CCL 2023 કર્ણાટક બુલડોઝર્સે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં મેળવ્યો વિજય, બંગાળ ટાઈગર્સ સામે 8 વિકેટ જીત

Celebritiy Cricket Leagueની શરુઆત થઈ છે. શનિવારે રાયપુરમાં Karnataka Bulldozers અને Bengal Tigers વચ્ચે ટક્કર થઈ હતી. સુદીપની કર્ણાટક ટીમે જીત મેળવી હતી.

CCL 2023 કર્ણાટક બુલડોઝર્સે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં મેળવ્યો વિજય, બંગાળ ટાઈગર્સ સામે 8 વિકેટ જીત
CCL 2023 Karnataka Bulldozers won the frist match against Bengal Tigers
| Edited By: | Updated on: Feb 18, 2023 | 10:04 PM

સેલિબ્રિટી ક્રિકેટ લીગની શરુઆત થઈ ચુકી છે. શનિવારે ટૂર્નામેન્ટની શરુઆતનો દિવસ ડબલ હેડર હતો. ટૂર્નામેન્ટની સૌથી પ્રથમ મેચ કર્ણાટક બુલડોઝર અને બંગાલ ટાઈગર્સ વચ્ચે રમાઈ રહી હતી. કર્ણાટકે 8 વિકેટથી મેચ જીતી લઈને CCL માં વિજયી અભિયાનની શરુઆત કરી હતી. બંગાળની ટીમના સુકાની પ્રદિપે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. બંગાળ ટીમના સ્ટાર્સે પ્રથમ બેટિંગ કરતા આસાન લક્ષ્ય કર્ણાટક સામે રાખ્યુ હતુ. જેને કર્ણાટકના અભિનેતા સ્ટાર્સ ખેલાડીઓએ સરળતાથી પાર કરી લીધુ હતુ.

શનિવારે રમાયેલી પ્રથમ મેચ રાયપુરમાં રમાઈ હતી. અહીં કર્ણાટક બુલડોઝરની ટીમે પ્રથમ ફિલ્ડીંગ કરી હતી. ટીમનો સુકાની કિચ્ચા સુદીપ વિકેટકીપીંગની ભૂમિકા નિભાવતો જોવા મળ્યો હતો. મેચની શરુઆત પહેલા બંગાળ અને કર્ણાટકની ટીમના ખેલાડીઓએ રાયપુરના મેદાનમાં પ્રેક્ટિસ કરી હતી. સાથે જ કર્ણાટકના કેપ્ટન સુદીપ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે તસ્વીરો કલીક કરાવી હતી. સાથે સુદીપે જીત બાદ સોશિયલ મીડિયા પર ફેન્સને પોતાની પ્રતક્રિયા આપી હતી.

 

 

 

Published On - 10:00 pm, Sat, 18 February 23