AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6,6,6,6,6,6… સતત છ છગ્ગા ફરી એકવાર ક્રિકેટ સ્ટેડિયમમાં ગુંજી ઉઠ્યા, યુવરાજ સિંહની યાદો તાજી થઈ

ક્રિકેટમાં ફરી એકવાર 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાનો ચમત્કાર થયો છે. હેમ્પશાયરના ટોબી આલ્બર્ટે 2026ના વન-ડે કપમાં સસેક્સ સામે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે છ બોલમાં સતત છ છગ્ગા ફટકારીને હેમ્પશાયરને રેકોર્ડબ્રેક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

6,6,6,6,6,6... સતત છ છગ્ગા ફરી એકવાર ક્રિકેટ સ્ટેડિયમમાં ગુંજી ઉઠ્યા, યુવરાજ સિંહની યાદો તાજી થઈ
6 ball 6 sixImage Credit source: GETTY
| Updated on: Aug 10, 2026 | 7:22 PM
Share

ઇંગ્લેન્ડની સ્થાનિક ટુર્નામેન્ટ વન-ડે કપના ગ્રુપ B મેચમાં હેમ્પશાયરે સસેક્સ સામે રનનો પહાડ બનાવ્યો અને 51 રનથી શાનદાર વિજય મેળવ્યો. આ હાઇ-સ્કોરિંગ મેચમાં હેમ્પશાયરે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 383 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે આ સિઝનનો સૌથી મોટો સ્કોર જ નહીં પરંતુ તેમના લિસ્ટ-A ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર પણ છે. જવાબમાં, સસેક્સની ટીમ ચાર્લી ટીયરની સદી છતાં 332 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ દરમિયાન, 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાનો કમાલ થયો હતો.

ઓપનરોની 225 રનની ભાગીદારી

આ મેચમાં હેમ્પશાયરની શરૂઆત મજબૂત રહી. અલી ઓર અને 18 વર્ષીય બેટ્સમેન બેન મેસે પ્રથમ વિકેટ માટે 225 રનની સદીની ભાગીદારી નોંધાવી. બેન મેસે 109 રન સાથે પોતાની પ્રથમ લિસ્ટ A સદી ફટકારી. આ દરમિયાન, અલી ઓરે 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 105 રન બનાવ્યા, જે તેની પાંચમી લિસ્ટ A સદી હતી. આ તોફાની શરૂઆત પછી, ટોબી આલ્બર્ટે ક્રીઝ પર આવતાની સાથે જ છગ્ગાનો તોફાન મચાવ્યો.

આલ્બર્ટના છ બોલમાં છ છગ્ગા

આલ્બર્ટે સતત છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા. જોકે, આ છ છગ્ગા બે અલગ-અલગ ઓવરમાં આવ્યા. તેણે પહેલા નેન્ટેસ ઓસ્થુઇઝેનના ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા અને પછીની ઓવરમાં ઓલી કર્ટલીના બોલ પર સતત ચાર બોલમાં ચાર છગ્ગા ફટકાર્યા. આલ્બર્ટે માત્ર 37 બોલમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકારીને આક્રમક 86 રન બનાવ્યા. અંતે, એડી જેક્સે પણ પાંચ બોલમાં 20 રન બનાવીને ટીમનો સ્કોર 383 સુધી પહોંચાડ્યો.

ચાર્લી ટીયરની સદી વ્યર્થ ગઈ

384 રનના રેકોર્ડ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સસેક્સની શરૂઆત ખરાબ રહી અને પોતાની પહેલી બે વિકેટો એક પછી એક ગુમાવી દીધી. ત્યારબાદ ચાર્લી ટીયરે બાજી સંભાળી, 94 બોલમાં 111 રનની શાનદાર સદી ફટકારી, જેમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જેક લીનિંગે 92 રન અને ડેન ઇબ્રાહિમે 55 રન બનાવીને ટીમને મેચમાં જાળવી રાખી, પરંતુ 383 રનનો લક્ષ્યાંક ખૂબ મોટો સાબિત થયો. હેમ્પશાયર માટે 20 રન બનાવનારા એડી જેકે પણ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 58 રનમાં 4 વિકેટ લીધી. તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં સસેક્સ 332 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

Breaking News: BCCIમાં આ નોકરી કરવા માટે કોઈ કેમ નથી તૈયાર? 18 મહિનાથી ખાલી છે પદ

Follow Us
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
g clip-path="url(#clip0_868_265)">