Legends League Cricketની આજની મેચ અચાનક થઈ રદ્દ! જાણો કારણ

ભીલવાડા કિંગ્સની ટીમે 17 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 117 રન બનાવ્યા હતા. ઈકબાલ અબ્દુલાએ સૌથી વધારે 40 રન અને રોબિન બિસ્ટે 32 રન બનાવ્યા હતા. સાઉર્થન સુપર કિંગ્સ તરફથી રઝાક અને ડિન્ડાએ 2-2 વિકેટ લીધી હતી.

Legends League Cricketની આજની મેચ અચાનક થઈ રદ્દ! જાણો કારણ
Bhilwara Kings vs Southern Super Stars
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 29, 2023 | 11:33 PM

જમ્મુના મોલાના આઝાદ સ્ટેડિયમમાં આજે લિજેન્ડ લીગ ક્રિકેટ 2023ની મેચ યોજાઈ હતી. સાઉર્થન સુપર સ્ટારની ટીમ  કેપ્ટન રોસ ટેલરની સાથે મેદાન પર ઉતરી હતી. રોસ ટેલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરનો નિર્ણય કર્યો હતો. જેને કારણે પઠાણ બંધુની ટીમ ભીલવાડા કિંગ્સ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી.

ભીલવાડા કિંગ્સની પ્રથમ ઈનિંગની શરુઆત નિરાશાજનક રહી હતી. જેમ તેમ કરીને ટીમ ફોર્મમાં પરત ફરી ત્યારે વરસાદના વિઘનને કારણે મેચ અટકી હતી. અંતે કલાકો સુધી મેચ શરુ ના થઈ શકવાને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી.

ભીલવાડા કિંગ્સની ટીમે 17 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 117 રન બનાવ્યા હતા. ઈકબાલ અબ્દુલાએ સૌથી વધારે 40 રન અને રોબિન બિસ્ટે 32 રન બનાવ્યા હતા. સાઉર્થન સુપર કિંગ્સ તરફથી રઝાક અને ડિન્ડાએ 2-2 વિકેટ લીધી હતી.

 

મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા. બંને ટીમો 3-3 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નીચલા ક્રમે છે.

 


સાઉર્થન સુપર સ્ટાર્સ (પ્લેઇંગ ઇલેવન): ઉપુલ થરંગા, શ્રીવત્સ ગોસ્વામી (w), રોસ ટેલર (c), ચતુરંગા ડી સિલ્વા, રાજેશ બિશ્નોઇ, પવન નેગી, જોહાન બોથા, અશોક ડિંડા, સુરંગા લકમલ, અમીલા અપોન્સો, અબ્દુર રઝાક.

 


ભીલવાડા કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન): તિલકરત્ને દિલશાન (w), સોલોમન મિરે, લેન્ડલ સિમન્સ, રોબિન બિસ્ટ, યુસુફ પઠાણ, ક્રિસ્ટોફર બાર્નવેલ, ઇરફાન પઠાણ (c), જેસલ કારિયા, પિનલ શાહ, ઇકબાલ અબ્દુલ્લા, અનુરીત સિંહ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:28 pm, Wed, 29 November 23