સેલિબ્રિટી ક્રિકેટ લીગ માં શનિવારે બે મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ મેચ ચેન્નાઈ રિનોઝ અને ભોજપુરી દબંગ વચ્ચે રમાઈ હતી. ભોજપુરી ટીમે 9 વિકેટથી મેચને જીતી લીધી હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનીંગમાં 3 વિકેટે 107 રન અને બીજી ઈનીંગમાં 5 વિકેટ ગુમાવીને 106 રન નોંધાવ્યા હતા. જવાબમાં ભોજપુરી ટીમે શાનદાર બેટિંગ વડે જીત મેળવી હતી.
જયપુરમા રમાયેલી આ મેચ જબરદસ્ત રહી હતી. બંને ટીમોએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યુ હતુ. ભોજપુરી ટીમે પ્રથમ ઈનીંગમાં 134 રનનો સ્કોર માત્ર 2 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો. જ્યારે બીજી ઈનીંગમાં 1 વિકેટના નુક્શાન પર જરુરી 83 રન નોંધાવ્યા હતા. આમ સ્ટાર અભિનેતા મનોજ તિવારીની આગેવાની ધરાવતી ભોજપુરી ટીમે 9 વિકેટથી વિજય મેળવ્યો હતો.
CCL 2023 LIVE – Chennai Rhinos vs Bhojpuri Dabanggs | Match 5. #CCL2023 #A23Rummy #HappyHappyCCL #ChaloSaathKhelein #LetsPlayTogether #ChennaiRhinos #BhojpuriDabanggs #Arya #Jiiva #ManojTiwari #Nirahua #A23 #CCL https://t.co/qqOMHlyIng
— CCL (@ccl) February 25, 2023
વિક્રાંત અને ભરત ઓપનીંગ જોડીના રુપમાં પ્રથમ ઈનીંગમાં આવ્યા હતા. જોકે વિક્રાંત માત્ર 4 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે ભરતે 25 બોલનો સામનો કરીને 43 રન નોંધાવ્યા હતા. વિશાલે 2 છગ્ગા સાથે 20 બોલમાં 33 રન નોંધાવ્યા હતા. બી શાંતનૂ એ 10 બોલ રમીને 19 રન નોંધાવ્યા હતા. શાંતનૂએ પણ એક શાનદાર છગ્ગો નોંધાવ્યો હતો. ચેન્નાઈ તરફથી પ્રથમ ઈનીંગમાં 4 છગ્ગા નોંધાયા હતા.
બીજી ઈનીંગમાં ઓપનર તરીકે વિશાલ આવ્યો હતો. તેણે 35 બોલનો સામનો કરીને તોફાની રમત વડે 68 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર પૃથ્વીએ 13 બોલમાં 18 રન નોંધાવ્યા હતા. પૃથ્વીએ પણ એક છગ્ગો જમાવ્યો હતો. બી શાંતાનૂએ એ બીજી ઈનીંગમાં માત્ર 4 રન નોંધાવ્યા હતા. વિકેટકીપર બેટર રમાનાએ 6 રન અને દશરથને 4 રન નોંધાવ્યા હતા. કે અરાસને શૂન્ય રન પર અણનમ રહ્યો હતો. આમ બીજી ઈનીંગમાં 106 રન 5 વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા.
આદીત્ય ઓઝા અને પ્રવેશ લાલ યાવદ ઓપનર તરીકે પ્રથમ ઈનીંગમાં ક્રિઝ આવ્યા હતા. બંનેએ અર્ધશતકીય પાર્ટનરશિપ નોંધાવી હતી. આદિત્ય ઓઝાએ 31 બોલમાં 69 રનની તોફાની રમતના દર્શન કરાવ્યા હતા. ઓઝાએ તોફાની ઈનીંગ દરમિયાન 5 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 55 મિનીટ બેટિંગ કરી હતી. જોકે સાથી ઓપનર પ્રવેશ 10 બોલનો સામનો કરીને 18 રન નોંધાવી પ્રથમ વિકેટના રુપમાં પરત ફર્યો હતો. તેણે 2 છગ્ગા જમાવ્યા હતા. વિકેટકીપર બેટર અંશુમાન સિંહે 7 રન અને એઆર ખાને અણનમ 25 રન 12 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. આ દરમિયાન 1 છગ્ગો ફટકાર્યો હતો.
મનોજ તિવારી બીજી ઈનીંગમાં ઓપનર તરીકે ઉતરતા અણનમ 48 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 23 બોલનો સામનો કરીને તોફાની રમત રમી હતી. તિવારીએ 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આ રન નોંધાવ્યા હતા. ઉદય તિવારીએ 14 રન નોંધાવ્યા હતા. જ્યારે એઆર ખાને ત્રીજા ક્રમે આવીને 18 રન 9 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. આમ 7.3 ઓવરમાં જ ભોજપુરી ટીમે ચેન્નાઈ પર 1 વિકેટના નુક્શાન પર વિજય મેળવ્યો હતો.
Published On - 11:53 am, Sun, 26 February 23