Asia Cup 2023: ટીમ ઈન્ડિયા આ મેદાન પર પાકિસ્તાનનો સામનો કરશે, જાણો ક્યાં થશે ફાઈનલ?

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે વરસાદના કારણે એશિયા કપના સુપર-4 રાઉન્ડ અને ફાઈનલના સ્થળો બદલાઈ શકે છે, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલે હવે સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, પરંતુ સુપર-4માં આ બંને ટીમો 10મી સપ્ટેમ્બરે ફરી ટકરાશે અને આ મેચ કોલંબોમાં જ રમાશે. આ પહેલા હંબનટોટામાં મેચ યોજાશે એવા અહેવાલ સામે આવ્યા હતા.

Asia Cup 2023: ટીમ ઈન્ડિયા આ મેદાન પર પાકિસ્તાનનો સામનો કરશે, જાણો ક્યાં થશે ફાઈનલ?
Asia Cup 2023
| Edited By: | Updated on: Sep 05, 2023 | 8:35 PM

શ્રીલંકામાં ભારે વરસાદને કારણે એશિયા કપ (Asia Cup 2023) મેચોની મજા ઉડી ગઈ હતી. આમાં સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હતી જે વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. આ પછી, ઘણા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે વરસાદ (Rain) ને કારણે એશિયા કપના સુપર-4 રાઉન્ડ અને ફાઈનલના સ્થળો બદલાઈ શકે છે, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલે (Asian Cricket Council) હવે સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં અને મેચ પહેલાની જેમ જ રમાશે અને નક્કી કરેલ સ્થળ એટલે કે કોલંબોમાં જ રમાશે.

એશિયા કપના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં

એવા અહેવાલો હતા કે પલ્લેકેલે અને કોલંબોમાં ભારે વરસાદને જોતા, સુપર-4 અને ફાઇનલ મેચ હમ્બનટોટામાં યોજવામાં આવી શકે છે કારણ કે ત્યાંનું હવામાન સ્વચ્છ છે અને ત્યાં કોઈ સમસ્યા વિના મેચો યોજવામાં આવી શકે છે. પરંતુ હવે ACC એ સ્પષ્ટ કર્યું છે કે શિડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

ફાઈનલનું સ્થળ બદલાશે એવી ચર્ચા હતી

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં પણ વરસાદના કારણે વિઘ્ન પડ્યું હતું. ભરત્વ પાકિસ્તાન મેચમાં ફક્ત એક ઇનિંગ જ શક્ય બની હતી, જ્યારે નેપાળ સામેની મેચમાં વરસાદના વારંવાર વિલંબ બાદ અંતે ડકવર્થ લુઈસ નિયમ અનુસાર મેચનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ સતત ચર્ચા ચાલી રહી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મુકાબલા શાઈટ ફાઇનલ મેચના સ્થળને બદલવામાં આવશે.

આ પણ વાંચો : World Cup 2023: ટીમ ઈન્ડિયા શા માટે જીતી શકે છે વર્લ્ડ કપ, જાણો 5 મોટા કારણો

PCBએ આ વાત કહી હતી

શ્રીલંકામાં ભારે વરસાદને જોતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફે BCCI સેક્રેટરી અને ACC પ્રમુખ જય શાહને ફોન કરીને દુબઈમાં એશિયા કપની મેચોનું આયોજન કરવા કહ્યું હતું. તેમણે દુબઈમાં મેચ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શ્રીલંકાના દામ્બુલામાં પણ મેચ યોજાઈ રહી હોવાના અહેવાલ હતા. પરંતુ ન તો PCBની સલાહ માની લેવામાં આવી અને ન તો શ્રીલંકાના બાકીના મેદાન પસંદ કરવામાં આવ્યા અને પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું તે જ મેદાન પર એશિયા કપના આગામી મુકાબલા રમાડવાનું નક્કી કરવાં આવ્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો