
50 ઓવર ફોર્મેટ વાળા ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ એક મોટો પ્રયોગ કરવા જઈ રહ્યું છે. તે પોતાની ઘરેલું વનડે ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રોફીમાં સિંગલ બોલ નિયમ ટ્રાયલ કરશે. સિંગલ બોલ નિયમનો અર્થ એક બોલ, એક ઈનિગ્સથી છે. સરળ ભાષામાં કહીએ તો દરેક ટીમ આખી ઈનિગ્સ દરમિયાન માત્ર એક જ બોલનો ઉપયોગ થશે. તેમણે 35 ઓવર પછી નવી બોલ આપવામાં આવશે નહી. જેવું વનડે ક્રિકેટમાં ચાલી રહ્યું છે. ફોર્ડ ટ્રોફીની શરુઆત 28 ઓક્ટોમ્બરથી થઈ રહી છે. આ ઘરેલું ટૂર્નામેન્ટ ન્યુઝીલેન્ડના વનડે વર્લ્ડકપની તૈયારીઓને લઈ મહત્વની છે.
ફોર્ડ ટ્રોફીમાં એક બોલ-એક ઇનિંગના નિયમનો ઉપયોગ બોલરોને ઇનિંગ્સની છેલ્લી ઓવરોમાં રિવર્સ સ્વિંગ મેળવવાની વધુ તકો આપી શકે છે, જેના કારણે બેટ્સમેનોને જૂના બોલથી રન બનાવવાનું વધુ મુશ્કેલ બનશે. આનાથી ઓક્ટોબર-નવેમ્બર 2027માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનાર 2027ના ODI વર્લ્ડ કપમાં કિવી પેસર્સનો ફાયદો થઈ શકે છે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ નવેમ્બરમાં પહેલા 5 રાઉન્ડ પછી ટ્રાયલનું મૂલ્યાંકન કરશે. ત્યારબાદ નિર્ણય કરશે કે, ફેબ્રુઆરી 2027ના છેલ્લા 5 રાઉન્ડ અને ફાઈનલમાં પણ આ ચાલું રાખશે. સિંગલ બોલ નિયમ હેઠળ આખી ટીમ ઈનિગ્સમાં એક બોલ ઉપયોગ કરશે. 35 ઓવર પછી તેમણે બીજો નવો બોલ આપવામાં આવશે નહી.
ન્યુઝીલેન્ડના બેટ્સમેન વિલ યંગના મુજબ આ નિયમ હેઠળ ઈનિગ્સની છેલ્લી ઓવરમાં રન બનાવવા મુશ્કેલ થઈ શકે છે. તેમજ બેટ્સમેન પોતાની રમવાની સ્ટાઈલ બદલવી પડશે. તેમણે કહ્યું કે, તેઓ સિંગલ બોલ નિયમના પક્ષમાં છે કારણ કે તે રમતમાં એક રસપ્રદ ગતિશીલતા ઉમેરે છે. એ જોવું રસપ્રદ રહેશે કે ,સિંગલ બોલ નિયમ રમતની સ્ટાઈલમાં ફેરફાર કરે છે કે ,પાવરપ્લેના અપ્રોચમાં ફર્ક પડે છે.