Mumbai : જેલવલિન થ્રો, બેડમિન્ટ અને ચેસની રમતમાં ભારતનો ડંકો વગાડ્યા બાદ હવે ભારતીયોની નજર એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ પર છે. 30 ઓગસ્ટથી એશિયા કપની શરુઆત થવા જઈ રહી છે. જેમાં 3 વાર ભારત પાકિસ્તાનની ટક્કર થવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર, ભારત-પાકિસ્તાનની મેચ બાદ વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની (Team India) જાહેરાત થઈ શકે છે.
ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ODI વર્લ્ડ કપ રમાવાનો છે. ભારતે હજુ સુધી આ વર્લ્ડ કપ માટે પોતાની પ્રાથમિક ટીમની જાહેરાત કરી નથી.
જો મીડિયા રિપોર્ટનું માનીએ તો BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિ 3 સપ્ટેમ્બરે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. ટીમોએ 5 સપ્ટેમ્બર સુધીમાં તેમની 18 સભ્યોની ટીમની જાહેરાત કરવાની રહેશે અને ત્યારબાદ 28 સપ્ટેમ્બર સુધીમાં તેમની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવાની રહેશે.
આ પણ વાંચો : આ છે WWEના પાંચ સૌથી ખતરનાક મૂવ, જોખમમાં મૂકાયો છે અનેક રેસલર્સનો જીવ
India will announce their World Cup squad on September 3, a day after their Asia Cup match against Pakistan in Kandy
– via Sports Tak #CWC23 #AsiaCup2023
— Farid Khan (@_FaridKhan) August 28, 2023
આ પણ વાંચો : Neeraj Chopra: નીરજ ચોપરાની આ વાતો જે તેમને બનાવે છે વર્લ્ડ ચેમ્પિયન અને અન્ય ખેલાડીઓથી રાખે છે પોતાને આગળ
એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ પછી બીજા દિવસે જ વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. એશિયા કપ ટીમની જાહેરાત કરતા બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું હતું કે ODI વર્લ્ડ કપની ટીમ માત્ર એશિયા કપમાં પસંદ કરાયેલા ખેલાડીઓ જેવી જ હોઈ શકે છે.
એશિયા કપ ટીમની જાહેરાત કરતી વખતે મુખ્ય પસંદગીકારે કહ્યું હતુ કે કેએલ રાહુલને હજુ પણ નાની ઈજા છે અને તે 2-3 સપ્ટેમ્બર સુધીમાં ફિટ થઈ જશે તેવી અપેક્ષા છે. આ કારણે તે 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાનારી મેચમાં ભાગ લઈ શકશે નહીં. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે જો રાહુલ એશિયા કપની પ્રથમ મેચ નહીં રમે તો રાહુલની ટીમમાં પસંદગી થાય છે કે નહીં.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 7:42 pm, Mon, 28 August 23