IPL 2023 દરમિયાન જ MS Dhoni, વિરાટ કોહલી અને રોહિત શર્માને લાગ્યો મોટો ઝટકો, બન્યા ચર્ચાનુ કારણ

BlueTick, IPL 2023: મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને કેએલ રાહુલ સહિતના ખેલાડીઓ હાલમાં IPL માં વ્યસ્ત છે. આ દરમિયાન જ તેમને મોટો ઝટકો લાગ્યો છે.

IPL 2023 દરમિયાન જ MS Dhoni, વિરાટ કોહલી અને રોહિત શર્માને લાગ્યો મોટો ઝટકો, બન્યા ચર્ચાનુ કારણ
સ્ટાર ખેલાડીઓના Bluetick removed
| Edited By: | Updated on: Apr 21, 2023 | 11:42 AM

IPL 2023 ની સિઝન જબરદસ્ત રીતે આગળ વધી રહી છે. આગામી સપ્તાહે સિઝન તેના મઘ્યમાં પહોંચી જશે. આ દરમિયાન મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા આઈપીએલમાં વ્યસ્ત છે. આ સ્ટાર ખેલાડીઓને હાલમાં જ આ દરમિયાન મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો છે. વાત જાણે એમ છે કે, આ ઝટકો તેમને સોશિયલ મીડિયા પર મળ્યો છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર દ્વારા તેમનુ બ્લુ ટીક માર્ક અન્ય લોકોની માફક જ હટાવી દેવામાં આવ્યુ છે. વેરિફાઈડ બ્લૂ ટિક સ્ટાર ખેલાડીઓને હટાવી દેવાતા હવે સોશિયલ મીડિયામાં તેમની ખૂબ ચર્ચાઓ થવા લાગી છે. તો મીમ્સ પણ શેર થવા લાગ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શરુઆતની સિઝનથી જોડાયેલા આ સ્ટાર ખેલાડીઓ મોટો ચાહક વર્ગ સોશિયલ મીડિયામાં ધરાવે છે. મહેન્દ્રસિંહ ધોની 8.5, વિરાટ કોહલી 55.1 અને રોહિત શર્મા 21.7 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. આમ છતાં ગઈ રાત્રે આ ત્રણેય ભારતીય સ્ટાર ક્રિકેટરોના બ્લૂ ટિક ટ્વિટર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિટરના આ પગલાને લઈ વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહી છે.

રાહુલ, સૂર્યા અને ચહલને પણ લાગ્યો ઝટકો

ભારતીય કેપ્ટન અને પૂર્વ કેપ્ટન જેવા સ્ટાર ખેલાડીઓને જ નહીં પરંતુ અન્ય સ્ટાર ખેલાડીઓને પણ ઝટકો લાગ્યો છે. જ્યારે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનુ બ્લુટિક પણ હટાવી દેવામાં આવ્યુ છે. સચિન ઉપરાંત સૌરવ ગાંગુલી અને ટેનિસની ભારતીય સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાને પણ મોટો ઝટકો લાગ્યો છે. યુઝવેન્દ્ર ચહલ 38.6 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે, જેનુ બ્લુટિક પણ હટાવી દેવામાં આવ્યુ છે. આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કેએલ રાહુલ 2.5 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. મુંબઈ ઈન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ 3.5 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. આ ખેલાડીઓએ પણ બ્લૂ ચેકમાર્ક ગુમાવ્યુ છે.

આ પણ વાંચોઃ Breaking news: MP દિપસિંહ રાઠોડની આશ્રમ શાળામાં તસ્કરો ત્રાટક્યા, સાંસદના નિવાસમાંથી 8.70 લાખની મત્તાની ચોરી

રોનાલ્ડો થી લઈ બાબર આઝમને ઝટકો

ભારતીય ખેલાડીઓ ઉપરાંત અનુભવી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમની બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવી છે. ટ્વિટરને સંભાળ્યા પછી, એલોન મસ્ક એ જાહેરાત કરી હતી કે 20 એપ્રિલ પછી જેમણે પેઈડ નથી કર્યુ એવા એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે અને મોડી રાત્રે બ્લુ ટિક પણ દૂર કરવામાં આવી હતી.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 10:10 am, Fri, 21 April 23