટીમો ભારત પ્રવાસે આવી હતી. ભારત અને શ્રીલંકા તેમજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે અને T20 ફોર્મેટની મળીને ચાર દ્વીપક્ષીય સિરીઝ રમાઈ હતી. ત્યાર બાદ ફેબ્રુઆરી મહિનામાં હાલ ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસે આવી છે. જે માર્ચ મહિના સુધી રહેશે. ત્યાર બાદ IPLનો માહોલ શરુ થશે. જોકે આ વચ્ચે હજુ એક લીગ રમાનારી છે, જેની શરુઆત આ મહિનામાં જ થનારી છે. જેમાં સ્ટાર્સ હિસ્સો લેશે અને T20 લિગ દ્વારા જબરદસ્ત માહોલ જમાવશે. જોકે આ સ્ટાર્સ ક્રિકેટની રમતના નહીં પરંતુ એક્ટિંગના છે, જે ક્રિકેટમાં ધમાલ મચાવશે.
આગામી 18 ફેબ્રુઆરીથી સેલિબ્રિટી લીગ ટૂર્નામેન્ટની શરુઆત થનાર છે. જેમાં દેશની વિવિધ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીઝના અભિનેતાઓ હિસ્સો લેશે. આમ તો ક્રિકેટની દુનિયામાંથી ફિલ્મમાં અભિનય કરનારા ગણા ખેલાડીઓ જોવા મળે છે, સાથે જ ભારતીય ફિલ્મ જગતના અનેક જાણિતા અભિનેતાઓ પણ લિગ કે ફ્રેન્ડલી ક્રિકેટમાં પોતાનુ કૌશલ્ય પ્રદર્શિત કરતા હોય છે.
સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં કુલ 8 ટીમો હિસ્સો લેનારી છે. જેમની વચ્ચે 16 લીગ મેચ રમાશે અને બાદમાં તેમાં ટોપ પર રહેનારી ટીમમ સેમિફાઈનલમાં હિસ્સો લેશે. બે સેમિફાઈલ મેચ દ્વારા ફાઈનલ ટીમો સામે આવશે. ફાઈનલની ટક્કર દર વખતની માફક આ વખતે પણ જબરદસ્ત બનશે, એવી આશા પહેલાથી જ રાખવામાં આવી રહી છે. તો સૌથી મહત્વની વાત તો એ છે, લીગની મેચોમાં ફિલ્મી અભિનેતાઓની એક્ટિંગના ચાહકોને મેદાનમાં પોતાના મનગમતા સ્ટાર્સને ક્રિકેટ રમતા માણી શકાશે.
આગામી 18 ફેબ્રુઆરીને શનિવારે સૌ પ્રથમ મેચ બેંગાલ ટાઈગર્સ અને કર્ણાટક બુલડોઝર્સ વચ્ચે ચેન્નાઈમાં બપોરે 2.30 વાગે રમાશે. આ જ સ્થળ પર શનિવારે સાંજે 7 વાગે મુંબઈ હિરોઝ અને ચેન્નાઈ રિનોઝ વચ્ચે ટક્કર જામશે. આમ આ સાથે જ દબદબાભેર સેલિબ્રિટી ક્રિકેટ લીગની શરુઆત થશે.
વર્ષ 2003ના ફેબ્રુઆરી મહિનામાં આયોજન કરવામાં આવ્યુ હતુ અને ઓફિશિયલ 2020 મેચ 13 જૂને 2003માં રમાઈ હતી. શરુઆતમાં એક જ દિવસમાં 3 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આમ કરવાનો હેતુ ફિલ્મ સ્ટાર્સ રમતની ભાવનાનો જુસ્સો ક્રિકેટ વડે દર્શાવી શકે. જેની શરુઆત સાથે જ વિવિધ ભાષાઓના ફિલ્મ સ્ટાર્સ વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવાનો વિચાર લાવવામાં આવ્યો હતો. જેને લઈ ઓક્ટોબર 2010 માં રજૂ કરવામાં આવ્યો હતો. 2011 થી ટૂર્નામેન્ટની શરુઆત કરવામાં આવી હતી.
આ દરમિયાન સેલિબ્રિટી ક્રિકટ લીગને ટી20 ફોર્મેટમાં રમવાનો આયોજન તૈયાર કરવામાં આવ્યુ હતુ. આ માટે 60 કલાકારો ચાર જુદી જુદી ભાષાઓની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી આવ્યા અને લીગની શરુઆત થઈ હતી. શરુઆત બાદથી જ લીગને જબરદસ્ત પ્રતિસાદ મળવા લાગ્યો હતો જે લીગ માટે પ્રોત્સાહન બન્યુ હતુ. હવે લીગ દર વખતે અપડેટ સાથે નવીત્તમ રીતે રજૂ થવા લાગી છે. કોરોના કાળબાદ ફરી એકવાર લીગનો આનંદ માણવા મળશે.
સ્ટાર્સથી ભરેલી ક્રિકેટ લીગની શરુઆત 18 ફેબ્રુઆરી થયા બાદ 19 માર્ચ સુધી રમાનારી છે. એટલ કે રવિવારે 19 માર્ચે ફાઈનલ મેચ રમાનારી છે. ફાઈનલ અને સેમિફાઈનલ મેચનુ આયોજન હૈદરાબાદમાં કરવામાં આવ્યુ છે. આ સિવાય લીગ મેચો હૈદરાબાદ, ચેન્નાઈ, જયપુર, ત્રિવેન્દ્રમ, બેંગ્લોર અને ચંદીગઢ જેવા સ્થળો પર રમાનારી છે. જ્યાં દર્શકો પણ મેચ દરમિયાન હાજર રહીને માહોલ જમાવશે.
Published On - 8:52 pm, Thu, 9 February 23