
વિનોદ કાંબલી લાંબા સમયથી આરોગ્યની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. થોડા મહિના પહેલા તેના ક્રિકેટર મિત્રો અને રાજ્ય સરકારની મદદથી તેની સારવાર કરવામાં આવી હતી, જેના કારણે તેના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ તાજેતરમાં મળેલી માહિતી મુજબ તેની સ્થિતિ ફરી નબળી પડી રહી છે.
ખાસ કરીને તેની યાદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે દવાઓ લેવાનું પણ ઘણીવાર ભૂલી જાય છે, જે તેની સારવાર માટે મોટી અડચણ બની રહી છે. આ સ્થિતિને કારણે તેના સ્વાસ્થ્ય પર વધુ ગંભીર અસર પડી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાંબલીને મગજના સ્ટ્રોકનો ખતરો છે. મગજમાં લોહી ગંઠાવાની સમસ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. યોગ્ય આહાર અને દવાઓનું પાલન ન થવાને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
Vinod Kambli has been very close to my heart since the very early days of my life, even when I barely understood the game. His ongoing struggle with health has been incredibly painful and heartbreaking. May Vasudeva remain by his side and give him the inner strength he needs to… pic.twitter.com/DATps5Q0aS
— Sauvik Raha (@SauvikRaha) April 15, 2026
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ક્રિકેટર મિત્રો ફરી એકવાર મદદ માટે આગળ આવ્યા છે. તેની સારવાર માટે નાણાં એકત્રિત કરવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સચિન તેંડુલકર સહિતના નજીકના મિત્રો જોડાયા હોવાના અહેવાલ છે.
કાંબલીના મિત્રોએ જણાવ્યું કે તેણે દારૂ પીવાનું બંધ કર્યું છે, પરંતુ તે ઘણી બાબતો ભૂલી જાય છે. ક્યારેક તે ભૂલી જાય છે કે તેને ધુમ્રપાન નથી કરવાનું અને રસ્તા પર લોકો પાસેથી સિગારેટ માંગતો જોવા મળે છે, જે તેની હાલતનું ગંભીરની નિશાની છે.
હાલમાં કાંબલીની કિડની, હૃદય અને લીવર પર કોઈ ગંભીર અસર નથી, પરંતુ મગજ પર પડતી અસરને કારણે તેના શરીરનું સંતુલન બગડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં યોગ્ય સારવાર અને સતત દેખરેખ ખૂબ જરૂરી બની ગઈ છે. ચાહકો તેના સ્વાસ્થ્યમાં સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.