
રણજી ટ્રોફીની ફાઈનલ મેચ ગુરુવારથી શરુ થનારી છે. કોલાકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી ફાઈનલ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે હશે. બંગાળ માટે ઘર આંગણે 33 વર્ષ વર્ષ બાદ ચેમ્પિયન બનવાનો મોકો છે, જોકે સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં હરાવવુ મુશ્કેલ છે. નિયમીત સુકાની જયદેવ ઉનડકટ ટીમ સાથે પરત જોડાયો છે. તે ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીનો હિસ્સો હતો. જોકે સૌરાષ્ટ્રની ટીમ ફાઈનલમાં પહોંચતા જ તેને રણજી ટ્રોફી માટે રિલીઝ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમને વર્તમાનની મજબૂત ટીમ માનવામાં આવે છે અને ટ્રોફી માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
જયદેવ ઉનડકટની સુકાની ઘરાવતી સૌરાષ્ટ્રની ટીમને આકરી કસોટીના રુપમાં પહેલાથી જ જોવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં બંગાળ માટે સપનુ પુરુ કરવુ મુશ્કેલ હોઈ શકે છે. ઈડન ગાર્ડન્સની પિચ ઝડપી બોલરો માટે અનુકૂળ છે અને સૌરાષ્ટ્રના સુકાનીનુ માનવુ છે કે, બંગાળના બોલરો કરતા અહીં પોતાની ટીમના બોલરો વધારે ફાવી શકે છે.
Just 1⃣ sleep away from the #RanjiTrophy summit clash! ⏳
Bengal or Saurashtra – which team will come out on top? 🤔@CabCricket | @saucricket | #BENvSAU | #Final | @mastercardindia pic.twitter.com/WOmBJ2ZjPR
— BCCI Domestic (@BCCIdomestic) February 15, 2023
રણજી ટ્રોફીમાં વર્ષ 2020માં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે ફાઈનલ જંગ ખેલાયો હતો. જ્યાં સૌરાષ્ટ્રની ટીમે બંગાળને હરાવી દીધુ હતુ. ફાઈનલ મેચ સૌરાષ્ટ્રના ઘર આંગણે રાજકોટમાં રમાઈ હતી અને જ્યાં બંગાળે હારનો સામનો કર્યો હતો. સૌરાષ્ટ્રે પ્રથમ ઈનીંગમાં મોટી લીડના આધાર પર જીત મેળવી હતી. હવે ઈડન ગાર્ડન્સ બંગાળનુ ઘર હોવાને લઈ બદલો લેવાનો પ્રયાસ કરશે. બંગાળની ટીમ છેલ્લા 33 વર્ષથી 33 વર્ષથી રણજી ટ્રોફીની રાહ જોઈ રહ્યુ છે. બંગાળે અંતિમ વાર 1990માં ઈડન ગાર્ડન્સ પર જ રણજી ટ્રોફી ચેમ્પિયન બનવાનો મોકો મેળવ્યો હતો.
જોકે તિવારીએ કહ્યુ બદલો લેવા નહીં ઉતરે. તેણે કહ્યું, “અમે આ શબ્દનો ઉપયોગ કરવા માંગતા નથી. આ હાંસલ કરવા માટે, આપણે ચોક્કસપણે તેમને હરાવવા પડશે. વિજય પછી, અમે કહી શકીએ કે અમે અમારો બદલો ચૂકવી દીધો છે.”
બંગાળ સામે તેના જ ઘરમાં જીત મેળવીને ચેમ્પિયન બનવાનો ઈરાદો સૌરાષ્ટ્રની ટીમ રાખી રહી છે. ટીમના સુકાની જયદેવ ઉનડકટે કહ્યુ હતુ કે, “જો તેમના બોલરો અમારા બેટ્સમેન માટે પડકાર છે, તો અમારા બોલરો પણ તેમના બેટ્સમેનોને પડકાર આપશે.”
સૌરાષ્ટ્રની વાત કરીએ તો ડાબા હાથના ઝડપી બોલર ઉનડકટ અને ચેતન સાકરિયા પોતાના ટ્રમ્પ કાર્ડ છે. બંગાળના બેટ્સમેનો માટે ઈડન ગાર્ડનની ઘાસ ધરાવતી પિચ પર તેમનો સામનો કરવો આસાન નહીં હોય.
સૌરાષ્ટ્રની ટીમઃ જયદેવ ઉનડકટ (કેપ્ટન) હાર્વિક દેસાઈ (વિકેટકીપર), સ્નેલ પટેલ, વિશ્વરાજ જાડેજા, શેલ્ડન જેક્સન, અર્પિત વસાવડા, ચિરાગ જાની, પ્રેરક માંકડ, પાર્થ ભુત, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચેતન સાકરીયા, કુશાંગ પટેલ, સમર્થ વ્યાસ, તરંગ ગોહેલ, દેવગણ ગોહેલ, જય ગોહિલ, નવનીત વોરા, યુવરાજસિંહ ડોડીયા.
બંગાળની ટીમ: કરણ લાલ, અભિમન્યુ ઇશ્વરન, સુદીપ કુમાર ઘરમી, અનુસ્તુપ મજુમદાર, મનોજ તિવારી (કેપ્ટન), શાહબાઝ અહેમદ, અભિષેક પોરેલ (વિકેટકીપર), પ્રદિપ્ત પ્રામાણિક, આકાશ દીપ, મુકેશ કુમાર, ઇશાન પોરેલ, રિતીક ચેટર્જી, રવિકાંત સિંહ, કૌશિક ઘોષ, સયાન મંડલ, અભિષેક દાસ, અંકિત મિશ્રા, કાઝી સૈફી.
Published On - 8:30 pm, Wed, 15 February 23